આઈ ખેડૂત પશુપાલન યોજના 2022 | @ikhedut Pashupalan Yojana Gujarat 2022

આઈ ખેડૂત પશુપાલન યોજના :- ભારત એક ખેતી પ્રધાન દેશ છે. અને અહીના મોટા ભાગના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. માટે સરકાર દ્વારા અવારનવાર ખેતી અને પશુપાલન ને લગતી નવી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. જે પૈકી ગુજરાત રાજ્યના 60% લોકો નો મુખ્ય વ્યવસાય પણ ખેતી અને પશુપાલન નો છે, માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતો અને પશુપાલકો ના જીવન ના વિકાસ અને ઉન્નતિ માટે વિવિધ ઘણી બધી યોજનાઓ ને અમલી કરવામાં આવી છે. આજે અમો આ આર્ટીકલ ના માધ્યમથી ગુજરાત સરકાર ની @ikhedut Pashupalan Yojana 2022 વિષે ની જાણકારી મેળવીશું.

આઈ ખેડૂત પશુપાલન યોજના શું છે ?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો અને પશુપાલકો ના જીવન ના વિકાસ અને ઉન્નતિ માટે ઘણી બધી ખેતી અને પશુપાલન ને લગતી યોજનાઓ શરૂ કરી છે. ગુજરાત સરકાર દ્વારા ખેતી અને પશુપાલન ને લગતી તમામ યોજનાઓ @ikhedut.gujarat.gov.in નામ ના પોર્ટલ એટ્લે કે સરકારી વેબસાઇટ પર મૂકવામાં આવે છે. ખેડૂતો અને પશુપાલકો ikhedut.gujarat.gov.in પર વિઝિટ કરી ને વિવિધ સરકાર દ્વારા અમલી કરવામાં આવેલ યોજનાઓ ની જાણકારી અને તે યોજનાઓ માં મળતી સહાય મેળવવા માટે આવેદન ઘરે બેઠા કરી શકે છે.

ikhedut Pashupalan Yojana Gujarat 2022

સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ને ખેડૂતો અને પશુપાલકો માટે મૂકવામાં આવી છે, જેમાં ખેડૂતો માટે ખેતી લક્ષી યોજનાઓ અને પશુપાલકો માટે પશુપાલન યોજનાઓ નો સમાવેશ થાય છે. આ આર્ટીકલ માં આપણે ગુજરાત સરકાર ની આઈ ખેડૂત પશુપાલન યોજનાઓ 2022 વિષે જાણકારી મેળવીશું.

સરકાર દ્વારા શરૂ કરેલ આઈ ખેડૂત પશુપાલન યોજનાઓ ની યાદી

ગુજરાત સરકાર દ્વારા પશુપાલન ના વ્યવસાય ને વેગ મળે અને આ વ્યવસાય ને વેગ મળવાથી પશુપાલકો ના જીવન માં સધ્ધરતા આવે તે હેતુ થી ઘણી બધી પશુપાલન યોજનાઓ ને શરૂ કરવામાં આવી છે. જે પૈકી @ikhedut Pashupalan Yojana Gujarat 2022 ની યાદી નીચે મુજબ છે.

 1. પશુ ખાણદાણ યોજના
 2. ગાય-ભેસ ખરીદવા માટે લોન સહાય યોજના
 3. અકસ્માતે પશુ સહાય યોજના
 4. તબેલા માટે સહાય યોજના
 5. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
 6. દેશી ગાય સહાય યોજના
 7. બકરા યુનિટ સહાય યોજના
 8. ધુધાળા પશુઓ માટે ફાર્મ બનાવવા માટે સહાય યોજના
 9. મરઘાં એકમ સહાય યોજન
 10. કેટલ શેડ બનાવવા માટે સહાય યોજના
 11. વાછરડી ના જન્મ પર સહાય યોજના

આ પણ વાંચો :- 

પશુ ખાણદાણ યોજના

ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પશુપાલન યોજના અંતર્ગત Pashu Khan Dan Yojana અંતર્ગત પશુપાલકો કે જેઓ ગાય ભેસ નું દૂધ સહકારી મંડળી ની દૂધ ડેરી ઑ માં આપે છે, તેવા પશુપાલકો માટે ગાય અને ભેશ માટે દૂધ સહકારી મંડળી મારફતે સસ્તા દરે પશુ દાણ આપવામાં આવશે. Pashu Dan Yojana અંતર્ગત પશુપાલક ને  150 કિલોગ્રામ પશુ ખાણ દાણ ની ખરીદી પર  50 % ની સહાય આપવામાં આવે છે.

પશુપાલન લોન યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પશુપાલન યોજના અંતર્ગત PashuPalan Loan Yojana 2022 અંતર્ગત ગુજરાત રાજ્યના ખેડૂતો અને પશુપાલકો ને પશુ જેવા કે ગાય અને ભેસ ખરીદવા માટે સસ્તા વ્યાજદર સાથે લોન આપવામાં આવશે. 

અકસ્માતે પશુ સહાય યોજના

આઈ ખેડૂત પશુપાલન યોજના અંતર્ગત અકસ્માતે પશુ સહાય યોજના અંતર્ગત પશુઓમાં આવતાં અસાઘ્ય રોગચાળા એન્થ્રેક્ષ, બર્ડફલ્યુ તથા હડકવા અને પોઈઝનીંગ (ફુડ,સ્નેક બાઈટ, કેમીકલ પોઈઝનીંગ વિગેરે) માં રોગચાળા મહારોગચાળા સમયે ૫શુ-મરઘાં-બતક ના મૃત્યુ થતાં હોય છે. ત્યારે ખાસ કરીને ૫શુ -મરઘાં-બતક રાખતા ગરીબ પશુપાલકોને મોટુ નુકશાન થાય છે અને આવા ૫શુ-મરઘાં-બતક રાખતા પશુપાલકો ની રોજી રોટી છીનવાઈ જાય છે અને ૫શુ-મરઘાં-બતકાં રાખતા પશુપાલકો નિરાધાર બની જાય છે આવા સંજોગોમાં ૫શુ-મરઘાં-બતક રાખતા પશુપાલકો ને ૫શુ-મરઘાં-બતકાંની બજાર કિંમતના પ્રમાણમાં વ્યાજબી આર્થિક મદદ મળી રહે અને તાત્કાલિક ૫શુ-મરઘાં-બતકાં રાખતા પશુપાલકો પુનઃ પોતાનો વ્યવસાય શરૂ કરે તેવા હેતુથી આ યોજનાનું અમલીકરણ કરવાનું નકકી કરેલ છે.

અકસ્માતે પશુ સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય નીચે મુજબ છે

૫શુની વિગત વળતરની રકમ વળતર માટે કુટુંબ દીઠ મહતમ સહાય.
ગાય-૧ રૂા. ૧૬,૪૦૦/- ૨-પશુઓ માટે
ભેંસ-૧ રૂા. ૧૬,૪૦૦/- ૨- પશુઓ માટે
બળદ-૧ રૂા. ૧૫,૦૦૦/- ૨- પશુઓ માટે
પાડા-પાડી-વાછરડા-વાછરડી-૧ (છ માસથી ઉપરના) રૂા. ૧૦,૦૦૦/- ૨- પશુઓ માટે
ગદર્ભ, પોની અને ખચ્ચર-૧ રૂા. ૧૦,૦૦૦/- ૨- પશુઓ માટે
ઘેટાં-બકરાં (પુખ્ત વયના)-૧ રૂા. ૧,૬૫૦/- ૧૦૦- પશુઓ માટે
ઊંટ-ઘોડા (પુખ્ત વયના)-૧ રૂા.૧૫,૦૦૦/- ૨- પશુઓ માટે
મરઘાં-બતકાં- (પુખ્ત વયના)-૧ રૂા. ૩૭/- પ્રતિ પક્ષી ૪૦-પક્ષીઓ માટે (રૂા.૪૦૦/- ની મર્યાદામાં)

તબેલા માટે સહાય યોજના

આઈ ખેડૂત પશુપાલન યોજના અંતર્ગત તબેલા સહાય યોજના અંતર્ગત પશુપાલક ને પશુઓ ના રક્ષણ માટે તબેલો બનાવવા માટે 20 લાખ રૂપિયા સુધી ની લોન આપવામાં આવશે. આ યોજના અંતર્ગત કોઇપણ ખેડૂત,વ્યક્તિગત સાહસિકો, એનજીઓ,કંપનીઓ, સંગઠીત કે અને અસંગઠીત જૂથ સહાય મેળવી શકે છે અને આ લોન પર કૂલ મુડી રોકાણની ટોચમર્યાદામાં જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે 25 % જ્યારે 33.33% SC/ST લાભાર્થીઓ માટે સબસિડી આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત 1લી સપ્ટેમબર 2010માં કરવામાં આવી હતી.

પશુપાલન યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદક ની પાત્રતા 

ગુજરાત સરકાર ની પશુપાલકો માટે શરૂ કરવામાં આવેલી વિવિધ આઈ ખેડૂત પશુપાલન યોજનાઓ અંતર્ગત મળતી સહાય મેળવવા માટે આવેદક ની પાત્રતા નીચે મુજબ છે.

 • આવેદક લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
 • આવેદક ખેડૂત કે પશુપાલક હોવો જોઈએ.
 • આવેદક પાસે જરૂરી જમીન હોવી જોઈએ
 • આવેદક પાસે મોબાઈલ નંબર હોવો જોઈએ.

ikhedut Pashupalan Yojana માં આવેદન કરવા માટે જરૂરી દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • રાશન કાર્ડ
 • બેન્ક ખાતાની વિગત
 • મોબાઈલ નંબર
 • 7/12 8અ ના ઉતારા
 • પશુપાલન ના વ્યવસાય નું તાલીમ પ્રમાણપત્ર
 • જો સરકારી મંડળી ના સભ્ય હોય તો તેનું પ્રમાણપત્ર

આઈ ખેડૂત પશુપાલન યોજના આવેદન પ્રક્રિયા

 • સૌપ્રથમ ikhedut.gujarat.gov.in પોર્ટલ પર જાઓ.
 • હોમ પેજ પર ના “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
 • “પશુપાલન ની યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
 • જે યોજના માં આવેદન કરવાનું હોય તે યોજના પર ક્લિક કરો.
 • માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી ભરી દો.
 • જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો.
 • અને આવેદન ને સબમિટ કરી દો.
 • તમારી આઈ ખેડૂત પશુપાલન યોજના આવેદન પ્રક્રિયા અહી પૂર્ણ થઈ.

1 thought on “આઈ ખેડૂત પશુપાલન યોજના 2022 | @ikhedut Pashupalan Yojana Gujarat 2022”

Leave a Comment