Ikhedut Portal Mobile Yojana 2022 | મોબાઈલ સહાય યોજના ગુજરાત |

Ikhedut Portal Mobile Yojana 2022 :- ગુજરાત સરકાર અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતો ના જીવનને ખૂબ જ સારી રીતે બનાવવા તથા વિકસાવવા માટે અવાર નવાર ઘણી બધી યોજનાઓ અમલી કરવામાં આવે છે. આજ દિન સુધી કૃષિ તથા ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત સરકાર ના પરામર્શ માં રહી ને ખેડૂતો ને સહાયરૂપ થવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, અને આ યોજનાઓ નો સીધો લાભ ખેડૂતો ને ઘરે બેઠા મળી રહે તે માટે Ikhedut Portal ની પણ શરૂઆત કરવામાં આવી છે. Ikhedut Portal ની સંપૂર્ણ વિગત જાણવા અહી ક્લિક કરો :- Ikhedut Portal.

અમારા દ્વારા આ આર્ટિકલના મધ્યમ થી Ikhedut Portal Mobile Yojana 2022 ની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જેમાં મોબાઈલ સહાય યોજના શું છે?, Mobile Sahay Yojana 2022 નો ઉદેશ્ય, યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય, સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજ, આવેદન પ્રક્રિયા, Application Form Download વગેરે વિષે જાણકારી આપવામાં આવી છે.

Ikhedut Portal Mobile Yojana 2022 શું છે?

આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યના ઘણા ખેડૂતો હજુ ગરીબ છે અને મોબાઈલ એક જીવન જરૂરિયાતની વસ્તુ બની ગયેલ છે. પરંતુ ખેડૂતો ગરીબી ને કારણે એક મોબાઈલ પણ ખરીદી શકતા નથી માટે  ગુજરાત સરકાર અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તા.20/11/2021 ના રોજ ગુજરાત રાજ્યના ખેડૂત ભાઈઑ માટે મોબાઈલ ખરીદવા પર સહાય આપવા માટે Ikhedut Portal Mobile Yojana 2022 ને શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર ની મોબાઈલ સહાય યોજના અંતર્ગત ખેડૂતો ને મોબાઈલ ખરીદવા પર રૂ,6,000/- ની સહાય આપવામાં આવશે.

Mobile Sahay Yojana

 

મોબાઈલ સહાય યોજના ગુજરાત નો ઉદેશ્ય

આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય આધુનિક સમય થઈ ગયો છે અને મોબાઈલ એક જીવન જરૂરિયાત ની ચીજ બની ગયો છે, પરંતુ હજુ સુધી અમુક ખેડૂત ભાઈઑ પાસે મોબાઈલ નથી, જેથી ખેતી ને લગતા તથા અન્ય સમાચારો તે લોકો સુધી પહોચતા નથી અને તેઓ વિવિધ યોજનાઓ અંતર્ગત મળતી સહાય થી પણ વંચિત રહી જવા પામે છે, માટે સરકાર દ્વારા આવા મોબાઈલ વિહોણા ખેડૂતો ને મોબાઈલ ખરીદવા પર સહાય આપવા માટે Free Mobile sahay Yojana અમલી કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતો ને મોબાઈલ ખરીદવા પર 6,000/- રૂપિયા ની સહાય આપવામાં આવશે.

દેશી ગાય સહાય યોજના આવેદનમૃત્યુ સહાય યોજના

Mobile Sahay Yojana અંતર્ગત મળવાપાત્ર સહાય

ગુજરાત સરકાર દ્વારા મોબાઈલ વિહોણા ખેડૂતો ને મોબાઈલ ખરીદવા માટે સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલી Mobile Sahay Yojana 2022 અંતર્ગત યોજનાની શરૂઆત માં મોબાઈલ ની કિમંત ના 10% રકમ કે 1500 રૂપિયા જે વધુ હોય તે આપવામાં આવતી હતી પરંતુ જાન્યુઆરી 13 તારીખ ના રોજ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરેલ જાહેરાત અનુસાર હવે ખેડૂતો ને સ્માર્ટફોન ની ખરીદી પર 40%  અથવા 6,000/- રૂપિયા બંને માથી જે વધુ હોય તે સહાય રૂપે આપવામાં આવશે.

Ikhedut Portal Mobile Yojana

Mobile Sahay Yojana 2022 અંતર્ગત કોને સહાય મળશે?

  • અરજદાર ખેડૂત હોવો જોઈએ.
  • અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાશી હોવો જોઈએ.
  • અરજદાર જમીન ધરાવતો હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત ની ઉમર 18 વર્ષ થી વધુ હોવી જોઈએ.
  • સંયુક્ત ખેડૂત ખાતેદાર ના કિસ્સામાં એક જ ખેડૂત ને સહાય મળશે.
  • તાજેતર માં સ્માર્ટફોન ની ખરીદી કરેલી હોવી જોઈએ.

આવેદન માટે જરૂરી દસ્તાવેજો 

  • આવેદન ની નકલ
  • 7/12 ના ઉતારા
  • 8 A ના ઉતારા
  • રેશન કાર્ડ 
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબૂક
  • મોબાઈલ ખરીદ્યા નું બિલ
  • Mobie IMEI નંબર
દેશી ગાય સહાય યોજના આવેદનમૃત્યુ સહાય યોજના

Ikhedut Portal Mobile Yojana Online Apply

  •  Ikhedut Portal પર જાઓ
  • હોમ પેજ પર “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
  • ખેતીવાડી ની યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્માર્ટફોન ની ખરીદ પર સહાય યોજના ના વિકલ્પ માં અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
  • માંગવામાં આવેલી તમામ માહિતી ભરી ને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો.
  • દસ્તાવેજો અપલોડ કર્યા બાદ આવેદન સબમિટ કરી દો.
  • આવેદન ની પ્રક્રિયા પૂર્ણ થઈ.

Leave a Comment

Your email address will not be published.