Garib Kalyan Mela 2022 Gujarat | ગરીબ કલ્યાણ મેળો Online Form, Application Form,

Garib Kalyan Mela 2022 Gujarat : આત્મનિર્ભર ભારત ! આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી નો એજ સંકલ્પ જેને સાર્થક બનાવવા માટે તેમણે પરિશ્રમ ની એવી પરાકાસ્ઠા કરી છે કે Good Governance વિશેના વિશ્વ સમુદાય ના દરેક પરિમાણો તેમના પરિશ્રમ સામે નામના બની ગયા છે. તેમણે દેશના કરોડો ગરીબો ના કલ્યાણ માટે કાર્યોની એવી હારમાળા સર્જી કે જેના પરિણામ સ્વરૂપે આજે કરોડો લોકો ના જીવનમાં સકારાત્મક પરીવર્તન થઈ રહ્યું છે. વડાપ્રધાન ની જેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ માને છે કે અંત્યોદય નો સંકલ્પ એજ આત્મનિર્ભર ભારત નો સંકલ્પ છે.

વર્ષ 2009-10 માં ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે તાજેતર ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંત્યોદય ના સંકલ્પ ને પરિપૂર્ણ કરવા માટે Garib Kalyan Mela Gujarat ની શરૂઆત કરવામાં આવેલ છે, જેના પરિણામ સ્વરૂપે રાજ્યના છેવાડાના લોકો નું પણ જીવન ધોરણ ધીરે ધીરે ઊંચું આવી રહ્યું છે. રાજ્યના કરોડો પરિવાર આત્મનિર્ભર બનતા ગરીબ કલ્યાણ મેળાનો મૂળભૂત હેતુ સાર્થક થઈ રહ્યો છે.

Garib Kalyan Mela 2022 Gujarat

ગરીબ કલ્યાણ મેળા ગુજરાત 2022

યોજના નું નામ ગરીબ કલ્યાણ મેળો 2022 (માનવ ગરિમા યોજના 2022)
કોના દ્વારા શરૂ કરવામાં આવીનરેન્દ્રભાઈ મોદી દ્વારા
ક્યારે શરૂ કરવામાં આવીવર્ષ 2009-10 માં
હેતુરાજ્યના ગરીબ લોકો ને મદદરૂપ થવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે
લાભાર્થીગુજરાત રાજ્યના ગરીબ લોકો
મળવા પાત્ર સહાયવ્યવસાય કરવા માટે જરૂરી સાધનો
આવેદન પ્રક્રિયાઓનલાઈન
ગરીબ કલ્યાણ મેળો 2022 ક્યારે છે24 થી 26 ફેબ્રુઆરી
આધિકારિક વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/

Garib Kalyan Mela 2022 Gujarat

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની રીતે મજૂરી તથા વ્યવસાય કરી ને સધ્ધર થાય અને તેઓને બીજા વ્યક્તિઓ પર નિર્ભર ના રહેવું પડે તે હેતુ થી Garib Kalyan Mela 2022 Gujarat શરૂ કરવામાં આવ્યા છે, આ ગરીબ કલ્યાણ મેળાઓ સરકાર ની Manav Garima Yojana 2022 અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે. Garib Kalyan Mela અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને નવો વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી સાધનો મફત માં આપવામાં આવે છે, આ સાધનો આપવા માટે સરકાર દ્વારા અવાર નવાર ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવે છે. અને વર્ષ 2022 ના ગરીબ કલ્યાણ મેળાઓ 24 થી 26 ફેબ્રુઆરી સુધી અલગ અલગ જિલ્લાઓ માં Garib Kalyan Mela 2022 Gujarat નું આયોજન કરવામાં આવશે.

Latest Update Of Garib Kalyan Mela Gujarat 2022 

  • વર્ષ 2022 માં ગુજરાત સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરીએ સુધી ગરીબ કલ્યાણ મેળાઓ નું આયોજન કરવામાં આવશે.
  • Garib Kalyan Mela ની શરૂઆત 2009 માં શરૂ કરવામાં આવી હતી.
  • 2009 થી લઈ ને આજ સુધી માં 11 ગરીબ કલ્યાણ મેળાઑ નું આયોજન થઈ ચૂક્યું છે.
  • 2009 થી આજ સુધી Garib Kalyan Mela Gujarat અંતર્ગત 1 કરોડ 47 લાખ ગરીબ લાભાર્થીઓ ને 26,676.69 કરોડ ની સહાય આપી દેવાંમાં આવી છે.
  • ગરીબ કલ્યાણ મેળા ગુજરાત અંતર્ગત રાજ્યના ગરીબ અને વંચિત વર્ગ ને સરકારી યોજનાઓનો સીધો લાભ એકદમ સરળતા થી પારદર્શી રીતે અને એક જ સ્થળે થી મળી રહે છે.
  • ગરીબ કલ્યાણ મેળા 2021-22 માં 33 જિલ્લા 4 મહાનગરો માં કુલ 37 મેળાઓ નું આયોજન કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :

Garib Kalyan Mela 2022 Gujarat અંતર્ગત સામેલ યોજનાઓ

Garib Kalyan Mela 2022 Gujarat

Garib Kalyan Mela 2022 Gujarat અંતર્ગત મળવાપાત્ર સાધનો

Garib Kalyan Mela Gujarat અંતર્ગત નીચે મુજબ ની કામગીરી કરવા માટે જરૂરી સાધનો મફત માં આપવામાં આવે છે.

  • કડીયાકામ માટે જરૂરી સાધનો
  • સેન્‍ટીંગ કામ માટે જરૂરી સાધનો
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ માટે જરૂરી સાધનો
  • મોચીકામ માટે જરૂરી સાધનો
  • દરજીકામ માટે જરૂરી સાધનો
  • ભરતકામ માટે જરૂરી સાધનો
  • કુંભારીકામ માટે જરૂરી સાધનો
  • વિવિધ પ્રકારની ફેરી માટે જરૂરી સાધનો
  • પ્લમ્બર માટે જરૂરી સાધનો
  • બ્યુટી પાર્લર માટે જરૂરી સાધનો
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ માટે જરૂરી સાધનો
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ માટે જરૂરી સાધનો
  • સુથારીકામ માટે જરૂરી સાધનો
  • ધોબીકામ માટે જરૂરી સાધનો
  • સાવરણી સુપડા બનાવનાર માટે જરૂરી સાધનો
  • દુધ-દહી વેચનાર માટે જરૂરી સાધનો
  • માછલી વેચનાર માટે જરૂરી સાધનો
  • પાપડ બનાવટ માટે જરૂરી સાધનો
  • અથાણા બનાવટ માટે જરૂરી સાધનો
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ માટે જરૂરી સાધનો
  • પંચર કીટ માટે જરૂરી સાધનો
  • ફ્લોર મીલ માટે જરૂરી સાધનો
  • મસાલા મીલ માટે જરૂરી સાધનો
  • રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો) માટે જરૂરી સાધનો
  • મોબાઇલ રીપેરીંગ માટે જરૂરી સાધનો
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ) માટે જરૂરી સાધનો
  • હેર કટીંગ (વાળંદ કામ) માટે જરૂરી સાધનો
  • રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

Garib Kalyan Mela

આવેદન માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • રૅશન કાર્ડ
  • બેન્ક પાસબૂક
  • રહેઠાણ નો પુરાવો
  • જાતિ નો દાખલો
  • આવક નો દાખલો
  • પાસપોર્ટ સાઈજ ફોટો
  • મોબાઈલ નંબર
  • અનુભવ નું પ્રમાણપત્ર

Garib Kalyan Mela 2022 Gujarat Application Process

  • esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
  • પોતાની જાત ને રજીસ્ટર કરો.
  • લૉગિન કરો.
  • માનવ ગરિમા યોજના પર ક્લિક કરો.
  • જે સાધનો સહાય રૂપે મેળવવા માંગતા હોય તે વ્યવસાય પર ક્લિક કરો.
  • માંગવામાં આવેલી જરૂરી તમામ માહિતી ભરી દો.
  • આવેદન Submit કરી દો.
  • આવેદન ની પ્રિન્ટ કાઢી sign કરી ને અપલોડ કરી દો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરી ને Final Submit કરી દો.

આ પણ વાંચો :

6 thoughts on “Garib Kalyan Mela 2022 Gujarat | ગરીબ કલ્યાણ મેળો Online Form, Application Form,”

  1. Hu vikalang chu ane rehva nu bhada na ghar ma che ane ane mare byuti parlour nu aavde che to ae saman male to saru

Leave a Comment

Your email address will not be published.