ikhedut portal 2022 : સૌ જાણે છે કે ગુજરાત રાજ્ય એ એક ખેતીપ્રધાન રાજ્ય છે, કારણ કે અહી 70% થી વધુ લોકો ગામડા માં રહે છે અને તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે, આ ખેડૂતો પૈકી ઘણા ખેડૂતો તો ખેતી ની આવક ને કારણે ઘણાબધા સુખી છે, પરંતુ 40% ખેડૂતો શિક્ષણના અભાવ અને ગરીબી ને કારણે તથા આધુનિક ખેતી ન કરવાને કારણે તથા ખેતી માટે જરૂરી સાધનો ની કમી ના કારણે હજુ સુધી જોવે તેવી આવક ખેતી માથી મેળવી શકતા નથી. અને આ કારણસર પોતાના પરિવાર નું જીવન ગુજરાન થાય તેટલી આવક મેળવી ને સંતોષાઈ જાય છે,
પરંતુ જ્યારે કોઈ કુદરતી આફત/આપતી જેવી કે દુષ્કાળ, અતિવૃસ્ટી, અનાવૃસ્ટી, વરસાદ ન થવો કે વરસાદ વધુ થઈ જવો વગેરે પરિણામો ના કારણે પાક ના પાકે ત્યારે આવા ખેડૂતો ને પોતાનું તથા પોતાના પરિવારનું જીવન ગુજરાન કરવું બહુ જ મુશ્કેલ બની જવા પામે છે. અને ઘણા ખેડૂતો આવી પરિસ્થિતી સહન ન કરી શકવા ને કારણે આત્મહત્યા જેવા પગલાં ભરે છે અને મોત ને ભેટે છે, અને ખેડૂતની આત્મહત્યા કરવાથી તેનો પરિવાર પર મુશ્કેલી માં મુકાઇ જાય છે. આવા બધા ઘણા કારણોસર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ના હિત ને ધ્યાન માં રાખી ને Ikhedut.Gujarat.Gov.In ને શરૂ કરવામાં આવી છે, આ વેબસાઇટ પર એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે જેને લોકો Ikhedut Portal તરીકે ઓળખે છે.
આજના આ આર્ટીકલ માં અમો Ikhedut.Gujarat.Gov.In Portal વિષે સંપૂર્ણ જાણકારી આપીશું જેમાં વર્ષ 2022 માં Ikhedut Portal 2022 માં શું સુધારા કરવામાં આવ્યા, portal પર શેની જાણકારી આપવામાં આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, કોઈ પણ યોજનામાં આવેદન કેવી રીતે કરવું, ikhedut portal 7/12, 7/12 ની નકલ online, અરજી નું સ્ટેટસ કેવી રીતે તપાસવું, યોજનાઓ ની જાણકારી કેવી રીતે મેળવવી, registration Process, Login પ્રક્રિયા, અને ikhedut portal 2022 અંગેની સંપૂર્ણ જાણકારી નો સમાવેશ કરવામાં આવેલ છે.
Ikhedut Portal 2022 શું છે? |
---|
ભારત એક ખેતી પ્રધાન દેશ છે, અને ભારતના 70% લોકો ગામડામાં વસવાટ કરે છે.ગામડામાં વસવાટ કરતાં લોગો પૈકી 80% લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી છે. સરકાર ને જેટલી આવક ખેતી માથી મળે છે ટેલિ આવક બીજા કોઈ સ્ત્રોતો તરફ થી મળતી નથી, આ માટે જુદા જુદા રાજ્યની સરકાર પોતાના રાજ્યના ખેડૂતો માટે ખેડૂતો ના હિત માટે વિવિધ યોજનાઓ લાગુ કરવા માં આવેલ છે, જેમાં ગુજરાત સરકાર અને ગુજરાત કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો ના હિત માટે Ikhedut.Gujarat.Gov.In 2022 ની શરૂઆત કરવામાં આવી છે.
ikhedut portal 2022 ની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ખેતી કલ્યાણ વિભાગ ના પરામર્શ માં રહીને શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ખેડૂતો માટે શરૂ કરવામાં આવતી વિવિધ કલ્યાણકરી યોજનાઓ ની જાણકારી તથા લાભ રાજ્યના ખેડૂતો ને ઘરે બેઠા સહેલાઈ થી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે તે હેતુ થી શરૂ કરવામાં આવ્યું છે. તથા ખેડૂતો તથા આની વ્યક્તિઓ પણ હવામાન, વિવિધ કૃષિ પેદાશો ની જાણકારી, બજાર ભાવો, સંસ્થાઓ ની જાણકારી શહેલાઈ પૂર્વક મેળવી શકે તે હેતુ થી શરૂ કરવામાં આવેલ છે.
ikhedut.gujarat.gov.in 2022 અંતર્ગત મુખ્ય સેવાઓ |
---|
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ખેતી કલ્યાણ વિભાગ ના પરામર્શ માં રહીને ખેડૂતો ના હિત માટે શરૂ કરવામાં ikhedut.gujarat.gov.in 2022 Portal માં નીચે મુજબ ની મુખ્ય સેવાઓ ની જાણકારી સહેલાઈ થી રાજ્યના ખેડૂતો તથા અન્ય વ્યક્તિઓ મેળવી શકે છે.
- ખેતી, પશુપાલન, મત્સ્યપાલન, મરઘાં પાલન વિષેની વિવિધ યોજનાકીય લાભો અને અરજી કરવાની જાણકારી.
- ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતોની જાણકારી.
- ખેતી, પશુપાલન, મત્સ્યપાલન, મરઘાં પાલન માટે ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી.
- અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
- કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવો ની જાણકારી.
- હવામાન ની જાણકારી.
- ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ.
- ખેતીની જમીન ખાતાની વિગતો.
આઇ ખેડૂત પોર્ટલ માં રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ |
- આધાર કાર્ડ
- 7/12 8-A ના ઉતારા
- બઁક ખાતાની પાસબૂક
- મોબાઈલ નંબર
- વ્યવસાય નું પ્રમાણપત્ર (જરૂર પડ્યે)
Ikhedut Portal Gujarat 2022 ના લાભાર્થીની પાત્રતા |
- આવેદક ખેડૂત હોવો જોઈએ.
- ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- ખેડૂત પાસે ખેતી લાયક જમીન હોવી જોઈએ.
- ખેતી લાયક જમીન ખેડૂત ના પોતાના નામે હોવી જોઈએ.
- ખેડૂત ખેતી કરતો હોવો જોઈએ.
- ખેડૂત નાનો અને સીમાંત ખેડૂત હોવો જોઈએ.
- મરઘાંપાલન ની વિવિધ યોજનાઑ માં સહાય મેળવવા માટે વ્યક્તિ મરઘાંપાલન નો વ્યવસાય કરતો હોવો જોઈએ.
- મત્સ્યપાલન ની વિવિધ યોજનાઓ માં સહાય મેળવવા માટે વ્યક્તિ/આવેદક મત્સ્યપાલન નો વ્યવસાય કરતો હોવો જોઈએ.
- પશુપાલન ની વિવિધ યોજનાઓ માં સહાય મેળવવા માટે વ્યક્તિ/આવેદક પશુપાલન નો વ્યવસાય કરતો હોવો જોઈએ.
Ikhedut Portal 2022 પર આવેદન ચાલુ Yojana ની માહિતી કેવી રીતે મેળવવી |
ikhedut portal ગુજરાત પર ખેતી, પશુપાલન, મત્સ્યપાલન, મરઘાં પાલન વિષેની વિવિધ યોજનાકીય લાભો અને અરજી કરવાની જાણકારી આપવામાં આવે છે, પરંતુ આ યોજનાઓ માં સહાય મેળવવા માટે આવેદન કરવા માટે સરકાર દ્વારા અમુક સમયગાળો નક્કી કરવામાં આવેલ છે, આમ ikhedut portal ગુજરાત પર આપવામાં આવેલ યોજનાઓ માં સહાય મેળવવા માટે આવેદન સરકાર દ્વારા નક્કી કરેલ સમયગાળામાં જ કરી શકાય છે, તાજેતર માં ikhedut portal Gujarat 2022 પર કઈ કઈ યોજનાઑ માં આવેદન ચાલુ છે તે નીચે મુજબ ની પ્રક્રિયાથી જાની શકાય છે.
- ikhedut.gujarat.gov.in Portal પર જાઓ.
- હોમપેજ પર દેખાતા મુખ્ય મેનૂ માં “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
- નવા પેજ પર 2 કોસ્ટક ખૂલસે.
- જેમાં પ્રથમ “ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન / જમીન અને જળ સંરક્ષણ ની યોજનાઓ” ની જાણકારી આપવામાં આવેલ છે.
- અને બીજા કોસ્ટક માં “અન્ય યોજનાઓ” ની જાણકારી આપવામાં આવેલ હસે.
- આ કોસ્ટકો માં વિભાગ માં યોજનાઓ ના નામ આપવામાં આવ્યા છે.
- પછી ની કૉલમ માં કુલ ઘટકો માં તમામ I Portal khedut પર ઉપલબ્ધ યોજનાઑ હસે.
- ચોથા નંબર ની કૉલમ માં હાલમાં ઉપલબ્ધ ઘટકો ની જાણકારી આપવામાં આવેલ હસે, જેમાં હાલ માં આવેદન કરવા માટે ઉપલબ્ધ યોજનાની સંખ્યા આપવામાં આવી હસે.
- 6 નંબર ની કૉલમ માં “વિગતો માટે અહી ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- જેમાં એક નવું પેજ ખૂલસે જેમાં આવેદન માટે ઉપલબ્ધ યોજનાઓ ના નામ ખૂલસે.
Ikhedut Portal 2022 Yojana List |
ક્રમ નં. | યોજના નું નામ | આવેદન સ્થિતિ |
1 | સામાન્ય વર્ગના ખેડૂતો માટે: પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીન | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
2 | કૃષિ યાંત્રિકીકરણ માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડરની યોજના | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
3 | સેલ્ફ પ્રોપેલેડ,૧૪ ફીટ કટર બાર સુધી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
4 | સામાન્ય ખેડૂતો માટે : (ટ્રેકટર / પાવર ટીલર ખરીદવા પર સહાય યોજના) | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
5 | ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
6 | કલ્ટીવેટર ખરીદવા માટે સહાય યોજના | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
7 | ગ્રાઉન્ડનટ ડીગર ખરીદવા માટે સહાય યોજના | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
8 | ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ) ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
9 | ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ) ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
10 | ટ્રેકટર ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
11 | ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
12 | તાડપત્રી ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
13 | પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ) ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
14 | પમ્પ સેટ્સ ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
15 | પ્લાઉ (તમામ પ્રકારના ) ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
16 | પ્લાન્ટર (અન્ય પ્રકારના ) ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
17 | પશુ સંચાલીત વાવણીયો ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
18 | પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
19 | પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
20 | પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
21 | પાવર ટીલર ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
22 | પાવર થ્રેસર ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
23 | પોટેટો ડીગર ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
24 | પોટેટો પ્લાન્ટર ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
25 | પોસ્ટ હાર્વેસ્ટના સાધનો ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
26 | પોસ્ટ હોલ ડીગર ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
27 | ફાર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
28 | ફાર્મ મશીનરી બેંક – ૨૫ લાખ સુધીના | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
29 | ફાર્મ મશીનરી બેંક (પસંદ કરેલ જીલ્લો/ ગામ) | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
30 | બ્રસ કટર ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
31 | બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)) ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
32 | માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન) ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
33 | માલ વાહક વાહન ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
34 | રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
35 | રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના) ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
36 | રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ) ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
37 | રોટાવેટર ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
38 | લેન્ડ લેવલર ખરીદવા માટે સહાય | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
39 | લેસર લેન્ડ લેવલર ખરીદવા માટે સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
40 | વ્હીલ હો (આંતરખેડનું સાધન) | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
41 | વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના ) ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
42 | વિનોવીંગ ફેન ખરીદવા માટે સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
43 | વોટર કેરીંગ પાઇપલાઈન ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
44 | શ્રેડર/ મોબાઇલ શ્રેડર ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
45 | સબસોઈલર ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
46 | સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
47 | સ્માર્ટફોન ની ખરીદી પર સહાય ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
48 | સોલર લાઇટ ટ્રેપ ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
49 | હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ – ૧૦૦ લાખ સુધીના ખરીદવા પર સબસિડી | તા 21/02/2022 થી 21/03/2022 સુધી |
50 | પ્લગ નર્સરી (વનબંધુ) | તા 21/02/2022 થી 21/02/2022 સુધી |
51 | ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના | તા 16/11/2021 થી 28/02/2022 સુધી |
52 | મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ | તા 08/07/2021 થી 28/02/2022 સુધી |
53 | ખાનગી એકમો ઉધોગસાહસિકો તથા અન્ય ધ્વારા આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના માટે સહાય | 21/02/2022 સુધી |
54 | ઈન્સ્યુલેટેડ બોક્ષ (દરીયાઇ) | 21/02/2022 સુધી |
55 | ગીલનેટ સહાય | 21/02/2022 સુધી |
56 | જમ્બો પ્લાસ્ટીક ક્રેટ ખરીદી પર સહાય | 21/02/2022 સુધી |
57 | ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ઓબીએમ / આઇબીએમ મશીન પર સહાય | 21/02/2022 સુધી |
58 | ટોઇલેટ સહાય | 21/02/2022 સુધી |
59 | દરિયાઈ ફીશીંગબોટ માટેના એન્જીન ખરીદવા ઉપર સહાય | 21/02/2022 સુધી |
60 | દરિયામાં માછીમારી કરતી બોટો માટે ફલેક સ્લરી આઇસ મશીન | 21/02/2022 સુધી |
61 | દરીયાઇ માછીમારોને બોટ માટે જી.પી.એસ. સહાય | 21/02/2022 સુધી |
62
|
નાની સોલાર ડ્રાયર | 21/02/2022 સુધી |
63 | પગડીયા સહાય (દરીયાઇ) | 21/02/2022 સુધી |
64 | પ્રોસેસીંગ પ્લાન્ટ અપગ્રેડેશન | 21/02/2022 સુધી |
65 | પોલી પ્રોપીલીન રોપની ખરીદી પર સહાય | 21/02/2022 સુધી |
66 | મટેરિયલ મેન્યુઅલિ હેન્ડલિંગ સ્ટેકર ખરીદી પર સહાય | 21/02/2022 સુધી |
67 | માછીમારી બોટોનું આધુનિકરણ અને અઘતન કરવાની યોજના | 21/02/2022 સુધી |
68 | મોટી સોલાર ડ્રાયર | 21/02/2022 સુધી |
69
|
લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ | 21/02/2022 સુધી |
70 | વેલ્યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય | 21/02/2022 સુધી |
71 | સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓને ફ્રીઝર ખરીદી ઉપર સહાય | 21/02/2022 સુધી |
72 | સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓનેડીપ રેફ્રીજરેટર વાનની ખરીદી ઉપર પ૦ ટકા સહાય | 21/02/2022 સુધી |
ikhedut portal ગુજરાત યોજના માં આવેદન કરવાની રીત |
- ikhedut.gujarat.gov.in Portal પર જાઓ.
- હોમપેજ પર દેખાતા મુખ્ય મેનૂ માં “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
- નવા પેજ પર 2 કોસ્ટક ખૂલસે.
- જેમાં પ્રથમ “ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન / જમીન અને જળ સંરક્ષણ ની યોજનાઓ” ની જાણકારી આપવામાં આવેલ છે.
- અને બીજા કોસ્ટક માં “અન્ય યોજનાઓ” ની જાણકારી આપવામાં આવેલ હસે.
- જે વિભાગ ની યોજના માં આવેદન કરવા માંગતા હોય તે વિભાગ ની પસંદગી કરો.
- યોજનાનુ નામ પસંદ કરી ‘અરજી કરી’ વિકલ્પ પર ક્લિક કરો.
- રેજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો. અને આગળ વધો વિકલ્પ પર ક્લિક કરો.
- જમીન નો સર્વે નંબર પસંદ કરો.
- માંગવામાં આવેલ જાણકારી ને ભરી દો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો અને આવેદન સબમિટ કરી દો.
- આવેદન ની પ્રિન્ટ કરી દો અથવા આવેદન નંબર ને સારી જગ્યા એ નોધી દો.
- આવેદન ની પ્રક્રિયા અહી પૂર્ણ થાય છે.
ikhedut portal Application Status Check |
- ikhedut.gujarat.gov.in Portal પર જાઓ.
- હોમ પેજ પર “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- ડાઇરેક્ટ અરજી સ્ટેટસ ચેક કરવા અહી ક્લિક કરો :- Check I Khedut Application Status
- “ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો?” આ વિકલ્પ માં યોજનાનો વિભાગ પસંદ કરો.
- “તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છો?” વિકલ્પ માં તમે અરજી નું સ્ટેટ્સ સેના દ્વારા જોવા માંગો છો તે પસંદ કરો.
- અરજી ક્રમાંક નાખો.
- કેપ્ચા નાખી ને આધાર કાર્ડ ના છેલ્લા 4 આંકડા નાખી ને “અરજીનું સ્ટેટસ તપાસો” પર ક્લિક કરો.
- તમારી અરજી નું સ્ટેટસ તમારી સામે ખૂલી જશે.