ગુજરાતમાં હાલ ડિજિટલ ક્રાંતિ નો સમય પૂર જોશ માં ચાલી રહ્યો છે. સરકાર દ્વારા અવારનવાર રાજ્યના લોકો ને સહેલાઈ માટે અલગઅલગ વિભાગોની કાર્યપધ્ધતિ ને ઓનલાઈન કરવા નો પ્રયત્ન કરી રહી છે. જેમાં મોટા ભાગ ના વિભાગોની કાર્યપદ્ધતિ ને ઓનલાઈન કરી દેવામાં આવી છે. જેમાં જમીન અને મહેસૂલ વિભાગ દ્વારા જમીન ની માપણી તથા 7/12 ના ઉતારા ને ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. વિધ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ ના પોર્ટલ ને વિકસાવવામાં આવ્યું છે. અને ખેડૂતો માટે ikhedut Portal ને વિકસાવવામાં આવ્યું છે.
ikhedut Portal ના માધ્યમથી ખેડૂતો, પશુપાલકો, માછીમારો, નાના વ્યવસાયિકો વગેરે ને સહેલાઈ થાય અને જુદા જુદા કામો માટે સરકારી કચેરીઓ ના ધક્કા ન ખાવા પડે તે માટે તથા નવી-નવી યોજનાઓ ના લાભ માટે ઓનલાઈન ઘરે બેઠા આવેદન કરી શકે, વિવિધ પાકો ના બજાર ભાવો, ખેતીલક્ષી તમામ જાણકારી ઉપલબ્ધ કરવવામાં આવે છે. આ આર્ટીકલ માં ikhedut Portal માં અરજી કેવી રીતે કરવી તથા તેના માટે જરૂરી દસ્તાવેજો ની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
Ikhedut પોર્ટલ 2023 ની નવી યોજનાઓ ની યાદી લિસ્ટ
ikhedut Portal પર અરજી માટે જરૂરી દસ્તાવેજો
- 7/12 અને 8-અ ના ઉતારા
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- બેન્ક ખાતાની વિગત દર્શાવતી પાસબૂક
- મોબાઈલ નંબર
- અરજદાર વિકલાંગ હોય તો વિકલાંગ હોવાનું પ્રમાણપત્ર
- સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારો નું સંમતિ-પત્રક
આ પણ વાંચો: Ikhedut Mobile Sahay Yojana
ikhedut Portal પર અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ ikhedut Portal ની આધિકારીક વેબસાઇટ પર જાઓ.
- હોમપેજ પર દેખાતા “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
- જે યોજનામાં આવેદન કરવા માંગતા હોય તો યોજનાના વિભાગ ની પસંદગી કરી ને ત વિભાગ ના વિગતો ની કૉલમ માં “વિગતો માટે અહી ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- નવું પેજ ખૂલસે જે નીચે સ્ક્રોલ કરો અને યોજનાઑ ના લિસ્ટ પૈકી જે યોજનામાં આવેદન કરવા માંગતા હોય તે યોજના માં “અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- નવા પેજ માં પોપ-અપ ખુલશે તેમાં “OK” વિકલ્પ પર ક્લિક કરો.
- જો રજીસ્ટ્રેડ યુસર હો તો “હા” અને નવા હોય તો “ના” વિકલ્પની પસંદગી કરી ને “આગળ વધવા ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- “નવી અરજી કરવા ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- અરજદારની વિગત, બેન્ક ની વિગત, જમીન ની વિગત તથા રેશન કાર્ડ ની વિગત નાખી, કેપ્ચા કોડ નાખી ને “અરજી સેવ કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- અરજી નંબર ને નોધી લો.
- જો અરજી માં કોઈ સુધારો કરવાનો જણાય તો “અરજી અપડેટ કરવા ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરી ને અરજી નંબર તથા રેશન કાર્ડ નંબર નાખી “Search/શોધો” બટન પર ક્લિક કરી ને જે સુધારા કરવાના થતાં હોય તે સુધારો કરી ને અરજી અપડેટ કરી ને સેવ કરી દો.
- તમામ માહિતી યોગ્ય રીતે ભરાઈ ગયા બાદ “અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો” અને અરજી નંબર તથા રેશન કાર્ડ નંબર નાખી ને “Search’શોધો” વિકલ્પ પર ક્લિક કરી ને અરજી કન્ફર્મ કરી દો.
- અરજી ને કન્ફર્મ કર્યા બાદ અરજી ને પ્રિન્ટ કરી દો.
- ikhedut Portal પર અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ.