ગુજરાત સરકાર દ્વારા દરેક સમાજ ના વિકાસ માટે અલગ અલગ નિગમો બનાવી ને સમાજ ના ઉત્કર્ષ અને વિકાસ માટે નવી નવી યોજનાઓ ને અમલી કરવામાં આવે છે. આ પૈકી Gujarat Thakor And Koli Vikas Nigam Loan Yojana જે ગુજરાત રાજ્યના ઠાકોરો અને કોળી વિકાસ ના ઉત્કર્ષ અને વિકાસ માટે શરૂ કરવામાં આવી છે. Gujarat Thakor And Koli Vikas Nigam Loan Yojana અંતર્ગત યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા ઠાકોર સમાજ ના લાભાર્થીઓ જે નવા વ્યવસાય કરવા ઈચ્છે છે તેમણે લોન-ધિરાણ આપવામાં આવશે.
આ આર્ટીકલ માં અમારા દ્વારા ગુજરાત સરકાર ના Gujarat Thakor And Koli Vikas Nigam દ્વારા અમલી Thakor And Koli Vikas Nigam Loan Yojana વિષેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ જાણકારીમાં નિગમ વિષે, નિગમના ઉદેશયો, નિગમની પ્રવૃર્તિઓ, લોન કઈ રીતે મળશે, Thakor And Koli Vikas Nigam Loan Yojana Form PDF, gujarat thakor and koli vikas nigam online apply, Document List વગેરો ની સમાવેશ કરેલ છે.
Gujarat Thakor And Koli Vikas Nigam
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર અને કોળી તથા આ સમાજની પેટા જાતિઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ બોર્ડ ની રચના કરવામાં આવી છે. અને સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૧૩/૯/ર૦૦ર ના ઠરાવથી આ બોર્ડ ને Gujarat Thakor And Koli Vikas Nigam માં રૂપાંતરિત કરવામાં આવેલ છે.
Gujarat Thakor And Koli Vikas Nigam શરૂ કરવા નો ઉદેશ્ય
- ગુજરાત રાજયમાં ઠાકોર એટલે કે કોળી સમાજ સૌથી મોટો વસ્તીનો સમુદાય ધરાવતો સમાજ છે. પરંતુ આ સમાજ અને તેની પેટા જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે ખૂબ જ પછાત હોવાના કારણે ગુજરાત સરકાર દ્વારા ઠાકોર અને કોળી સમાજ અને તેમની પેટાજાતિઓનો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવેલ છે.
- ગુજરાત રાજયમાં ઠાકોર અને કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે એટલે કે ખૂબ જ નહિવત પ્રમાણમાં છે અને આ સમાજમાં સ્ત્રીઓમાં પણ શિક્ષણનું પ્રમાણ નહીવત છે.આ સમાજનો મોટો વર્ગ અભણ,અજ્ઞાન અને રૂઢિચુસ્ત હોવાથી સમાજની રૂઢિમાન્યતાઓ, વંશ પરંપરાગત અને અંધશ્રધ્ધા પર આધારીત છે. તેમજ રીત રિવાજ પણ ઘણાં ખર્ચાળ હોવાથી ઠાકોર અને કોળી સમાજના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી છે. આ તમામ પરિબળોને કારણે ઠાકોર અને કોળી સમાજનો પુર્ણ પણે વિકાસ થઇ શકયો નથી.
Read Also: Kyoko & Jaihsnkar’s Love Story
- માટે રાજયમાં ઠાકોર અને કોળી સમાજના લોકો અન્ય વિકસીત સમાજના લોકોની હરોળમાં આવી શકે તે હેતુસર ઠાકોર અને કોળી સમાજના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતાં જરૂરીયાત મંદ લોકો સ્વમાનભેર સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બની જીવનમાં ઉન્નતિ કરી શકે તે ઉદેશથી નિયત આવક મર્યાદા અને પાત્રતા ધ્યાનમાં લઇ નીચે દર્શાવેલ વિવિધ યોજનાઓ હેઠળ લોન આપવામાં આવે છે.
- કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટેની યોજનાઓ.
- લઘુ ઉઘોગો, કારીગરી અને પરંપરાગત ધંધા-વ્યવસાય માટેની યોજનાઓ
- સેવાકીય ધંધા/વ્યવસાય અને પરિવહન સેક્ટર માટેની યોજનાઓ.
GTKVN 2022 ની કામગીરી
- ઠાકોર અને કોળી તથા તેની પેટા જાતિઓ ના ઉત્કર્ષ માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે જે આવશ્યક જણાય તે કામગીરી હાથ ધરવી.
- આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ તેમજ વિકાસ માટે લોન-ધિરાણ આપવું.
GTKVN Loan Yojana અંતર્ગત આપવામાં આવતી સહાય
આ સમાજના નિગમ બોર્ડ દ્વારા અલગ અલગ 6 યોજનાઓ અંતર્ગત લોન આપવામાં આવે છે, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ લોન યોજના અંતર્ગત ૫૦ હજાર થી લઈ ને ૧૫ લાખ રૂપિયા સુધી ની લોન સસ્તા વ્યાજદર સાથે આપવામાં આવે છે. અલગ અલગ 6 યોજનાઓ નીચે મુજબ છે.
- નાના ધંધા અથવા વ્યવસાય લોન યોજના :- આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ના ઠાકોર અને કોળી સમાજ નિગમ દ્વારા અરજદારને 2 લાખ રૂપિયા સુધીની લોન વાર્ષિક 6% ના વ્યાજદર સાથે આપવામાં આવે છે.
- વાહન લોન યોજના :- આ યોજના અંતર્ગત અરજદાર ને નવું વાહન ખરીદવા માટે નિગમ દ્વારા 4 લાખ રૂપિયા સુધીની લોન વાર્ષિક 6% ના વ્યાજદર સાથે આપવામાં આવે છે.
- ઉચ્ચ શૈક્ષણિક યોજના :- આ યોજના અંતર્ગત નિગમ દ્વારા અરજદાર ના બાળકો ને વિદેશ ભણવા મોકલવા કે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે 15 લાખ રૂપિયા સુધીની લોન છોકરીઑ ને 3.5% ના વાર્ષિક વ્યાજદરે અને છોકરાઓને 4%ના વાર્ષિક વ્યાજદર સાથે આપવામાં આવે છે.
- સ્વયં સક્ષમ યોજના :- આ યોજના અંતર્ગત નિગમ દ્વારા અરજદારને 5 લાખ રૂપિયા સુધીની 6%ના વાર્ષિક વ્યાજદર સાથે આપવામાં આવે છે.
- માઇક્રોફાઇનન્સ યોજના :- આ યોજના અંતર્ગત નિગમ દ્વારા અરજદારને નાનો માઇક્રો ટાઈપનો વ્યવસાય કે ધંધો શરૂ કરવા માટે 80,000 રૂપિયા સુધીની લોન 5% વાર્ષિક વ્યાજદર સાથે આપવામાં આવે છે.
- મહિલા સમૃદ્ધિ યોજના :- મહિલાઓને પોતાનો ઘરગથું વ્યવસાય શરૂ કરવા માટે 1.25લાખ રૂપિયા સુધીની લોન 4%ના વાર્ષિક વ્યાજદર સાથે આપવામાં આવે છે.
ક્રમ | યોજનાનુ નામ | કેટલી લોન આપશે ? | વ્યાજદર
( વાર્ષિક ) |
1 | નાના ધંધા અથવા વ્યવસાય લોન યોજના | 2 લાખ રૂપિયા સુધી | 6 % |
2 | વાહન લોન યોજના | 4 લાખ રૂપિયા સુધી | 6 % |
3 | ઉચ્ચ શૈક્ષણિક યોજના | 15 લાખ રૂપિયા સુધી | 3.5% છોકરી માટે
4 % છોકરા માટે |
4 | સ્વયં સક્ષમ યોજના | 5 લાખ રૂપિયા સુધી | 6 % |
5 | માઇક્રોફાઇનાન્સ યોજના | 80 હજાર રૂ, સુધી | 5 % |
6 | મહિલા સમૃધ્ધિ યોજના | 1.25 લાખ રૂ. સુધી | 4 % |
લોન લેવા માટેની પાત્રતા
- અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર યા કોળી તથા તે પૈકીની પેટાજાતિના હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂ. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાય માટે લોન મેળવવા અનુભવ હોવો જરૂરી છે.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
આ પણ વાંચો :-
- વાજપાઈ લોન યોજના અંતર્ગત નવો ધંધો શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધી ની લોન.
- ગમે તે બેન્ક માં લોન કેવી રીતે મેળવવી જાણો સંપૂર્ણ વિગત.
- નવું ફોર વિલર લેવા માટે લોન એ પણ સાવ સસ્તા દરે જાણો સંપૂર્ણ વિગત
લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ
- આવેદક નું આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- બેન્ક ખાતાની વિગત
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- જાતિ નો દાખલો
- આવક નો દાખલો
- વ્યવસાય તાલીમ નું સર્ટિફિકેટ જો હોય તો.
- કોઈ પણ ધંધાના અનુભવ નું પ્રમાણપત્ર
- કોટેશન
Gujarat Thakor And Koli Vikas Nigam Loan online apply
- gtkdc.apphost.in વેબસાઇટ પર જાઓ.
- Apply Online પર ક્લિક કરો.
- માંગવામાં આવેલ જાણકારી ફિલ કરી સબમિટ પર ક્લિક કરો.
- Upload Photo પર ક્લિક કરી ને ફોટો અપલોડ કરો.
- Upload Document પર ક્લિક કરી દસ્તાવેજો અપલોડ કરો.
- દસ્તાવેજો અપલોડ કર્યા બાદ Confirm Application પર ક્લિક કરી આવેદન Confirm કરી લો.
- આવેદન ની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થઈ.
Thakor And Koli Vikas Nigam Loan Status Check
- gtkdc.apphost.in વેબસાઇટ પર જાઓ.
- Application Status પર ક્લિક કરો.
- Application Number અને જન્મ તારીખ ફિલ કરો.
- Check Application Status બટન પર ક્લિક કરો.
- તમારા આવેદન ની સ્થિતિ દેખાઈ આવશે.
Thakor Kodi vikasha Johan keyre chalu tha chhe
Mare loan mate arji form aapelu che 9-11-021 na roj to haju sudhi loan Mali Nathi sar
Form kyare chalu thashe
2o22..lon.hajusudhi..kem.
Mali..nathi..kayre..malse
I need loan
ડોક્યુમેંટ 25/11/2021 ના રોજ નીગમ આપ્યા હતા અને આજ દિન સુધી 03/06/2022 હજુ સુધી લોન મળી નથી કેમ????
ડોક્યુમેંટ 25/11/2021 ના રોજ નીગમ આપ્યા હતા અને આજ દિન સુધી 03/06/2022 હજુ સુધી લોન મળી નથી કેમ????રીપ્લે આપવા વિનંતી
હજુ સુધિ લોન નથી મળી
હજુ સુધી લોન મળી નથી
પૂછીને જણાવસો સર
પીન્ટુ ભાઈ ભલા ભાઈ બારીયા
Autoreksha mate loan form keyre Bhara che
19/10/2021 nu fom aapyu che haju Paisa ni aapya
2021 ne lon keyare malse
એકવાર ગાંધીનગર નિગમ જઈને મુલાકાત લઈ આવો
JAY NE AAVYA KAHE 6E KE THA6E
Mari argi tatha document censal chek pan api didhela she paisha mLya nathi
Please inform us about swayam saxam yojana’s starting date & process
Sure
Small scale ind.chalu karvi chhe.
Nigamni lon keyare malse
વધુ જલ્દી હોય તો ગાંધીનગર નિગમ ની મુલાકાત લઈ ને લોન ની સ્થિતિ તપાસી શકાય છે.
લૉન આપો છો કે ખાલી લોલીપોપ આપો છો
ભાઈ લોન અમે નથી આપતા અમે માત્ર લોન ની માહિતી આપી છે.
તમે આવો ભેગા તો જઈ આવિએ
Lon aapvi che ke khali lokoni gumar karo cho
સર 2022 લોન ના ફોમ કયા રે ભરાસે
march 2023 ma
Shaheb keyare lon thase
13 October re amari loan Nathi avi