[Full Information] Anyror Gujarat | 7 12 ની નકલ online, Rural And Urban Land Record

anyror gujarat 7/12 | anyror ગુજરાત | [email protected] | 7/12 ની નકલ online | anyror gujarat 7 12 online | anyror rural land record | anyror gujarat gov in |

નમસ્તે દોસ્તો ! હાલ ના સમય ડિજિટલ સમય તરીકે ઓળખો તો કઈ ઓછો નથી અને એમાં ગુજરાત સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓ ને ઓનલાઈન એટ્લે કે ડિજિટલ કરી ને સમય સાથે હરણફાળ ભરી છે.  ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી દરેક યોજનાઓ અંતર્ગત આવેદન કરવા માટે હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નું બંદ કરી દીધું છે અને કોઈ પણ આવેદક કોઈ પણ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે પાત્ર હોય તો તે ઘરે બેઠા ઓનલાઈન પોતાના મોબાઈલ ના માધ્યમ થી પણ આવેદન કરી શકે છે.

આ માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો માં અમલમાં આવતી યોજનાઓ ના અલગ અલગ વિવિધ પોર્ટલ એટ્લે કે વેબસાઇટ ને અમલમાં મૂકી છે. આ પોર્ટલ ના મધ્યમ થી ગુજરાત રાજ્યના દરેક વ્યક્તિ ને કોઈ પણ યોજના વિષે જાણકારી મેળવવી હોય તો તે મેળવી શકે છે અને સહાય મેળવવા માટે આવેદન પણ કરી શકે છે. આ પોર્ટલો માં ખેતી લક્ષી યોજનાઓ માટે “Ikhedut Portal“, સમાજ કલ્યાણ ની યોજનાઓ માટે “E Samaj Kalyan Portal“, જમીન અને મહેસૂલ વિભાગ ના વિવિધ કામો અને યોજનાઓ માટે “Anyror Portal“, વિધ્યાર્થીઓ લક્ષી યોજનાઓ માટે “Digital Gujarat Portal“, અને “Digital Seva Setu Portal” વગેરે પોર્ટલો નો સમાવેશ થાય છે. (આ બધા પોર્ટલો વિષે જાણકારી મેળવવા માટે Portal ના નામ પર ક્લિક કરશો.)

આજના આ આર્ટીકલ ના માધ્યમ થી અમો ગુજરાત સરકાર ના જમીન અને મહેસૂલ વિભાગ ના Anyror Gujarat Portal (anyror gujarat gov in) વિષે સંપૂર્ણ જાણકારી આપીશું,

શું છે Anyror Gujarat Portal

એ વાત થી તો સૌ વાફેક છે કે ગુજરાત રાજ્ય માં કોઈ પણ વ્યક્તિ ને જમીન અને મેહસૂલ વિભાગ નું કોઈ કામ કરવું હોય તો કેટલું હેરાન થવું પડે છે, કારણ કે જ્યારે ખેડૂત ને 7 12 ની નકલ મેળવવી હોય, જમીન ની માલિકી માં વારસાઈ કરાવવી હોય, વેચાણ નો દસ્તાવેજ કરાવવો હોય, ખેતી લાયક જમીન ને બિન ખેતી માં ફેરવવી હોય તો આવેદક ને ઘણી મુશ્કેલી ઑ જેવી કે અધિકારીઓ ના સ્વભાવ, અધિકારી દ્વારા કામ કરી આપવા માટે લાંચ માંગવી, સરકારી વેબસાઇટ ના સર્વર પ્રોબલમ, ને કારણે ઘણા ધક્કા ખાવાના વારા આવે છે અને કામ માં પણ સરળતા મળતી નથી અને જલ્દી કામ પણ પૂરું થતું નથી.

anyror Gujarat

આ બધા કારણો અને અરજદારો ના હિત ને ધ્યાન માં રાખી ને ગુજરાત સરકાર અને જમીન અને મહેસૂલ વિભાગ દ્વારા સંકલન માં રહી ને Anyror Gujarat Portal (anyror gujarat gov in) ની શરૂઆત કરી છે, જેના માધ્યમ થી કોઈ પણ વ્યક્તિ કે અરજદાર જમીન અને મહેસૂલ વિભાગના દરેક કામો ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલ કે કમ્પ્યુટર ના માધ્યમ થી કરી શકશે અને અરજદારો ને સરકારી કચેરીઓના ધક્કા ખાવા તથા કર્મચારીઓ ને કામ જલ્દી કરવા માટે લાંચ આપવાની જરૂર નહીં રહે તથા આ પોર્ટલ પરના દરેક કામો પારદર્શક રીતે થસે અને નિયત સમય મર્યાદામાં પૂરા કરવામાં આવશે.

Anyror Gujarat Portal પર ઉપલબ્ધ સેવાઓ

ગુજરાત સરકાર અને જમીન અને મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ anyror ગુજરાત પોર્ટલ ના માધ્યમથી જમીન અને મહેસૂલ વિભાગ ની વિવિધ ઘણી બધી સેવાઓઑ લાભ હવે ઘરે બેઠા ઉઠાવી શકો છો. anyror ગુજરાત પોર્ટલ પર નીચે મુજબ ની સેવાઓ ઉપલબ્ધ છે.

  1. ડિજિટલી સિલ્ડ પ્રોપર્ટી કાર્ડ ની નકલ મેળવવી.
  2. ડિજિટલી સિલ્ડ ગામ નમૂના નંબર ની નકલ મેળવવી.
  3. ગ્રામ્ય વિસ્તાર ની જમીન ના રેકોર્ડ જોવા.
  4. શહેરી વિસ્તાર ની જમીન ના રેકોર્ડ જોવા.
  5. મિલકત ની વિગતો જોવી.
  6. કોરોના માં મૃત્યુ થયે થી સહાય મેળવવી.

7 12 ની નકલ online મેળવવા માટે અહી ક્લિક કરો

  1. 7 12 ની નકલ online મેળવવી. (7 12 utara)
  2. વારસાઈ નોધ કરાવવી.
  3. ગામ નમૂના નં.7 માં ક્ષતિ સુધારણા.
  4. બિનખેતી પ્રીમિયમ સાથે પ્રીમિયમ ભરવું.
  5. ડિજિટલી સિલ્ડ દસ્તાવેજ ની નકલ મેળવવી.
  6. કલમ 73 (એએ) હેઠળ પરવાનગી મેળવવી.
  7. જમીન પચાવી લીધા ની અરજી કરવી.
  8. વેચાણ માં પ્રીમિયમ ભરવાની પરવાનગી મેળવવી.
  9. ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવું.
  10. સબ-રજીસ્ટ્રાર કચેરી સબંધિત અરજી કરવી.
  11. જમીન માપણી સબંધિત અરજી કરવી.
  12. બિનખેતી પરવાનગી મેળવવી.
  13. પ્રામાણિક ઔધોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવું.
  14. જમીન ખરીદવા માટે પરવાનગી મેળવવી.  

Anyror Gujarat Portal પર ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • 7/12 ના ઉતારા
  • રહેઠાણ નું પ્રમાણપત્ર
  • વિવિધ સેવાઓ માટે અમુક દસ્તાવેજો વધુ પણ જોઈ શકે છે.

Anyror Gujarat Online Application

  • સૌ પ્રથમ Anyror ગુજરાત ની આધિકારિક વેબસાઇટ anyror gujarat gov in પર જાઓ.
  • જે સેવા નો લાભ લેવા માંગતા હો તે સેવા ના નામ પર ક્લિક કરો.
  • માંગવામાં આવેલી જાણકારી ભરી દો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો.
  • અને ફાઇનલ સબમિટ પર ક્લિક કરી ને આવેદન સબમિટ કરી દો.
  • પ્રીમિયમ ભરી દો.
  • આવેદન અને પ્રીમિયમ ભર્યા ની પહોચ સાચવી ને રાખો.

Leave a Comment

Your email address will not be published.