શ્રમ કાર્ડ યોજના 2022 | શ્રમ કાર્ડ વિશે માહિતી ગુજરાતીમાં |

ઈ શ્રમ કાર્ડ યોજના :- ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, દેશના મોટા ભાગના વ્યક્તિઓ વ્યવસાય કે નોકરી નહીં પરંતુ ખેતી અને મજૂરી સાથેના વ્યવસાય સાથે જોડાયેલા છે. માટે ભારત સરકાર આ ખેડૂતો અને અન્ય શ્રમિકો ના વિકાસ અને ઉત્થાન માટે ઘણી બધી યોજનાઓ અમલ માં મૂકે છે. સરકાર દ્વારા યોજનાઓ અમલમાં તો મૂકવામાં આવે છે પરંતુ ઘણા ખેડૂતો અને શ્રમિકો સુધી પહોચતી ન હોઈ તેઓ આ સરકાર ની વિવિધ યોજનાઓ થી વંચિત રહી જવા પામે છે, અને સરકાર શ્રી નો ઉદેશ્ય પૂરો થવા પામતો નથી.

માટે આ સમસ્યાને પહોચી વળવા માટે ભારત સરકાર દ્વારા એક પહેલ ચલાવવામાં આવી અને દરેક ખેડૂત અને શ્રમિકો ના ડેટા એકઠા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેથી આ ડેટા ને આધારે દરેક શ્રમિક અને ખેડૂત વ્યક્તિઓ ને સીધો લાભ મળી શકે. આ માટે ભારત સરકાર દ્વારા શ્રમ કાર્ડ યોજના ની શરૂઆત કરવામાં આવી છે. શ્રમ કાર્ડ યોજના માટે એક e-Shram portal ની શરૂઆત કરવામાં આવી.

e-Shram portal દ્વારા દરેક વ્યક્તિ કે જે ખેડૂત કે બીજા ધંધા થી જોડાયેલા છે અને ગરીબ કે મધ્યમ વર્ગ ના લોકો છે તેઓને રજીસ્ટ્રેશન આ પોર્ટલ પર કરવામાં આવશે અને ભારત સરકાર દ્વારા આ e-Shram portal Registration કરેલ વ્યક્તિઓ ને એક 12 આંકડાનું UNA Card આપવામાં આવશે. જેના દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે. અને કોઈ પણ વ્યક્તિ હવે ભારત સરકાર ની કે રાજ્ય સરકાર ની કોઈ યોજનાઓ થી વંચિત નહીં રહે.

e-sharm-portal

શ્રમ કાર્ડ યોજના વિશે માહિતી

સૌ જાણે છે કે ભારત દેશના મોટા ભાગના લોકો ખેતી કે અન્ય રોજગાર કરે છે જેને શ્રમિક કહે છે. સરકાર દ્વારા આ લોકો ના વિકાસ અને જીવન શૈલી સુધારવા તથા તેમના ઉત્થાન માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવે છે, પરંતુ કોઈ કોઈ કારણોસર આ લોકો માથી 40% લોકો આ યોજનાઓ ના લાભ લેવાથી વંચિત રહી જાય છે, જેનું મુખ્ય કારણ તે લોકોને માહિતી નો અભાવ છે કે યોજનાઓની માહિતી તેઓ સુધી પહોચતી નથી, માટે આ સમસ્યા ને પહોચી વળવા માટે ભારત સરકાર દ્વારા શ્રમ કાર્ડ યોજના ની શરૂઆત કરી.

શ્રમ કાર્ડ યોજના અંતર્ગત ભારત ના દરેક શ્રમિકો અને ખેડૂતો ની માહિતી એકઠી કરવામાં આવશે અને એક ડેટા તૈયાર કરવા માં આવશે, જેના દ્વારા કોઈ પણ સરકાર દ્વારા કોઈ પણ યોજના અમલમાં મૂકવામાં આવશે તો આ શ્રમિકો ને માહિતી પહોચડવામાં આવશે અને તેઓ લાભ થી વંચિત નહીં રહે અને સરકાર નો યોજના પાછળ નો ઉદેશ્ય પણ પૂરો થવા પામશે.

ઈ-શ્રમ-કાર્ડ-e-SHRAM-Portal-Registration-ઇ-શ્રમ-કાર્ડ-ફાયદા

શ્રમ કાર્ડ યોજના અંતર્ગત દેશ ના દરેક શ્રમિકો ની માહિતી એકઠી કરવા માટે એક e-Shram portal ની શરૂઆત કરવામાં આવી છે, આ પોર્ટલ પર શ્રમિકો એ પોતાની જાત ને શ્રમિક તરીકે રજીસ્ટ્રેશન કરવાની રહેશે, અને રજીસ્ટ્રેશન કર્યા બાદ તેઓ ને એક 12 ઍક ના એક યુનિક નંબર વાળું કાર્ડ આપવામાં આવશે, જેને શ્રમ કાર્ડ કહેવામા આવશે. આ શ્રમ કાર્ડ માં શ્રમિક ની તમામ માહિતી હશે કે જે એને સાબિત કરશે કે તે પોતે એક શ્રમિક છે, અને તેને સરકાર દ્વારા અમલી કરવામાં આવેલી કોઈ પણ યોજના ના લાભ માટે અગ્રિમતા આપવામાં આવશે.

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા

 • ઇ શ્રમ કાર્ડ આખા ભારત દેશ માં માન્ય કાર્ડ ગણવામાં આવશે.
 • ઇ શ્રમ કાર્ડ ધારક ને એક અકસ્માત વીમો આવપવા આવશે.
 • જે અંતર્ગત શ્રમિક ના અકસ્માત માં મૃત્યુ થયેથી તેના પરિવાર ને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
 • શ્રમિક ને અકસ્માત સમયે જો આંશિક અપંગતા આવે છે તો તેના પરિવાર મારે 1 લાખ રૂપિયા એક વર્ષ સુધી માં મળી શકશે.
 • કોઈ મહામારી ના સમય માં આ એ શ્રમ કાર્ડ ધારકને કોઈ પણ લાભ કે સહાય આપવામાં અગ્રિમતા આપવામાં આવશે.
 • કોઈ પણ યોજનામાં સહાય મેળવવા માટે અગ્રિમતા આપવામાં આવશે.

આ પણ વાંચો :-

શ્રમ કાર્ડ યોજના ના લાભાર્થીની પાત્રતા 

 • ઇચ્છુક આવેદક શ્રમિક કે ખેડૂત હોવો જોઈએ.
 • આવેદક ભારત દેશનો નાગરિક હોવો જોઈએ.
 • આવેદક ની ઉમર 16 થી વધુ હોવી જોઈએ.
 • આવેદક ની ઉમર 60 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
 • આવેદક આવક વેરો ભરતા ના હોવા જોઈએ, એટ્લે કે Income Tax ભરતા ન હોવા જોઈએ.
 • આવેદક પી,એફ , ESIC હેઠળ આવતા ન હોવા જોઈએ.
 • આવેદક ને સરકારી નોકરી ન હોવી જોઈએ.
 • આવેદક ને કોઈ પણ યોજના અંતરગત PF ન આવતું હોવું જોઈએ.

કોણ શ્રમ કાર્ડ કઢવી શકે

 • ખેડૂત (મધ્યમ વર્ગ સુધીનો)
 • પશુપાલક 
 • આશા વર્કર
 • આંગણવાડી વર્કર
 • મધ્યાહન ભોજન કામદાર
 • સફાઈ કામદાર
 • રમકડાં બનાવનાર
 • વેલ્ડિંગ કામ કરનાર
 • મોચી કામ કરનાર
 • નાઈ કામ કરનાર
 • કડિયાઓ અને મજૂરો
 • ફેરિયાઓ
 • શાકભાજી વેચનાર
 • લારી-ગલ્લા વાળા

ઉપર દર્શાવેલા તમામ શ્રમિકો ભારત સરકાર ની શ્રમ કાર્ડ યોજના અંતર્ગત શ્રમ કાર્ડ કઢાવી ને આ યોજનાનો સીધો લાભ લઈ શકે છે. 

e-SHRAM-Portal-Gujarat

શ્રમ કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • બેન્ક પાસબૂક
 • મોબાઈલ નંબર

ઈ શ્રમ કાર્ડ ઓનલાઈન આવેદન પ્રક્રિયા

 • સૌ પ્રથમ e-Shram portal પર જાઓ
 • REGISTER on e-Shram વિકલ્પ કાર ક્લિક કરો.
 • જરૂરી માહિતી ભરી દો.
 • બેન્ક ખાતાની વિગત ભરી દો.
 • તમામ વિગતો ભર્યા બાદ SUmbite બટન પર ક્લિક કરી આવેદન પ્રક્રિયા પૂર્ણ કરી દો.
 • નવા પેજ માં તમારું ઈ શ્રમ કાર્ડ ખૂલી જશે. જેની પ્રિન્ટ કાઢી લો.

વધુ જાણકારી માટે નીચે આપેલ વિડીયો સંપૂર્ણ જુવો

Leave a Comment