પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2021-22 | Download PMAY List 2022

પ્રધાનમંત્રી આવાસ યોજના :- ભારત દેશ માં હજુ ઘણા બધા લોકો ગરીબાઈ માં જીવે છે, અને ગરીબાઈ ને કારણે પોતાની પાસે પાકું રહેવાલયક મકાન નથી. તેઓ નાના એવા જુંપડા કે જર્જરિત મકાનો માં રહેતા હોય છે, જેમને ચોમાસામાં પાણી ટપકતા હોય ભારે મુશ્કેલીઓનો સામનો પડતો હોય છે. માટે સરકાર દ્વારા આવા લોકો ને મુશ્કેલીઓ નો સામનો ન કરવો પડે અને પોતાના સ્વપ્ન નું મકાન બનાવી શકે અને પોતાનું જીવન સારી રીતે પસાર થાય તે હેતુ થી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આજે આ આર્ટીકલ ના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના ની જાણકારી મેળવીશું.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના નો નવા વર્ષ 2022 નો લક્ષ્યાંક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને નવી સૂચિ તથા ફોર્મ પણ બહાર પડી દેવામાં આવ્યા છે, આ આર્ટીકલ ના માધ્યમ થી એવી સમજ આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ  પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2021-22 તથા PMAY List 2022 Download કેવી રીતે કરી શકશે.

શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના

દેશમાં મોટા ભાગ ના લોકો ગરીબી રેખા નીચે આવે છે, જેમને પોતાની ગરીબી ને કારણે ઘણી બધી સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે, તેમની પાસે પોતાની માલિકી નો પ્લોટ તો હોય છે પરંતુ તે પ્લોટ પર મકાન બનાવવા ની પહોચ નથી હોતી, માટે સરકાર દ્વારા આવા લોકો પોતાનું મકાન બનાવવાનું સપનું પૂરું કરી શકે અને પોતે તથા પોતાનો પરિવાર નું જીવન પાક્કા ઘર માં સુખમય રીતે પસાર થાય તે હેતુ થી “પ્રધાનમંત્રી આવાસ યોજના” શરૂ કરવામાં આવી છે.

4-4 વાર ફેઇલ થવા છતાં હિંમત ન હારી ને IPS Lakshya Pandey એ IPS ની પરીક્ષા પાસ કરી.. જાણો સંપૂર્ણ વિગત

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી “પ્રધાનમંત્રી આવાસ યોજના” અંતર્ગત જે લોકો પાસે પોતાની માલિકી નો પ્લોટ છે તેમાં મકાન બનાવવા માટે શહેરી વિસ્તાર માં 3,50,000 /- રૂપિયા ની સહાય અને ગ્રામ્ય વિસ્તાર માં 1,20,000 ની સીધી સહાય લાભાર્થીના બેન્ક ખાતામાં ચૂકવવા માં આવે છે. અને જે લોકો પાસે પોતાની માલિકી નો પ્લોટ નથી તે ગુજરાત સરકાર ની 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના અંતર્ગત મફત પ્લોટ મેળવીને પ્રધાનમંત્રી આવાસ યોજના માં સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકે છે.

પીએમએવાય અંતર્ગત મળવા પાત્ર સહાય

સરકાર દ્વારા દેશ ના ઘર વિહોણા ગરીબ અને મધ્યમ  વર્ગ ના લોકો માટે મકાન બનાવવા માટે સહાય દેવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર એટ્લે કે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાર માં પ્લોટ ધરાવતા લોકો ને આવાસ બનાવવા માટે રૂ.3,50,000/- ની સહાય ચૂકવવામાં આવશે, તથા ગ્રામીણ વિસ્તાર માં કે જે ગ્રામ પંચાયત વિસ્તાર માં હોય ત લોકો  ને 1,20,000/- ની સહાય ચૂકવવા માં આવસે. જો કે શહેરી વિસ્તાર માં મકાન પાકકું ધાબાવાળું બનાવવા નું રહે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નેવા વાળું મકાન પણ ચલાવી લેવા માં આવે છે. 

આ પણ વાંચો :-

સહાય કોને મળશે

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના દેશ ના ઘર વિહોણા પરિવારો માટે છે, જે અંતર્ગત સહાય મેળવવા માટે ની લાભાર્થી ની પાત્રતા નીચે મુજબ છે.

 • આવેદક ભારત દેશ નો નાગરિક હોવો જોઈએ.
 • આવેદક પાસે પોતાનો માલિકી નો પ્લોટ હોવો જોઈએ.
 • આવેદક ની ઉમર 18 વર્ષ થી વધુ હોવી જોઈએ.
 • આવેદક ના નામે કે તેના પરિવાર ના કોઈ પણ સભ્ય ના નામે દેશ ભર માં ક્યાય પાકકું મકાન ન હોવું જોઈએ.
 • આવેદક ના પરિવાર માં અપરણિત બાળકો અને માતા-પિતા નો સમાવેશ થશે.
 • ગ્રામ્ય વિસ્તાર માટે આવેદક ની વાર્ષિક આવક 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
 • શહેરી વિસ્તાર ના આવેદક ની વાર્ષિક આવક 2,50,000 થી વધુ ન હોવી જોઈએ.
 • જે લોકો પાસે પોતાની માલિકી નો પ્લોટ નથી તે ગુજરાત સરકાર ની 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના અંતર્ગત મફત પ્લોટ મેળવીને પ્રધાનમંત્રી આવાસ યોજના માં સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકે છે.

આવેદન માટે જરૂરી દસ્તાવેજો

 • અરજી ફોર્મ
 • આધાર કાર્ડ
 • ચૂંટણી કાર્ડ
 • રેશન કાર્ડ
 • બેન્ક ખાતાની વિગત 
 • જમીન માલિકી નો દસ્તાવેજ યા પુરાવો
 • આકારણી પત્રક
 • પાસપોર્ટ સાઈજ ફોટો
 • પોતે તથા પોતાના પરિવાર ના  નામે ભારતભર માં બીજે ક્યાય મકાન નથી તેવું સોગંદનમું
 • શહેરી વિસ્તાર માં ત્રિપક્ષીય કરાર.
 • પોતાના વારસદારો ના આધાર કાર્ડ 
 • મોબાઈલ નંબર

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2021-22

કોઈ ઇચ્છુક આવેદક પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય મેળવી ને પોતાના માલિકી ના પ્લોટ પર પાકકું મકાન બનાવવા ઈચ્છે છે તો તે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી ને પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2021-22 ડાઉનલોડ કરી શકશે.

અહિયાં ક્લિક કરો :- PMAY FORM 

વધુ માહિતી માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ની આધિકારિક વેબસાઇટ પર વિઝિટ કરો . ધન્યવાદ

13 thoughts on “પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2021-22 | Download PMAY List 2022”

 1. મુજે pm આવાસ યોજના કા મકાન બનાવવું સે ફોર્મ કયાંથી મળશે

  Reply
 2. પ્રધાન મંત્રી આવાશ યોજનાનું ફો્મ બરવુસે મારે માહિતી જોય એ સે સર

  Reply
  • તમોને જણાવી દઉં કે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના અંતર્ગત નવા આવેદનો ને બંદ કરવામાં આવ્યા છે, પરંતુ હા જે લોકો દ્વારા અગાઉ આવેદન કરેલ હતા અને મંજૂર થયી ગયા હતા પરંતુ સહાય લેવા માંગતા નથી તે લોકો ને રદ કરવામાં આવ્યા છે અને જેટલા આવાસો રદ કરવામાં આવેલ છે તેની સામે તેટલા જ નવા આવાસો મંજૂર કરવાના થાય છે, કારણ કે તે આવાસ ની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર ને ચૂકવી દેવામાં આવેલ હશે. આમ જો તમારા ગામ કે શહેર માં આવાસો રદ કરવામાં આવ્યા હોય તો નવા આવેદન ચાલુ હસે.

   Reply
 3. ઝાલા રજુસિહ પતાપસિહ ગામ ગઢવાડા પો બડોદરા તા તલોદ જી સાબરકાંઠા પિન 383305
  મારુ પધાનમંતી આવાસ યોજના કામ ચાલુ કરો સાહેબ

  Reply

Leave a Comment