સબસીડી યોજના 2022 | Gujarat Government New Subsidy Scheme 2022 |

નમસ્કાર મિત્રો !! આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી નવી સબસિડી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જે ગુજરાત સરકાર નું ખૂબ જ પ્રશંસનીય કામ છે. આજે અમારા દ્વારા આ આર્ટીકલના માધ્યમથી ગુજરાત સરકાર ની નવા વર્ષ 2022 ની નવી સબસીડી યોજના 2022 વિષે સંપૂર્ણ જાણકારી આપીશ.

દર વર્ષ ની જેમ ગુજરાત સરકાર દ્વારા 2022 ના નવા વર્ષ ના ઈનામ રૂપે ગુજરાત ની જનતાને નવી સબસીડી યોજના 2022 ના રૂપ માં 7 સબસિડી યોજનાઓ અમલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર ની આ સબસીડી યોજના 2022 અંતર્ગત 7000 થી લઈ ને 75000 સુધીની સબસિડી મળવા પાત્ર થાય છે. ગુજરાત સરકાર દ્વારા અમલી કરેલી સબસીડી યોજના 2022 ની સંપૂર્ણ જાણકારી માટે તમારે અમારા આ આર્ટીકલ ને પૂરું વાંચવું પડશે.Gujarat Government New Subsidy Scheme 2022

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 2022 ની ગિફ્ટ રૂપે ગુજરાત ના લોકો માટે 7 નવી સબસિડી યોજનાઓ અમલી કરવામાં આવી છે. અને આ યોજનાઑ માં લાભ લેવા માટે આવેદન કરવાના ચાલુ થઈ ગયેલા છે. જે યોજનાઓ નીચે મુજબ છે.

 1. મહિલા સમૃદ્ધિ યોજના ( MSY)
 2. માઇક્રો ક્રેડિટ ફાઇનન્સ યોજના (MCF)
 3. મહિલા અધિકારિતા યોજના (MAY)
 4. ગારબેઝ ડિસ્પોઝલ યોજના
 5. પેસેંજર ઓટો રિક્ષા સહાય યોજના
 6. પશુપાલન યોજના ડેરી યુનિટ
 7. જીપ-ટેક્ષી સહાય યોજના

સબસીડી યોજના 2022 ની જાણકારી

 • ગુજરાત રાજયના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુ થી ગુજરાત સરકાર દ્વારા 2022 માં સબસિડી યોજના 2022 તરીકે અલગ અલગ 7 યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે.
 • ગુજરાત સરકાર ની આ યોજના અંતર્ગત ગુજરાત રાજયના સફાઈ કામદારો ને આ સહાય નો લાભ મળવા પાત્ર રહેશે. • સફાઈ કામદારે સબસિડી યોજના 2022 ની 7 યોજનાઓ પૈકી ગમે તે યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે.
 • આ યોજનાઓ માં સહાય મેળવવા માટે esamajkalyan.gujarat.gov.in પર જઈ ને ઓનલાઇન આવેદન કરવાનું રહેશે.
 • આ યોજનાઓ માં ગુજરાત સરકાર દ્વારા રાજયના સફાઈ કામદારો ને 7,000 થી લઈ ને વધુમાં વધુ 8 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે.

પાત્રતા

 • અરજદાર મૂળ ગુજરાત રાજય નો રહેવાસી હોવો જોઈએ.
 • અરજદાર 18 વર્ષ થી નાની વય નો ન હોવો જોઈએ.
 • અરજદાર ની ઉમર 50 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
 • અરજદાર સફાઈ કામદાર કે તેનો આશ્રિત હોવો જોઈએ.
 • નક્કી કરેલ સંખ્યા કરતાં વધારે આવેદનો આવશે તો ડ્રો ની પધ્ધતિ થી આવેદનો સ્વીકારવામાં આવશે.
 • બીપીએલ/વિધવા/તકતા/વિકલાંગ અને આવક મર્યાદા ધરાવતા આવેદકો ની પ્રથમ પસંદગી કરવામાં આવશે.
 • અરજદાર દ્વારા કે અરજદાર ના કુટુંબ પૈકી કોઈપણ વ્યક્તિએ સરકારશ્રીની કોઈપણ યોજના હેઠળ ધિરાણ મેળવેલ ન હોય તેને જ આ યોજના હેઠળ સબસિડી માટે સહાય આપવામાં આવશે. • વાહન ખરીદવા માટેની સહાય મેળવવા માટે અરજી કરતાં આવેદક પાસે વાહન ચલાવવાનું લાઇસન્સ હોવું જોઈએ.
 • લોન મેળવ્યા બાદ નિગમ દ્વારા નિયત કરેલ સમય મર્યાદા માં આવેદકે જો ભરવાની થતી રકમ ની ભરપાઈ કરેલ હશે તો જ આ સબસિડી યોજના 2022 અંતર્ગત સબસિડી ચૂકવવામાં આવશે અન્યથા સબસિડી રૂપે સહાય મળશે નહીં.

આ પણ વાંચો :- 

મળવા પાત્ર સબસિડી 

અ.નં યોજના નું નામ યોજના અંતર્ગત મળવાપાત્ર સબસિડી
1 મહિલા સમૃદ્ધિ યોજના ( MSY) અંકે 60 હજાર રૂપિયા સુધી ની સહાય
2 માઇક્રો ક્રેડિટ ફાઇનન્સ યોજના (MCF) અંકે 60 હજાર રૂપિયા સુધી ની સહાય
3 મહિલા અધિકારિતા યોજના (MAY) અંકે 1 લાખ રૂપિયા સુધી ની સહાય
4 ગારબેઝ ડિસ્પોઝલ યોજના અંકે 6 લાખ રૂપિયા સુધી ની સહાય
5 પેસેંજર ઓટો રિક્ષા સહાય યોજના અંકે 2 લાખ રૂપિયા સુધી ની સહાય
6 પશુપાલન યોજના ડેરી યુનિટ અંકે 1 લાખ રૂપિયા સુધી ની સહાય
7 જીપ-ટેક્ષી સહાય યોજના અંકે 8 લાખ રૂપિયા સુધી ની સહાય

3 thoughts on “સબસીડી યોજના 2022 | Gujarat Government New Subsidy Scheme 2022 |”

Leave a Comment