eBike Sahay Yojana Gujarat 2022 | બાઇક સબસિડી યોજના |

eBike Sahay Yojana Gujarat : નમસ્તે દોસ્તો ! ગુજરાત સરકાર દ્વારા વિધ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં વિદેશ માં ભણવા જવા માટે વિદેશ અભ્યાસ લોન સહાય યોજના , વિવિધ શિસ્યવૃતિ ને લગતી યોજનાઓ, નમો ટેબલેટ યોજના, વિધ્યાર્થીઓ ને ભણવા જવા માટે ebike sahay yojana gujarat વગેરે અલગ અલગ પ્રકારની યોજનાઓ નો સમાવેશ થાય છે, આજે અમો આ આર્ટીકલ ના માધ્યમ ઠાકોર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ના વિધ્યાર્થીઓ માટે  2021 માં શરૂ કરવામાં આવેલી બાઇક સબસિડી યોજના એટલે કે eBike Sahay Yojana Gujarat વિષે સંપૂર્ણ જાણકારી આપીશું.

શું છે ઈ બાઇક સહાય યોજના ( બાઇક સબસિડી યોજના )

આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા વિધ્યાર્થીઓ કે જે કોલેજ તથા વિવિધ ધોરણો માં અભ્યાસ કરતાં હોય છે, જે પૈકી ઘણા વિધ્યાર્થીઓ એવા હોય છે કે માતા-પિતા નો વ્યવસાય રોજીંદુ કમાવું અને રોજીંદુ ખાવું એટલે કે દાડિયા મજૂરો નું કામ કરતાં હોય છે. અને તેવા વિધ્યાર્થીઓ ને પોતાના ઘર થી દૂર શાળા કે કોલેજ માં જવા માટે સાઇકલ કે બસ મુસાફરી નો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ કોઈ વખત કોઈ સમસ્યાને કારણે તેઓ ને કોલેજ કે શાળા પહોચવામાં મોડુ પણ થઈ જવા પામે છે અને સાથે જ વિવિધ બાઇક કે બસો ના ધુમાડા ને કારણે પ્રદૂષણ નો પણ વધારો થાય છે,

માટે ગુજરાત સરકાર દ્વારા પ્રદૂષણ ની સમસ્યા ને દૂર કરવા તથા આવા ગરીબ વિધ્યાર્થીઓ પણ બાઇક ખરીદી શકે તે માટે 17 ડિસેમ્બર 2021 ના રોજ ઈ બાઇક સહાય યોજના એટલે કે બાઇક સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે, eBike Sahay Yojana અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા eBike એટલે કે પેટ્રોલ દ્વારા નહીં પણ બેટરી ના ચર્જિંગ થી ચાલતી એક એક્ટિવા અથવા બાઇક ખરીદવા પર 12000 (બાર હજાર) રૂપિયા સુધી ની સબસિડી કે સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર ની Bike Subsidy Yojana માં કેવી રીતે સહાય મેળવવી, કોને સહાય મળશે, આવેદન ફોર્મ ક્યાં મળશે, સબસિડી મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની  સંપૂર્ણ જાણકારી નીચે આપેલી છે.

eBike Sahay Yojana Gujarat

eBike Sahay Yojana નો લાભ કોને મળવાપાત્ર રહેશે?

ગુજરાત સરકાર દ્વારા eBike Sahay Yojana ફક્ત ગુજરાત રાજ્યના અભ્યાસ કરતાં વિધ્યાર્થીઑ માટે શરૂ કરવામાં આવી છે, આ યોજના પ્રદૂષણ ને ઓછું કરવા તથા ગરીબ વિધ્યાર્થીઑ ને મદદરૂપ થવા ના હેતુ થી શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત  eBike ખરીદી ને સહાય મેળવવા માટે અમુક પાત્રતાના ધોરણો નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

 • બાઇક સબસિડી યોજના નો લાભ માત્ર ગુજરાત રાજ્યના વિધ્યાર્થીઓને જ મળશે.
 • આ યોજના નો લાભ લેવા માટે વિધ્યાર્થી 9 માં ધોરણ થી 12 ધોરણ માં ભણતો હોવો જોઈએ.
 • કોલેજ કરતાં વિધ્યાર્થીઓ ને પણ આ યોજના અંતર્ગત સબસિડી મળવા પાત્ર રહેશે.
 • વિધ્યાર્થી ની ઉમર 13 વર્ષ કે તેથી વધુની હોવી જરૂરી છે.

Bike Subsidy Yojana Gujarat નો લાભ કેવી રીતે મળશે?

ગુજરાત સરકાર ની Bike Subsidy Yojana Gujarat અંતર્ગત સહાય ગુજરાત સરકાર દ્વારા અને જેડા દ્વારા નક્કી કરેલ ડિલરો કે ઉત્પાદકો પાસે થી ebike એટલે કે પેટ્રોલ થી નહીં પરંતુ ચારજેબલ બેટરી ના માધ્યમ થી ચાલતી બાઇક ની ખરીદી પર મળવા પાત્ર રહેશે. સદર યોજના અંતર્ગત કુલ એક વિધ્યાર્થીને એક ebike ખરીદવા પર 12000 રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવશે. અને બાઇક સબસિડી યોજના હેઠળ એક વિધ્યાર્થી ને માત્ર એક જ વાર સહાય કે સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટેની પ્રક્રિયા અમારા દ્વારા નીચે આપેલ છે.

આ પણ વાંચો :

બાઇક સબસિડી મેળળવા માટે જરૂરી દસ્તાવેજો

 • ચાલુ વર્ષ નું બોનોફાઇડ સર્ટિફિકેટ
 • અગાઉ ના વર્ષ ની માર્કશીટ ની નકલ
 • વિધ્યાર્થી ના આધાર કાર્ડ ની નકલ
 • જાતિનું પ્રમાણપત્ર
 • બેન્ક ખાતા ની વિગત
 • પાસપોર્ટ સાઈજ ફોટો
 • મોબાઈલ નંબર

eBike Sahay Yojana Application Process

 • સૌ પેલા એક ebike પસંદ કરો
 • ત્યારબાદ Geda.gujarat.gov.in પર થી અરજી પત્રક ડાઉનલોડ કરી લો.
 • Geda.gujarat.gov.in પર આપેલ અધિકૃત ડિલરો અને ઉત્પાદક ને પસંદ કરી લો જ્યાથી ebike મેળવવા નું છે.
 • આવેદન ફોર્મ માં માંગવામાં આવેલી માહિતી ભરી દો.
 • ફોર્મ ભરાઈ ગયા બાદ ઉપર જણાવ્યા મુજબ ના દસ્તાવેજો જોડી દો.
 • બાઇક ની ખરીદી કરી લો.
 • આવેદન ફોર્મ ડીલર કે Geda ની કચેરી માં જમા કરવી દો.
 • બાઇક સબસિડી યોજના અંતર્ગત મળવા પાત્ર સબસિડી ની રકમ બાઇક ખરીદ્યા પછી જ મળવા પાત્ર રહેશે.

Leave a Comment