ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો ના ઉત્કર્ષ અને વિકાસ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, પરંતુ આ યોજનાઓ નો સીધો લાભ ખેડૂતો ને મળવા પાત્ર થતો ન હતો અને વચેટિયાઑ ખેડૂતને મળવાપાત્ર સહાય ચાઉ કરી જતાં હતા. આ વચેટિયાઑ ને નાથવા માટે અને ગુજરાત રાજયના ખેડૂતો ને યોજનાઓ ની સીધો લાભ મળે તેવા હેતુ થી ગુજરાત સરકાર દ્વારા ikhedut Portal 2022 ને લોંચ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ચાલુ કરેલ ikhedut Portal એક વેબસાઇટ છે. જેના પર સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવતી નવી સરકારી યોજનાઓ ની સંપૂર્ણ જાણકારી હોય છે, અને ખેડૂતો ને આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે પણ આ જ પોર્ટલ ના માધ્યમ થકી આવેદન કરવાના રહે છે.
ikhedut Portal પર ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ને ચાલુ કરવામાં આવેલ છે, જેમાં કિસાન પરિવહન યોજના, દેસી ગાય સહાય યોજના, શાકભાજી વિક્રેતાઓ માટે મફત છત્રી અને શેડ યોજના, તાર ફેંસિંગ યોજના, પશુપાલન યોજના, વિવિધ સબસિડી યોજના, પાક નો સંગ્રહ કરવા માટે ગોડાઉન સહાય યોજના, વગેરે ઘણી બધી યોજનાઓ નો સમાવેશ થાય છે. આજે અમારા દ્વારા આ આર્ટીકલ ના માધ્યમ થી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલ ikedut Portal ની સંપૂર્ણ જાણકારી મેળવીશું.
શું છે ikhedut Portal
ગુજરાત રાજ્યે ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ અપનાવી ને ભારત દેશ ને એક નવી દિશા અપાવી છે, અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ના હિતલક્ષી નીતિઓ પણ અપનાવી છે. આમ ખેડૂતો ની આવક માં વધારો કરવા, ખેતી ક્ષેત્રમાં સુધાર લાવવા, ખેડૂતો ના જીવનને સુખ સંપતિ વાળું કરવા, કૃષિ ક્ષેત્રમાં નવીની કારણ અથવા આધુનિકરણ લાવવા, ખેડૂતો ને સરકાર દ્વારા મળતી સહાય વચેટિયાઓ દ્વારા ન આપી ને સીધા ખેડૂત ને આપવી, ખેડૂતો નું જીવન શૈલી સુધારવા ના હેતુ થી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક Online Portal એટ્લે કે એક વેબસાઇટ અમલમાં મૂકવામાં આવી છે, જેનો સીધો લાભ ખેડૂતો ને મળી રહે છે, જેને ikedut Portal નામ આપવામાં આવ્યું છે.
આ ikhedut Portal દ્વારા ગુજરાત સરકાર દ્વારા અમલી કરવામાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે ખેતી વાડી ની યોજનાઑ, પશુપાલન ને લગતી યોજનાઑ, બાગાયતી ખેતી ને લગતી યોજનાઓ, માછલી પાલન ની યોજનાઓ નો સીધો લાભ ખેડૂતો ને મળી રહે તે માટે આ યોજનાઓ ની જાણકારી સાથે આ પોર્ટલના માધ્યમ થી ખેડૂતો ને સહાય અને મદદ આપવામાં આવશે, જેથી ખેડૂતો ની આવકમાં વધારો થશે અને તેમની જીવન શૈલી પણ સુધરસે સાથે જ દેશ ની આર્થિક વ્યવસ્થામાં પણ સુધારો થશે.
ikhedut Portal ના લાભ
- ખેડૂત ગુજરાત સરકાર દ્વારા અમલી કરવામાં આવતી વિવિધ ખેતીવાડી ની યોજનાઓ ની જાણકારી ઘરે બેઠા મેળવી શકશે.
- અને આ યોજનાઓ નો લાભ લેવા માટે આવેદન પણ ઘરે બેઠા કરી શકશે.
- ખેડૂતો ને આ બધી જાણકારી ઘરે બેઠા મળશે એટલે તેમણે કચેરીઓના ધક્કા ખાવા ની જરૂર નૈ પડે અને તેમનો કીમતી સમય પણ બચી જશે.
- ખેડૂત લક્ષી યોજનાઓ ની જાણકારી ikhedut App દ્વારા મોબાઈલ દ્વારા પણ જાણી શકસે.
- આ પોર્ટલ ના માધ્યમ થી ખેડૂતો ની ખેતી કરવાની પધ્ધતિ માં સુધાર આવશે અને ખેડૂતો આધુનિક ખેતી તરફ પ્રયાણ કરસે અને સારી આવક મેળવતા થશે.
- ખેતી લક્ષી નવા આધુનિક સાધનોની જાણકારી ઘરે બેઠા મેળવી શકશે.
- પાક ના ભાવો ઘરે બેઠા જાણી શકશે.
- હવામાન ની જાણકારી પણ આ પોર્ટલ ના માધ્યમ થી જાણી શકશે.
- વિવિધ ખેતી ક્ષેત્રે એક્સપર્ટ ની મદદ પણ ખેડૂત મેળવી શકશે.
- ખેતી વિષયક તમામ માહિતી પોર્ટલ ના હેલ્પલાઇન નંબર પર ફોન કરી ને મેળવી શકશે.
- આમ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અમલી કરવામાં આવેલ ikhedut Portal ખેડૂતો ને ખૂબ જ ઉપયોગી બનશે.
આ પણ વાંચો :-
ikhedut Portal પર અમલી યોજના
ikhedut portal 2022 gujarat yojana list Is Given Below
- ખેતીવાડી ની યોજનાઓ
- પશુપાલનની યોજનાઓ
- બાગાયતી યોજનાઓ
- મત્સ્ય પાલન ની યોજનાઓ
ખેતી વાડીની યોજનાઓ
- ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય (ST/SC)
- પશુ સંચાલિત વાવાણિયો
- પાક સંગ્રહ માટે ગોડાઉન સહાય
- સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના
- ખેડૂત ને મોબાઈલ ખરીદવા પર સહાય યોજના
- માલ વાહક વાહન ખરીદવા પર સહાય યોજના
પશુપાલન ની યોજનાઓ
- ST અને SC જાતિના ખેડૂતો માટે મરઘાપાલનની તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
- ST અને SC જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય યોજના
- આર્થિક રીતે પછાત અને નબળા વર્ગ માટે મરઘાપાલનની તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
- 50 દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય) ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય યોજના
- અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડઉન બનાવવા સહાય
- દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
- સામાન્ય જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
બાગાયતી યોજનાઓ
- નાના વેચાણકારો માટે મફત છત્રી અને શેડ વિતરણ યોજના
- અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
- ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
- ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાય
- જૂના બગીચાઓ નું નવીનીકરણ કરવા માટે સહાય
- ટ્રેક્ટર ખરીદવા પર સહાય
- ખેતીના સાધનો ખરીદવા પર સહાય
- ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરવા માટે સહાય
- ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા બનાવવા માટે સહાય
- દેવીપૂજક સમાજ ને શાકભાજી, અને ફ્રૂટ ની ખેતી ના બિયારણ ખરીદવા પર સહાય
- મધમાખી પાલન ખેતી પર સહાય
- સરગવાની ખેતી કરવા માટે સહાય
- કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સહાય
માછલી પાલન યોજનાઓ
- ખાનગી એકમો ઉધોગસાહસિકો તથા અન્ય ધ્વારા આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના માટે સહાય
- માછલી પાલન માટે જરૂરી સાધનો ખરીદવા માટે સહાય
- ફિશિંગ બોટ માટે એન્જિન ખરીદવા માટે સહાય
- નવા તળાવો બાંધવા માટે સહાય
- મહિલાઓ ને માછલી ના વેચાણ માટે જરૂરી સાધનો ખરીદવા પર સહાય
- વેલ્યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય
Registration Process Of Ikhedut Portal
ખેડૂત લાભાર્થી ને ઉપરોક્ત કોઈ પણ યોજના અંતર્ગત સહાય કે લાભ મેળવવા માટે Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ikedut Portal પર કોઈ પણ ખેડૂત ને રજીસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબ ના દસ્તાવેજો ની જરૂર પડશે. અને ખાસ કે ખેડૂત અરજદાર ગુજરાત રાજ્ય નો હોવો ખાસ જરૂરી છે.
- આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- 7/12 8a ના ઉતારા
- બેન્ક ખાતાની વિગત
- મોબાઈલ નંબર
- અનુસુચિત જાતિ અને જનજાતિ ના લોકો માટે જાતિ પ્રમાણપત્ર
- જંગલ વિસ્તાર ના લોકો માટે વન અધિકાર પત્ર
- દિવ્યાંગ અરજદાર પાસે દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર
ikhedut Portal પર યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન કરવાની પદ્ધતિ
- સૌ પ્રથમ ikhedut Portal ની આધિકારિક વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
- હોમ પેજ પર દેખાતા “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
- યોજનાઓ વિભાગ પસંદ કરો. અને “વિગતો માટે અહી ક્લિક કરો” બટન પર ક્લિક કરો.
- જે યોજના માં સહાય મેળવવા માટે આવેદન કરવાનું છે તે યોજના ના નામ સામે “અરજી કરો” પર ક્લિક કરો.
- આવેદક દ્વારા જો પહેલે થી રજીસ્ટ્રેશન કરી દીધેલ હોય તો “હા” પર ક્લિક કરો અન્યથા “ના” પર ક્લિક કરો.
- માંગવામાં આવેલ તમામ માહિતી સચોટ રીતે ભરી દો અને “અરજી સેવ કરો” ના વિકલ્પ પર ક્લિક કરો અરજી ને સેવ કરી લો.
- “અરજી કન્ફર્મ કરો” વિકલ્પ પર ક્લિક કરી અરજી ને કન્ફર્મ કરી લો.
- અરજી ની પ્રિન્ટ કાઢી લો અને અપલોડ Documnts પર ક્લિક કરી દસ્તાવેજો અને અરજી પર સહી અથવા અંગૂઠાનું નિશાન લગાવી અપલોડ કરી દો.
- લાભાર્થી ની આવેદન ની પ્રક્રિયા અહી પૂર્ણ થાય છે.
નીચે આપેલ વિડીયો જોઈને પણ તમો Ikhedut Portal પર ની યોજનાઓ ની સહાય મેળવવા માટે અરજી કરી શકો છો.
ikhedut Portal પર આવેદન ની સ્થિતિ જાણવાની પદ્ધતિ
- સૌ પ્રથમ ikhedut Portal ની આધિકારિક વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
- હોમ પેજ પર “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- ડાઇરેક્ટ અરજી સ્ટેટસ ચેક કરવા અહી ક્લિક કરો :- Check I Khedut Application Status
- “ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો?” આ વિકલ્પ માં યોજનાનો વિભાગ પસંદ કરો.
- “તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છો?” વિકલ્પ માં તમે અરજી નું સ્ટેટ્સ સેના દ્વારા જોવા માંગો છો તે પસંદ કરો.
- અરજી ક્રમાંક નાખો.
- કેપ્ચા નાખી ને આધાર કાર્ડ ના છેલ્લા 4 આંકડા નાખી ને “અરજીનું સ્ટેટસ તપાસો” પર ક્લિક કરો.
- તમારી અરજી નું સ્ટેટસ તમારી સામે ખૂલી જશે.
આ પણ વાંચો :-
Download Ikhedut App
Ikhedut Application ના માધ્યમ થી ખેડૂત મિત્રો ઘરે બેઠા ખેતી ને લગતી તમામ જાણકારી મેળવી શકે છે. જેવી કે આધુનિક ખેતી કરવાની પધ્ધતિ, બજાર ભાવો, નવી યોજનાઓ ની માહિતી, વગેરે ઘણી બધી સુવિધાઓ Ikhedut App માં ઉપલબ્ધ છે. Ikhedut App Download કરવા માટે નીચે ના સ્ટેપ ને અનુસરો.
- Ikhedut Portal અથવા Ikhedut ની આધિકારિક વેબસાઇટ પર જાઓ :- Ikhedut Portal
- હોમપેજ પર દેખાતા “મોબાઈલ એપ્સ” પર ક્લિક કરો.
- તમે જે વિભાગના મોબાઇલ એપ્સ જોવા માંગતા હોય તે બટન ઉપર ક્લિક કર્યા પછી મુખ્ય જૂથ પસંદ કરો.
- એપ ડાઉનલોડ થઈ જસે.
- આ એમ ને ખેડૂત મિત્રો ગૂગલ ના પ્લે સ્ટોર પર જઇ ને પણ ડાઉનલોડ કરી શકાય છે.
ikhedut Portal HelpLine Number
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ના હિત માટે મૂકવામાં આવેલ ikhedut Portal ને લગતી કે ખેડૂત ને ખેતી લક્ષી કોઈ પણ જાત ની મદદ માટે નીચે જણાવેલ નંબર પર ફોન કરી ને મદદ લઈ શકો છો.
Trektar sahay yojna for nigam