E Olakh Gujarat | Download Birth & Death Certificate Online Process 2022

નમસ્તે દોસ્તો ! ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના થકી ગુજરાત રાજ્ય નો કોઈ પણ વ્યક્તિ E Olakh Gujarat Portal ના માધ્યમ થી જન્મ અને મરણ ના પ્રમાણપત્રો ડાઉનલોડ કરી શકે છે. આપણે આજે આ આર્ટીકલ ના માધ્યમ થી સમજીશું કે Birth & Death Certificate Online Download કેવી રીતે કરી શકાય.

શું છે E Olakh Gujarat ?

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં જન્મ અને મરણ ના દાખલા એટલે કે Death Certificate અને Birth Certificate મેળવવા માટે સરકારી કચેરીઓ ના ધક્કા ખાવા પડે છે. અમુક વાર તો વ્યક્તિ ને Death Certificate અને Birth Certificate સખત ઇમરજન્સી જરૂર હોય છે પરંતુ સરકારી કચેરીઓ ના નિયમો ને અને સરકારી કર્મચારીઓ ની બેદરકારી કારણે વારંવાર ધક્કા ખાવા પડે છે. અને વ્યક્તિ નું કામ અટકી પડે છે.

માટે આ સમસ્યા ને પહોચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા E Olakh Gujarat નામનું Portal લોંચ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ E Olakh Portal ના માધ્યમ થી હવે ગુજરાત રાજ્યનાં લોકો ને Death Certificate અને Birth Certificate ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકે છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ E Olakh પોર્ટલ ને કારણે હવે રાજ્યનાં લોકો ને જન્મ અને મરણ ના દાખલા મેળવવા માટે સરકારી કચેરીઓ ના ધક્કા ખાવાની જરૂર નૈ પડે. અને ઘરે બેઠા ઓનલાઇન ના માધ્યમ થી ડાઉનલોડ કરી શકશે.

Birth Certificate Online Download કરવા માટે જરૂરી દસ્તાવેજો.

રાજ્યનાં કોઈ પણ વ્યક્તિ નું કે જેનો જન્મ ગુજરાત રાજ્યમાં થયેલો છે તેનું જન્મ પ્રમાણપત્ર હવે ઘરે બેઠા E Olakh પોર્ટલ ના માધ્યમ થી ડાઉનલોડ કરી શકાશે. આ માટે નીચે મુજબ ના દસ્તાવેજો ની જરૂર પડશે.

  • જન્મનું પ્રમાણપત્ર online download કરવા માટે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
  • અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઇલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર online download કરવા સાચવી રાખવો જરૂરી છે.
  • દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર સાથે linked જન્મ નું પ્રમાણપત્ર online download કરી શકાશે.
  • જો દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર online download કરી શકાશે નહી.

આ પણ વાંચો :- 

Death Certificate Online Download કરવા માટે જરૂરી દસ્તાવેજો.

  • અરજી નંબર કે મોબાઇલ નંબર.
  • નોધણી નંબર.

How To Download Birth Certificate Online 

  • સૌ પ્રથમ Eolakh Gujarat.gov.in ની આધિકારિક વેબસાઇટ પર જાઓ.
  • હોમ પેજ પર દેખાતા Citizen Corner ના વિકલ્પ માં DOWNLOAD CERTIFICATE વિકલ્પ પર ક્લિક કરો.
  • DOWNLOAD CERTIFICATE પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે.
  • નવું ખુલેલ પેજ ને નીચે સ્ક્રોલ કરો. અને નીચે DOWNLOAD CERTIFICATE નામનું મેનૂ આવશે.
  • જેમાં પહેલા વિકલ્પ માં Birth વિકલ્પ પર ક્લિક કરો.
  • Serch By વિકલ્પ માં અરજી નંબર કે મોબાઈલ નંબર પસંદ કરો.
  • ત્રીજા નંબર ના વિકલ્પ માં પસંદ કરેલ અરજી નંબર કે મોબાઈલ નંબર દર્જ કરો.
  • કેપચા કોડ નાખી ને Search Data પર ક્લિક કરો.
  • નીચે જન્મ પ્રમાણ પત્ર ની વિગત આવી જશે.
  • Download વિકલ્પ પર ક્લિક કરો.
  • Birth Certificate Download થઈ જશે.

How To Download Death Certificate Online 

  • સૌ પ્રથમ Eolakh Gujarat.gov.in ની આધિકારિક વેબસાઇટ પર જાઓ.
  • હોમ પેજ પર દેખાતા Citizen Corner ના વિકલ્પ માં DOWNLOAD CERTIFICATE વિકલ્પ પર ક્લિક કરો.
  • DOWNLOAD CERTIFICATE પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે.
  • નવું ખુલેલ પેજ ને નીચે સ્ક્રોલ કરો. અને નીચે DOWNLOAD CERTIFICATE નામનું મેનૂ આવશે.
  • E Olakh Gujarat
  • જેમાં પહેલા વિકલ્પ માં Death વિકલ્પ પર ક્લિક કરો.
  • Serch By વિકલ્પ માં અરજી નંબર કે મોબાઈલ નંબર પસંદ કરો.
  • ત્રીજા નંબર ના વિકલ્પ માં પસંદ કરેલ અરજી નંબર કે મોબાઈલ નંબર દર્જ કરો.
  • કેપચા કોડ નાખી ને Search Data પર ક્લિક કરો.
  • નીચે મરણ પ્રમાણ પત્ર ની વિગત આવી જશે.
  • Download વિકલ્પ પર ક્લિક કરો.
  • Death Certificate Download થઈ જશે.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *