દેશી ગાય યોજના ફોર્મ 2021-22 | ગાય આધારિત ખેતી યોજના | Gay Sahay Yojana |

Gay Sahay Yojana :- નમસ્તે દોસ્તો ! ગુજરાત રાજ્યના મોટાભાગ ના લોકો નો વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અને ગુજરાત ના લોકો ગાય ને માતા માને છે. જો કે ગાય નું દૂધ ખૂબ જ લાભદાયી છે, અને તેના મલમૂત્ર થી તૈયાર થતું ખાતર પણ ખૂબ જ ખેતર ના પાક માટે ઉપયોગી નીવડે છે. માટે ગુજરાત સરકાર દ્વારા “દેશી ગાય આધારિત ખેતી યોજના” શરૂ કરવામાં આવી છે. આજે આ આર્ટીકલ માં માધ્યમ થી અમો ગુજરાત સરકાર ની Gay Sahay Yojana 2022 વિષેની સપૂર્ણ જાણકારી આપીશું.

શું છે ગાય સહાય યોજના

ગુજરાત રાજ્યના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે, માટે ગુજરાત સરકાર દ્વારા આ વ્યવસાય ને વિકસાવવા માટે અને ખ્દુતો તથા પશુપાલકો ના જીવન ને વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ પશુપાલન યોજનાઓ અને ખેતી લક્ષી યોજનાઓ અમલી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ગાય ને માતા સમાન દરજ્જો આપવામાં આવે છે. કારણ કે ગાય નું દૂધ અને ઘી ખૂબ જ લાભદાયી છે. સાથે સાથે ગાય ના મળમૂત્ર નું ખાતર ખેતર ની જમીન માં નાખવામાં આવે તો જમીન ની ફળદ્રુપતા માં સુધારો થાય છે અને પાક સારો પાકે છે, પરંતુ ખેડૂતો પાસે ગાયો નું પ્રમાણ ખૂબ જ ઓછું છે,માટે ખેતીની જમીન માં ફળદ્રુપતા લાવવા તથા ગાયો ના નિભાવ માટે ગુજરાત સરકાર દ્વારા “દેશી ગાય આધારિત ખેતી સહાય યોજના” ને અમલી કરવામાં આવી છે.ગુજરાત સરકાર ની Gay Sahay Yojana અંતર્ગત જે ખેડૂત પાસે દેશી ગાય હસે અને તે પોતાની ખેતી ગાય ના મળ-મૂત્ર દ્વારા કરતો હસે તો સરકાર દ્વારા આ ગાય ના નિભાવ માટે ખેડૂત ને પ્રતિ માહ 900 રૂપિયાની સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો :- 

મળવા પાત્ર સહાય

ગુજરાત સરકાર ની દેશી ગાય સહાય યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જે ખેડૂત ભાઈ ઑ દેશી ગાય આધારિત ખેતી એટ્લે કે ગાય ના મળમૂત્ર નું ખાતર બનાવી ને ખેતર માં નાખી ને ખેતી કરે છે તેવા ખેડૂતો ને દેશી ગાય ના નિભાવ માટે પ્રતિ મહિને 900 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત આપવામાં આવતી સહાય ની રકમ સરકાર દ્વારા ખેડૂત ના બેન્ક ખાતામાં DBT ના મધ્યમ થી પ્રતિમાહ ચૂકવવામાં આવશે.

આવેદક ની પાત્રતા

 • આવેદક ખેડૂત હોવો જોઈએ
 • આવેદક ગુજરાત રાજ્ય નો હોવો જોઈએ.
 • અરજદાર ખેડૂત આઈડેંટીફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઈએ.
 • લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
 • ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઇએ.
 • એક ખાતા નમુના નંબર 8-અ મુજબ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
 • ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ લીધેલ હોવી જોઈએ.આવેદન પ્રક્રિયા

ગુજરાત સરકાર ની Gay Sahay Yojana અંતર્ગત સહાય મેળવવા માટે આવેદક ઉપર મુજબ ની આવેદક ની પાત્રતા ધરાવતો હોવો જોઈએ અને નીચે જણાવેલ આવેદન માટે દસ્તાવેજો ધરાવતો હોવો જોઈએ. જો ઉપર મુજબ આવેદક પાત્રતા ધરાવે છે તો ગુજરાત સરકાર ની Gay Sahay Yojana અંતર્ગત સહાય મેળવવા માટે Online Ikhedut Portal ના માધ્યમ થી આવેદન કરવા નું રહેશે, જેની પ્રક્રિયા નીચે જણાવેલ છે.

આવેદન માટે જરૂરી દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • 7/12 8-અ ના ઉતારા
 • બેન્ક પાસબૂક
 • રાશન કાર્ડ 
 • જાતિ નો દાખલો
 • ગાય નો ટેગ નંબર
 • દૂધ ઉત્પાદક મંડળી ના સભ્ય હોય તો તેનો દાખલો.

દેશી ગાય યોજના ફોર્મ 2021-22

આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે કોઈ જાત ના ફોર્મ ની જરૂર નથી કારણ કે સહાય મેળવવા માટે આવેદન કરવાની પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા Online રાખવામા આવી છે.Gay Sahay Yojana Online Apply

 • Ikhedut Portal પર જાઓ
 • યોજના ના વિકલ્પ માં અન્ય યોજનાઓ પૈકી આત્માની પ્રાકુર્તિક યોજનાઓ પર ક્લિક કરો
 • માંગવામાં આવેલી તમામ માહિતી ભરી ને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો.
 • દસ્તાવેજો અપલોડ કર્યા બાદ આવેદન સબમિટ કરી દો.
 • આવેદન ની પ્રક્રિયા પૂર્ણ થઈ.

1 thought on “દેશી ગાય યોજના ફોર્મ 2021-22 | ગાય આધારિત ખેતી યોજના | Gay Sahay Yojana |”

Leave a Comment