ગુજરાત માં ૬૦% લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે. આ માટે ગુજરાત સરકાર અને કૃષિવિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા આ ૬૦% લોકો ને પોતાના વ્યવસાય માં સરળતા રહે અને તેઓ ખેતી અને પશુપાલન નું કામ આંગળીના ટેરવે થી ઘરે બેઠા ઓનલાઈન કરી શકે તે માટે પ્રયાશો કરવામાં આવી રહ્યા છે.
આ માટે તેમના દ્વારા ઘણી બધી યોજનાઓ અમલ માં મૂકી છે તથા ચાલુ યોજનાઓ માં જરૂરી સુધારાઓ કરી ને પશુપાલકો અને ખડૂતો ની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને આ યોજનાઓ તથા પશુપાલન અને ખેતી ને લગતી તમામ જાણકારી એક જ પ્લેટફોર્મ પર મળી રહે અને તે પણ ઘરે બેઠા મોબાઈલના માધ્યમ થી ઓનલાઈન મળી રહે તે માટે ગુજરાત સરકાર, કૃષિ વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સાથે મળી ને Ikhedut Portal 2022-23 ની શરૂઆત કરવામાં આવી છે.
જો તમે પણ ખેડૂત કે પશુપાલક છો તો તમારા માટે Ikhedut Portal 2023 બહુ જ અગત્યનું પ્લેટફોર્મ છે, આ આર્ટીકલ માં અમારા દ્વારા Ikhedut Portal 2023 વિષે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
Short Details About Ikhedut Portal 2023
નામ | Ikhedut Portal 2023 |
શરૂઆત નું વર્ષ | માર્ચ ૨૦૧૬ |
શરુ કરનાર | કૃષિ વિભાગ અને પશુપાલન વિભાગ |
લાગુ રાજ્ય | ગુજરાત |
લાભાર્થીઓ | ખેડૂતો અને પશુપાલકો |
ઉદેશ્ય | ખેડૂતો અને પશુપાલકો ને તેમના વ્યવસાય ને લગતી તમામ જાણકારી મેળવવા માં સરળતા રહે અને તમામ યોજનાઓ નો લાભ ઘરે બેઠા મેળવી શકે. |
આધિકારિક વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
I Khedut 2023 કોના માટે શરુ કરવામાં આવ્યું છે?
- ખેડૂતો
- પશુપાલકો
- ફેરિયાઓ
- માછીમારો
- છૂટક વેપારીઓ
- માળી
- નાના વ્યવસાયિકો
I Khedut 2023 પર ઉપલબ્ધ જાણકારી
ગુજરાત સરકાર કૃષિવિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા I Khedut 2023 Portal ગુજરાત ના ખેડૂતો અને પશુપાલકો ને પોતાને લગતા વ્યવસાય માં સરળતા રહે અને તેમના માટે સરકાર દ્વારા અમલ માં મુકવામાં આવતી તમામ યોજનાઓનો લાભ ઘરે બેઠા કોઈ પણ વચેટિયા ની કે અધિકારી ની કનગડત વગર સહાય મળી રહે તથા બજાર ભાવો અને અન્ય ખેતી તથા પશુપાલન ના વ્યવસાય ને લગતા પ્રશ્નો નું સમાધાન એક જ પ્લેટફોર્મ પર મળી રહે તે માટે શરુ કરવામાં આવ્યું છે. I Khedut 2023 Portal પર નીચે મુજબ ની જાણકારી આપવામાં આવે છે.
- યોજનાઓ ની જાણકારી અને તેમાં સહાય મેળવવા માટે આવેદન કરવાની પ્રક્રિયા.
- યોજનામાં આવેદન કરેલ હોય તો તેની સ્થિતિ જાણવાની પ્રક્રિયા.
- હવામાન ની જાણકારી.
- ખેતી તથા પશુપાલન વ્યવસાય ને લગતા પ્રશ્નો નું સમાધાન.
- ખેતી ના પાકો ના બજાર ભાવો.
- ખેતી માટે જરૂરી સાધનો ના વિવિધ ભાવો અને તેના ડીલરો ના સંપર્ક નંબર તથા જાણકારી.
- નાના અને સીમાંત વ્યવસાયિકો જેવા કે ફેરિયાઓ, માછીમારો, છૂટક વેપારીઓ ને લગતી યોજનાઓ ની જાણકારી અને તેમાં સહાય મેળવવા માટે આવેદન કરવાની પ્રક્રિયા.
- ખેડૂતો અને પશુપાલકો ને ધિરાણ આપતી સંસ્થાઓ ની માહિતી અને તેને લગતી જાણકારી.
- વિવિધ અરજી પત્રકો.
- ઓનલાઈન બોજા નોધણી ની માહિતી.
- કિસાન ક્રેડીટ કાર્ડ માં આવેદન અને તેને લગતી અન્ય જાણકારી.
- સરકાર ના ટેકાના ભાવો ની જાણકારી.
- વિવિધ ગંજ બજાર ના દરરોજ ના ભાવો.
- વિવિધ પાકો ના બીજ કે રોપાઓ ની જાણકારી.
- વિવિધ પાકો અને તેની ખેતી ની પ્રક્રિયા ની જાણકારી.
- આધુનિક ખેતી વિષે ની જાણકારી.
- I Khedut 2023 એપ્સ
I Khedut 2023 બજાર ભાવો
આઈ ખેડૂત પોર્ટલ ૨૦૨૩ ના માધ્યમ થી વિવિધ પાકો ના ગંજ બજાર ના દરરોજ ના ભાવો ની જાણકારી સરળતા થી ઓનલાઈન ઘરે બેઠા મળી રહે છે. I Khedut 2023 બજાર ભાવો જાણવા માટે નીચે મુજબ ના સ્ટેપ્સ ને અનુસરવાના રહે છે.
- ikhedut.gujarat.gov.in પર જાઓ.
- હોમ પેજ પર દેખાતા “બજાર ભાવ” વિકલ્પ પર ક્લિક કરો.
- નવા પેજ પર ૫ પ્રકાર ના બજાર ભાવ ના વિકલ્પ જોવા મળશે.
- ૧. રાજ્ય, બજાર, જણસી પ્રમાણે દૈનિક રીપોર્ટ
- ૨. બજાર/જણસી પ્રમાણે દૈનિક રીપોર્ટ
- ૩. નિર્દિષ્ટ અઠવાડીયા દરમિયાન જણસી
- ૪. પાછલા અઠવાડીયા દરમિયાન જણસી
- ૫. પાછલા અઠવાડીયા દરમિયાન બજાર ભાવ
- જે પૈકી એક ની પસંદગી કરો.
- પાક, રાજ્ય, જીલ્લો, માર્કેટ અને તારીખ ની પસંદગી કરી Go બટન પર કલીક કરો.
- તમારા દ્વારા પસંદ કરેલ પાક નો ભાવ પસંદ કરેલ માર્કેટ મુજબ આવી જશે.
Ikhedut Portal 2023 Yojana List
આઈ ખેડૂત પોર્ટલ ૨૦૨૩ ના માધ્યમ થી સરકાર દ્વારા પશુપાલકો અને ખેડૂતો તથા માછીમારો ને લગતી જે પણ માવી યોજનાઓ અમલ માં મુકવામાં આવે છે તે તમામ ને Ikhedut Portal 2023 પર મુકવામાં આવે છે. આ તમામ યોજનાઓ માં લાભ લેવા ઈચ્છુક અરજદાર ઘરે બેઠા મોબાઈલ ના માધ્યમ થી ઓનલાઈન અરજી કરી શકે છે. Ikhedut Portal 2023 Yojana List નીચે મુજબ છે.
ખેતી ને લગતી યોજનાઓ નું લીસ્ટ
- ટ્રેક્ટર સહાય
- મોબાઈલ સહાય
- તાડપત્રી સહાય
- પ્લાઉ ખરીદવા સહાય
- કલ્ટીવેટર ખરીદવા સહાય
- ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
- ગ્રાઉન્ડનટ ડીગર ખરીદવા સહાય
- ચાફ કટર ખરીદવા સહાય
- પેડી ટ્રાન્સ પ્લાન્ટર
- પશુ સંચાલિત વાવણીયો ખરીદવા સહાય
- ગોડાઉન બનાવવા માટે સહાય
- એગ્રો સર્વિસ/પ્રોવાઈડર યુનિટ માટે સહાય
- કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે સહાય
- માલ વાહક વાહન ખરીદવા માટે સહાય
- પાવર ટીલર ખરીદવા સહાય
- થ્રેસર ખરીદવા સહાય
- ડીગર ખરીદવા સહાય
- ફોર્મ મશીનરી બેંક -10 લાખ સુધીના સહાય
- બ્રસ કટર ખરીદવા સહાય
- સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ ખરીદવા સહાય
- સોલર લાઈટ ટ્રેપ સહાય
- ખેતર ફરતે કંટાળી વાડ કરવા સહાય
- પાણીના ટાંકા બનાવવા સહાય
- અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે સહાય
- અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના
- અનાનસ (ટીસ્યુ) યોજના
- અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ બનાવવાની યોજના
- ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના
- ઉત્પાદન એકમ માટેની યોજના
- ઓઈલ પામ વાવેતર વિસ્તાર માટેની યોજના
- ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના
- કંદ ફૂલો માટે સહાય
- કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ બનાવવાની સહાય
- કેળ (ટીસ્યુ) સહાય યોજના
- કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ યોજના
- કાજુ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય
- કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
- કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના
- ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાય
- જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
- નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય
- નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય
- નર્સરી બનાવવા માટે સહાય
- પપૈયાના પાકની ખેતી યોજના
- પ્લાન્ટ હેલ્થ કલીનીકની સ્થા૫ના
- પ્લાન્ટીગ મટેરીયલ આયાત કરવા માટે સહાય યોજના
- ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા પર સહાય
- ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
- બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના માટે સહાય
- બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
- મધમાખી હાઇવ યોજના
- વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો ખરીદવા માટે સહાય
- વોલ્ક ઇન ટનલ્સ યોજના
- સ્ટ્રોબેરી પાક માટેની સહાય યોજના
- સરગવાની ખેતીમાં સહાય યોજના
- યં સંચાલિત બાગાયત મશીનરી ખરીદવા પર સહાય
- હાઇબ્રીડ તડબૂચ તથા શક્કરટેટીના વાવેતર માટે સહાય
પશુપાલન ને લગતી યોજનાઓ નું લીસ્ટ
- પશુ ખાણદાણ યોજના
- ગાય-ભેસ ખરીદવા માટે લોન સહાય યોજના
- અકસ્માતે પશુ સહાય યોજના
- તબેલા માટે સહાય યોજના
- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
- દેશી ગાય સહાય યોજના
- બકરા યુનિટ સહાય યોજના
- ધુધાળા પશુઓ માટે ફાર્મ બનાવવા માટે સહાય યોજના
- મરઘાં એકમ સહાય યોજના
- કેટલ શેડ બનાવવા માટે સહાય યોજના
- વાછરડી ના જન્મ પર સહાય યોજના
- બકરા એકમ સહાય યોજના
- અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજસહાય
- (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
ikhedut Portal 2023 પર અરજી માટે જરૂરી દસ્તાવેજો
- 7/12 અને 8-અ ના ઉતારા
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- બેન્ક ખાતાની વિગત દર્શાવતી પાસબૂક
- મોબાઈલ નંબર
- અરજદાર વિકલાંગ હોય તો વિકલાંગ હોવાનું પ્રમાણપત્ર
- સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારો નું સંમતિ-પત્રક
Ikhedut Portal 2023 Yojana અરજી કરવાની રીત
આઈ ખેડૂત પોર્ટલ ૨૦૨૩ ના માધ્યમ થી સરકાર દ્વારા પશુપાલકો અને ખેડૂતો તથા માછીમારો ને લગતી જે પણ નવી યોજનાઓ અમલ માં મુકવામાં આવે છે તે તમામ ને Ikhedut Portal 2023 પર મુકવામાં આવે છે. આ તમામ યોજનાઓ માં લાભ લેવા ઈચ્છુક અરજદાર ઘરે બેઠા મોબાઈલ ના માધ્યમ થી ઓનલાઈન અરજી કરી શકે છે. Ikhedut Portal 2023 પર ઉપલબ્ધ કોઈ પણ યોજનામાં આવેદન કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ્સ ને અનુસરવાના રહે છે.
- Ikhedut Yojana 2022-23 ની આધિકારિક વેબસાઈટ ikhedut.gujarat.gov.in જાઓ.
- મેનુ બારમાં દેખાતા “યોજનાઓ’ વિકલ્પ પર ક્લિક કરો.
- જે યોજના માં સહાય મેળવવા માટે આવેદન કરવા ઈચ્છુક હોય તેના વિભાગ ની આગળ “વિગતો માટે અહીં ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- પસંદ કરેલ વિભાગ ની યોજનાઓ નું લીસ્ટ ખુલશે, જેમાં જે યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન કરવાનું છે તે યોજના માં “અરજી કરો” ના વિકલ્પ પર ક્લિક કરો.
- જો તમે Ikhedut Portal ના રજિસ્ટર્ડ અરજદાર હોય તો “હા” અને જો ના હોય તો “ના” પસંદ કરી ને “આગળ વધવા ક્લિક કરો” બટન પર ક્લિક કરો.
- “નવી અરજી કરવા ક્લિક કરો” વિકલ્પ પર કલીક કરો.
- માંગવામાં આવેલ “અરજદાર ની વિગત”, “બેંક ની વિગત”, “જમીન ની વિગત”, અને “રેશન કાર્ડ ની વિગત” નાખી ને કેપ્ચા કોડ નાખી ને “અરજી સેવ કરો” બટન પર કલીક કરો.
- અરજી નંબર મળશે તેને યોગ્ય જગ્યા એ નોધી દો.
- અરજી સેવ કર્યા બાદ કોઈ સુધારો કરવા માંગો છો તો “અરજી અપડેટ કરવા ક્લિક કરો” વિકલ્પ પર કલી કરી ને અરજી ની વિગતો અપડેટ કરી શકો છે.
- તમામ માહિતી યોગ્ય રીતે ભરાઈ ગયા બાદ “અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો” વિકલ્પ પર કલી કરો.
- અરજી નંબર, અથવા જમીન નો ખાતા નંબર નાખી ને “Search/શોધો” બટન પર કલીક કરો.
- “Confirm” પર કલીક કરી ને અરજી ને કન્ફર્મ કરી દો.
- અરજી કન્ફર્મ થયા બાદ અરજી માં કોઈ જાત નો સુધારો કરી શકાશે નહિ.
- અરજી કન્ફર્મ થયા બાદ અરજી ને પ્રિન્ટ કરી લો અથવા PDF File માં સેવ કરી દો.
- આવેદક ની અરજી ના આવેદન ની પ્રક્રિયા અહી પૂર્ણ થાય છે.
Ikhedut Yojana 23 Application Status Check
કોઈ પણ આવેદક દ્વારા Ikhedut Portal ૨૦૨૨-૨૩ માં કોઈ પણ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન કરવામાં આવેલ છે, અને તેને તેની અરજી નું સ્ટેટ્સ જાણવું છે તો નીચે મુજબ ના સ્ટેપ ને અનુસરી એ તે પોતાની અરજી નું સ્ટેટસ જાણી શકશે.
- Ikhedut Yojana 2022-23 ની આધિકારિક વેબસાઈટ ikhedut.gujarat.gov.in જાઓ.
- હોમ પેજ પર દેખાતા “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” બટન પર ક્લિક કરો.
- અરજી નો પ્રકાર ની પસંદગી કરો.
- “તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છો?” તેમાં અરજી ક્રમાંક અથવા રસીદ ક્રમાંક ની પસંદગી કરો.
- જો અરજી ક્રમાંક ની પસંદગી કરી છે તો અરજી ક્રમાંક, કેપ્ચા કોડ, અને આધાર કાર્ડ ના છેલ્લા ૪ અંકો નાખી ને “અરજી નું સ્ટેટસ તપાસો” બટન પર કલીક કરો.
- જો રસીદ ક્રમાંક ની પસંદગી કરી છે તો રસીદ ક્રમાંક અને કેપ્ચા કોડ નાખી ને “અરજી નું સ્ટેટસ તપાસો” બટન પર કલીક કરો.
- આવેદક ની અરજી નું સ્ટેટસ નવા પેજ માં ખુલી ને આવી જશે.