ikhedut Portal Gujarat 2022 Yojana List | આઈ ખેડૂત પોર્ટલ પર ની 2022 ની નવી આવેલ યોજનાઓ ની યાદી |

ikhedut Portal Gujarat 2022 Yojana List :- ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો ને હિત ને અનુલક્ષીને તેમને મળતી સરકારી સહાય તથા સૂચનો તથા બજાર ભાવ અને ખેતી માં મુંજવતા પ્રશ્નો નું નિરાકરણ લાવવા માટે ikhedut Portal ને શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર ના ikhedut Portal પર ખેડૂતો બજાર ભાવ, ખેતી સ્પેશીયાલિસ્ટ ની સલાહ, તેમને મુંજવતા પ્રશ્નો નું નિરાકરણ, સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ ની જાણકારી અને તે યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન કરવું, હવામાન ખાતાની માહિતી વગેરે ની માહિતી મેળવી શકાશે.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં લાવવા માં આવે છે, જેનો લાભ ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ના માધ્યમ થી મેળવી સકશે. આજના આ આર્ટીકલ માં ગુજરાત સરકાર ના  આઈ ખેડૂત પોર્ટલ પર ની નવી યાદી એટ્લે કે ikhedut Portal Gujarat 2022 Yojana List ની માહિતી આપીશું.

શું છે ikhedut Portal Gujarat 2022

ગુજરાત રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.

ikhedut Portal Gujarat 2022 ની મુખ્ય સેવાઑ

  • યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
  • ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
  • કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી
  • અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
  • કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ
  • હવામાનની વિગતો
  • ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
  • ખેતીની જમીન ખાતાની વિગતો

ikhedut Portal Gujarat 2022 Yojana List

ગુજરાત સરકાર દ્વારા અને ખેતી વિભાગ દ્વારા ખેડૂત ભાઈ ઑ ને હિત ધ્યાને રાખી ને આ પોર્ટલ ની શરૂઆત કરવામાં આવી હતી. તાજેતર માં નીચે મુજબ ની યોજનાઓ એટ્લે કે આઈ ખેડૂત પોર્ટલ પર ની 2022 ની નવી આવેલ યોજનાઓ ની યાદી નીચે મુજબ છે. નીચે જણાવેલ યોજનાઓ માં તમે આવેદન કરી શકો છો.

અ.નં વિભાગ કેટલી યોજનાઓ માં આવેદન શરૂ છે ?
1 ખેતી વાડી ની યોજનાઓ 0
2 પશુપાલન ની યોજનાઓ 5
3 બાગાયતી યોજનાઓ 61
4 મત્સ્યપાલન ની યોજનાઓ 50
5 ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ 0

પશુપાલન ની યોજનાઓ

અ.નં. યોજનાનું નામ યોજનાની ટૂંકી વિગત આવેદન કરવાનો સમયગાળો
1 અનુસુચિત જાતિ અને જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના ગુજરાત રાજ્યના જાતિ અને જનજાતિના લોકો ને મરઘાપાલન ના વ્યવસાય માટે ગુજરાત સરકાર દ્વારા મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/-  ની સહાય આપવામાં આવશે.
2 એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય યોજના ગુજરાત રાજ્યના પશુપાલકો ને પશુ એકમ ની સ્થાપના કરવા માટે પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે. તા 01/05/2022

થી

31/07/2022 સુધી

3 પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના ગુજરાત રાજ્યના પશુપાલકો ને પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના ૭.૫ % વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે. (૨) લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ!. ૫૦૦૦૦૦ (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે. (૩) પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ!. ૨૪૦,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૧૮૦,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર રહેશે. વૈકલ્પિક / મરજીયાત ઘટક (૪) ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટ(રૂ!. ૪૦,૦૦૦)ના ૭૫% લેખે રૂ!. ૩૦,૦૦૦, ફોગર યુનીટ માટે(યુનીટ કોસ્ટ રૂ!. ૩૦,૦૦૦/-)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૨૨,૫૦૦/- અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ(રૂ!. ૭૫,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૫૬,૨૫૦/- સહાય રૂપે મળવાપાત્ર રહેશે

તા 01/05/2022

થી

31/07/2022 સુધી

4 રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના ગુજરાત રાજ્યના દિવ્યાંગ લોકો ને મરઘાંપાલન તાલિમ માટે સ્ટાઈપેંડ પેટે રૂ.૨૦૦૦/- ની સહાય આપવામાં આવશે. આ સહાય વ્યક્તિ દીઠ 3 વાર આપવામાં આવશે.

તા 01/05/2022

થી

31/07/2022 સુધી

5 સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના ગુજરાત રાજ્યના લોકો ને ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય (૨) કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ!.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ!. ૨.૨૫ લાખ સહાય (૩) પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫ % મહત્તમ રૂ!. રૂ!.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦ % મહત્તમ રૂ!. ૫૧,૮૪૦/- સહાય વૈકલ્પિક/મરજીયાત ઘટક (૪) ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ!. ૯,૦૦૦/-, અને રૂ!. ૩૩,૭૫૦/- સહાય; ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ!. ૨૧,૬૦૦/-, રૂ!. ૧૦,૮૦૦/- અને રૂ! ૪૦,૫૦૦/- સહાય;

તા 01/05/2022

થી

31/07/2022 સુધી

બાગાયતી યોજનાઓ

અ.નં યોજના નું નામ યોજના અંગેની ટૂંકી વિગત આવેદન તારીખ
1 અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે ની યોજના યુનિટ કોસ્ટ- રૂ. ૨.૦૦ લાખ /હે. • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૮૦ લાખ/હે.

યુનિટ કોસ્ટ-રૂ. ૧.૨૫ લાખ/હે. ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/હે. સહાય યોજના

તા 12/07/2022

થી

31/07/2022 સુધી

2 અનાનસ (ટીસ્યુ) માટે ની યોજના યુનિટ કોસ્ટ- રૂ. ૫.૫૦લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૨.૭૫ લાખ/હે. • યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૬૨૫૦૦/હે. સહાય યોજના

તા 12/07/2022

થી

31/07/2022 સુધી

3 મશરૂમ ઉત્પાદન એકમ યોજના શરૂમના ઉત્પાદન એકમ માટે • યુનિટ કોસ્ટ- રૂ.૨૦.૦૦ લાખ / યુનિટ • જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦ ટકા સહાય યોજના તા 06/07/2022

થી

31/12/2022 સુધી

4 ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૧૧,૨૫૦/ હેકટર ની મર્યાદા તે બે માંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર થશે

તા 12/07/2022

થી

31/07/2022 સુધી

5 કંદ ફૂલો ની ખેતી માટેની યોજના યુનિટ કોસ્ટ- રૂ.૧.૫૦ લાખ / હે. • નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૬૦,૦૦૦/હે. • અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫%, મહત્તમ રૂ.૩૭,૫૦૦/હે. સહાય યોજના

તા 12/07/2022

થી

31/07/2022 સુધી

6 કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ યુનિટ કોસ્ટ- રૂ.૨૦.૦૦ લાખ / યુનિટ • જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦% સહાય તા 06/07/2022

થી

31/12/2022 સુધી

7 કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાય યુનિટ કોસ્ટ:- રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર  સહાય: સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. તા 09/07/2022

થી

08/08/2022 સુધી

8 કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ ) કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦/મેટન ) તા 06/07/2022

થી

31/12/2022 સુધી

9 ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. • આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. તા 17/06/2022

થી

16/07/2022 સુધી

વધુ જાણકારી માટે ગુજરાત સરકાર ના આધિકારિક પોર્ટલ/વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ ની મુલાકાત લેવી.

 

1 thought on “ikhedut Portal Gujarat 2022 Yojana List | આઈ ખેડૂત પોર્ટલ પર ની 2022 ની નવી આવેલ યોજનાઓ ની યાદી |”

Leave a Comment