Viklang Free ST Bus Pass Yojana Gujarat 2022 | મફત બસ પાસ યોજના

નમસ્તે દોસ્તો ! ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના વિકલાંગ લોકો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, જેમાં સંત સુરદાસ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, Viklang Free ST Bus Pass Yojana વગેરે નો સમાવેશ થાય છે. અમારા દ્વારા ઉપરોક્ત તમામ યોજનાની જાણકારીઓ Yojanainhindi.in વેબસાઈટ ના માધ્યમ થી આપવામાં આવેલી છે. અને આ આર્ટીકલ માં અમો ગુજરાત સરકાર ની વિકલાંગ વ્યક્તિઓ માટેની મફત બસ પાસ યોજના ની જાણકારી આપીશું.

શુ છે Viklang Free ST Bus Pass Yojana ?

વિકલાંગ વ્યક્તિઓ જેવા કે જેમના શરીર નું કોઈ અંગ જેવા કે એક અથવા બંને પગ, એક આંખ અથવા બંને આંખ, એક હાથ અથવા બંને હાથ વગેરે કોઈ અકસ્માત માં યા બીમારી ને કારણે ગુમાવી દીધા છે, તેમને પોતાનું જીવન આગળ ધપાવવું મુશ્કેલ બની જાય છે, માટે ગુજરાત સરકાર દ્વારા આવા વિકલાંગ વ્યક્તિઓને પોતાનું જીવન ગુજારવું મુશ્કેલ ના પડે તે હેતુ થી ઘણી બધી યોજનાઓ શરુ કરવામાં આવી છે. તે યોજનાઓ પૈકી એક યોજના છે મફત બસ પાસ યોજના.

Viklang Free ST Bus Pass Yojana અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિઓ ને ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યા એ અભ્યાસ,સારવાર,નોકરી,ધંધાના સ્થળે અને અન્ય સામાજિક કારણસર બસ માં મુસાફરી કરવા માટે એક પણ રૂપિયો ચૂકવવો નહિ પડે. તે માટે ૪૦% કે થી વધુ વિકલાંગ વ્યક્તિઓને મફત બસ મુસાફરી માટે પાસ આપવામાં આવશે અને આ પાસ માટે એક પણ રૂપિયો ચુકવવો નહિ પડે. ચાલો સમજીએ કઈ રીતે મળશે આ મફત બસ મુશાફરી માટે પાસ અને સુ દસ્તાવજો ની જરૂર પડશે.

Free Bus Pass Yojana

આ પણ વાંચો :-

Free ST Bus Pass Yojana અંતર્ગત લાભ લેવાની પાત્રતા

  • વ્યક્તિ વિકલાંગ હોવો જોઈએ.
  • વિકલાંગ વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • વ્યક્તિ ૪૦% થી વધુ વિકલાંગ હોવો જોઈએ.

વિકલાંગ મફત એસટી બસ પાસ માટે જરુરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • ૪૦% થી વધુ વિકલાંગતા ધરાવતું પ્રમાણપત્ર
  • રહેઠાણ નું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો-૨

Free Bus Pass Yojana આવેદન ફોર્મ 

ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિઓને અભ્યાસ,સારવાર,નોકરી,ધંધાના સ્થળે અને અન્ય સામાજિક કારણસર બસ માં વિનામૂલ્યે મુસાફરી સેવા આપવા માટે શરુ કરવામાં આવેલ Free Bus Pass Yojana અંતર્ગત આવેદન પ્રક્રિયા મેં ઓનલાઈન કરી દેવામાં આવી છે. આ યોજના અંતરગત સહાય મેળવવા માટે આવેદન હવે esamajkalyan.gujarat.gov.in ની આધિકારિક વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. માટે હવે વિકલાંગ બસ પાસ યોજના નું ફોર્મ લેવાની જરૂર ની પડે. ઓનલાઈન આવેદન પ્રક્રિયા નીચે મુજબ છે.

Free Bus Pass Yojana Online Apply

  • esamajkalyan ની આધિકારીક વેબસાઇટ પર જાઓ.
  • Register New User વિકલ્પ પર ક્લિક કરીને પોતાની જાત ને રજીસ્ટર કરી લો.
  • User Id અને Password  નાખી ને Login કરી લો.
  • લૉગિન થયા બાદ વિકલાંગ મુસાફરી બસ પાસ યોજના પર ક્લિક કરો.
  • માંગવામાં આવેલી તમામ જાણકારી ભરી ને Submite કરી દો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો અને Submite Application પર ક્લિક કરી ને આવેદન સબમિટ કરી દો.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *