esamajkalyan Gujarat Gov In 2022 :– ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગ ને મદદરૂપ થવા માટે અવાર નવાર ઘણી બધી યોજનાઓ ને શરૂ કરવામાં આવે છે. સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય પછાત વર્ગના વ્યક્તિઓનો આર્થિક વિકાસ અને સશક્તિકરણ કરવાનો છે. માટે ગુજરાત સરકાર દ્વારા પછાત વર્ગ ના લોકો ને વિવિધ યોજનાઓ થકી સહાય આપી ને અન્ય વર્ગો ની સરખામણી માં લાવવા માટે esamajkalyan Gujarat Gov In Portal ને શરૂ કરવામાં આવ્યું છે. આ આર્ટીકલ ના મધ્યમ થી અમો esamajkalyan Gujarat Gov In Portal વિષેની સંપૂર્ણ જાણકારી આપીશું.
શું છે esamajkalyan
ગુજરાત રાજ્યના પછાત વર્ગો ને અન્ય વર્ગો ની સરખામણી માં લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સમાજ કલ્યાણ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગ માં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નો સમાવેશ કરવામાં આવેલ છે, આ esamajkalyan વિભાગ દ્વારા પછાત વર્ગો જેવા કે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ, ના જીવન માં સુધાર લાવવા માટે વિવિધ યોજનાઓ થકી આ વર્ગો ને પણ અન્ય વર્ગો ની સરખામણી સદ્ધર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
esamajkalyan Gujarat Gov In Portal
ઉપરોક્ત વર્ગો ના જીવન શૈલી માં સુધાર લાવવા તથા એ વર્ગો પૈકી નિરાધાર વૃદ્ધો, વિધવા મહિલાઓ, અપંગ/દિવ્યાંગ વ્યક્તિઓ, અનાથ વ્યક્તિઓ ને સરકાર દ્વારા આપવામાં આવતી સીધી સહાય આ લોકો ના બેન્ક ખાતામાં મળી રહે તે હેતુ થી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા esamajkalyan Gujarat Gov In Portal શરૂ કરવામાં આવેલ છે,
આ પોર્ટલ ના માધ્યમ થી ઉપર જણાવ્યા મુજબ ની જાતિ ના વર્ગો ના ઉત્થાન માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી મૂકવામાં આવશે જે ની સંપૂર્ણ માહિતી esamajkalyan Gujarat Gov In Portal પર ઉપલબ્ધ કરવામાં આવશે. અને સહાય મેળવવા માટે પણ આ પોર્ટલ ના મધ્યમ થી સીધું આવેદન કરી શકાશે. આમ આ ગરીબ વર્ગ ના લોકો ને વિવિધ યોજનાઓ ના લાભ માટે સરકારી કચેરીઓ ના ધક્કા હવે નહીં ખાવા પડે. અને વિવિધ યોજનાઓ અંતર્ગત સીધી સહાય ઘરે બેઠા મળી શકસે.
esamajkalyan Gujarat Gov In Portal પર ઉપલબ્ધ યોજનાઓ
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા esamajkalyan Gujarat Gov In Portal શરૂ કરવામાં આવ્યું છે, અને જેમાં વિવિધ યોજનાઓ ની માહિતી અને તે યોજનાઓ માં સહાય મેળવવા માટે આવેદન કરવા માટે તેને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ esamajkalyan ના પોર્ટલ માં નીચે મુજબ ની યોજનાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. નીચે આપેલ તમામ યોજનાઓ માં આવેદક esamajkalyan ના પોર્ટલ દ્વારા ઓનલાઈન આવેદન કરીને સીધી સહાય મેળવી શકે છે.
- કુવરબાઈ નું મામેરું યોજના.
- દિવ્યાંગ લગ્ન સહાય યોજના.
- ડોક્ટર નો વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના.
- વકીન નો વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના.
- માનવ ગરિમા યોજના.
- વિધ્યાર્થીઓ ને વિદેશ માં અભ્યાસ માટે લોન સહાય યોજના.
- બેંકેબલ યોજના માટેની લોન સહાય યોજના.
- પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના.
- પાલક માતા-પિતા યોજના
- વૃદ્ધ સહાય યોજના.
- વિકલાંગ સાધન સહાય યોજના.
- દિવ્યાંગ વ્યક્તિઓ માટે બસ પાસ યોજના.
- સંત સૂરદાસ યોજના.
- વૃદ્ધ લોકો માટે રહેવાની જગ્યા માટે ની યોજના.
esamajkalyan ના પોર્ટલ દ્વારા વિવિધ યોજનાઓ માં ઓનલાઈન આવેદન કરવાની રીત
ગુજરાત સરકાર ના esamajkalyan gujarat gov in ના પોર્ટલ પર ઉપલબ્ધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા માટે નીચે ના સ્ટેપ ફોલ્લો કરવા પડશે.
- esamajkalyan gujarat gov in પોર્ટલ 2022 માં પોતાની જાતની નોધણી કરો.
- Login થયા બાદ Profile અપડેટ કરો.
- યોજના પસંદ કરી ને તે યોજના માં અરજી કરો.
- તમામ માહિતી ભર્યા બાદ અરજી સબમિટ કરો.
esamajkalyan Regisration પ્રક્રિયા
- સૌ પ્રથમ esamajkalyan gujarat gov in પોર્ટલ પર જાઓ.
- હોમ પેજ પર જમણી બાજુ માં New User? Please Register Here! વિકલ્પ પર ક્લિક કરો.
- આધાર કાર્ડ માં જે નામ છે તે પ્રમાણે નામ, જન્મ તિથી, આધાર કાર્ડ નંબર, જાતિ, મોબાઈલ નંબર, ની વિગત ભરી દો.
- એક પાસવોર્ડ પસંદ કરો અને પછી કેપ્ચા કોડ ભરી ને Register બટન પર ક્લિક કરી ને રજીસ્ટર કરી લો.
- જે મોબાઈલ નંબર નાખવા આવ્યો છે તે નંબર પર એક OTP આવશે તે નાખી ને રજીસ્ટર કરી દો.
- રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાખવામાં આવેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર User ID મોકલી દેવામાં આવશે.
esamajkalyan Gujarat Gov in Login પ્રક્રિયા
- સૌ પ્રથમ esamajkalyan gujarat gov in પોર્ટલ પર જાઓ.
- હોમપેજ પર જમણી બાજુ માં Citizen Login માં Registration Process સમયે આવેલ User ID અને પસંદ કરેલ password ભરી દો.
- User ID અને Password ભર્યા બાદ કેપ્ચા કોડ નાખી ને Login બટન પર ક્લિક કરો.
- સાચો User ID અને પાસવર્ડ નાખ્યો હસે તો Esamajkalyan પોર્ટલ પર લૉગિન થઈ જશો.