Ikhedut Portal 2022-23:- ભારત એક ખેતીપ્રધાન દેશ છે, અને તેમાં પણ ગુજરાત રાજ્ય ખેતીની બાબત માં સયથી મોખરે છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેતી માં હજુ પણ વધારે વૃદ્ધિ મેળવવા માટે તથા ખેડૂતો ની નાના માં નાની સમસ્યાને સમજી ને તેનું સમાધાન લાવવા માટે સતત કાર્યરત રહે છે. તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેતી લક્ષી યોજનાઓ, ખેડૂતલક્ષી યોજનાઓ, સિંચાઈ ને લગતી યોજનાઓ, પશુપાલન યોજનાઓ વગેરે અમલમાં મૂકી ને રાજ્યની ખેતી અને ખેડૂત વર્ગ ને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો સતત ચાલી રહ્યા છે.
આ આર્ટીકલ માં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો, પશુપાલકો, માછીમારો, અને વિવિધ વ્યવસાયિકો માટે અમલમાં મુકેલ Ikhedut Portal 2022-23 વિષે ની સંપૂર જાણકારી આપવામાં આવી છે, આ આર્ટીકલ માં Ikhedut Portal વિષે ની તમામ માહિતી ને આવરી લેવામાં આવી છે. જો તમે પણ એક ગુજરાત ના ખેડૂત છો તો તમારા માટે આ આઈ ખેડૂત પોર્ટલ વિષેનું આર્ટીકલ ખુબ જ ઉપયોગી નીવડશે. કોઈ પણ વ્યક્તિ ને આ આર્ટીકલ વાંચી ને આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 વિષે ની જાણકારી અન્ય પ્લેટફોર્મ પર થી મેળવવાની જરૂર નહિ રહે.
શું છે Ikhedut Portal 2022-23?
ગુજરાત રાજયના ખેડુતો, પશુપાલકો, માછીમારો ને ખેતી તથા અન્ય વ્યવસાય માટે જરુર પડતી ખેત સામગ્રી તથા તેને લગતી અન્ય સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા Ikhedut Portal 2022-23 કાર્યાન્વિત કરેલ છે.
આઇ ખેડૂત પોર્ટલ યોજના ૨૦૨૨ માં કોને લગતી જાણકારી નો સમાવેશ કરવામાં આવેલ છે?
Ikhedut Yojana 2022-23 એ ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખાસ કરી ને ખેડૂતો માટે શરુ કરવામાં આવેલ પોર્ટલ છે. પરંતુ સાથે સાથે તેમાં પશુપાલકો, પશુઓ ને લીધે ચાલતા ઉદ્યોગો, માછીમારો, નાના-નાના સીમંત ફેરિયાઓ, નો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે અને હવે Ikhedut Portal 2022-23 પર ખેડૂતો, માછીમારો, પશુપાલકો, નાના-નાના સીમંત ફેરિયાઓ, માળી, ફૂલો નો વ્યવસાય કરનાર, પશુઓ ને લીધે ચાલતા વ્યવસાયો ને લગતી તમામ જાણકારી આપવામાં આવે છે.
Ikhedut Portal 2022-23 પર કઈ કઈ જાણકારીઓ આપવામાં આવે છે?
આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો, માછીમારો, પશુપાલકો, નાના-નાના સીમંત ફેરિયાઓ, માળી, ફૂલો નો વ્યવસાય કરનાર જેવા લોકો માટે શરુ કરવામાં આવેલ છે, તેથી પોર્ટલ પર જાણકારી પણ આ લોકો ને જે જરૂરી હોય તેવી આપવામાં આવે છે, Ikhedut Portal 2022-23 પર નીચે મુજબ ની જાણકારી પ્રકાશિત કરવામાં આવે છે.
Read Also : Ikhedut મોબાઈલ સહાય યોજના
- નવી અમલમાં આવતી યોજનાઓ ની સંપૂર્ણ જાણકારી અને તેમાં લાભ મેળવવા માટે આવેદન કરવાની સુવિધા.
- કૃષિ ધિરાણ આપનાર બેંકો કે સંસ્થાઓ ની માહિતી.
- આધુનિક ખેતી ને લગતા સમાચારો અને તેને સંલગ્ન વિષયક માહિતી.
- વિવિધ એ.પી.એમ.સી ના કૃષિ પેદાશોના ભાવો અને બજાર ભાવો.
- ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ.
- ખેતીની જમીન ખાતાની વિગતો.
- ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો.
- રોજ ના અને આગામી સમય ના હવામાન ની જાણકારી.
Ikhedut Portal 2022-23 Yojana List Gujarat
Ikhedut Portal Gujarat પર ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્ય પાલન, આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ, સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ નો સમાવેશ કરવામાં આવેલ છે.
Ikhedut Portal Gujarat 2022-23 Yojana List નીચે મુજબ છે.
નં. | વિભાગ | યોજના |
---|---|---|
૧ | ખેતીવાડી ની યોજનાઓ | શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય |
૨ | ડ્રોનથી દવા છંટકાવ યોજના | |
૩ | પાવર ટીલર યોજના | |
૪ | પશુપાલનની યોજનાઓ | મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
૫ | બાગાયતી યોજનાઓ | ઉત્પાદન એકમ યોજના |
૬ | કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ યોજના | |
૭ | કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજના | |
૮ | કોલ્ડ સ્ટોરેજ યોજના (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ ) | |
૯ | કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ યોજના | |
૧૦ | કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે | |
૧૧ | કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) યોજના | |
૧૨ | ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ યોજના | |
૧૩ | નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના | |
૧૪ | નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના યોજના | |
૧૫ | નાની નર્સરી શરુ કરવા માટે સહાય યોજના | |
૧૬ | પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના | |
૧૭ | પ્રી કૂલીંગ યુનિટ યોજના | |
૧૮ | પ્લગ નર્સરી સહાય યોજના | |
૧૯ | પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના | |
૨૦ | ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા) સહાય યોજના | |
૨૧ | બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય યોજના | |
૨૨ | બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના માટે સહાય યોજના | |
૨૩ | મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) યોજના | |
૨૪ | મિશન મધમાખી કાર્યક્રમ | |
૨૫ | રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય | |
૨૬ | રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન) સહાય | |
૨૭ | લીફટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના યોજના | |
૨૮ | લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ સ્થાપના કાર્યક્રમ | |
૨૯ | સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ યોજના | |
૩૦ | સ્પાન મેકીંગ યુનિટ સહાય યોજના | |
૩૧ | આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ | દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના |
૩૨ | સંપુર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતો માટે નાણાંકિય સહાય યોજના | |
૩૩ | ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ | ગૌશાળા/ પાંજરાપોળ માટે આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટેની સહાયની યોજના |
૩૪ | રાજ્યમાં ગીર / કાંકરેજ ઓલાદના સંવર્ધન માટે આપવામાં આવેલ સાંઢના નિભાવ તથા ખરીદીની યોજના | |
૩૫ | શુધ્ધ ગીર / કાંકરેજ ઓલાદના ઉત્તમ આનુવંશિક ગુણવત્તા ધરાવત્તા વાછરડા ઉછેરવાની યોજના | |
૩૬ | પશુચિકિત્સનકની નિમણુંક માટેની મેનેજરીયલ સહાયની યોજના | |
૩૭ | ઘાસચારા માટે સુધારેલ બિયારણ પુરૂપાડવાની યોજના | |
૩૮ | સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ | સેંદ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના |
૩૯ | ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી | ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી સહાય યોજના |
૪૦ | ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના | ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના |
Ikhedut Yojana 2022-23 માં આવેદન કરવા માટે જરૂરી દસ્તાવેજો
કોઈ પણ સરકારી યોજનાઓ ની સહાય આપવા માટે સરકાર દ્વારા સૌપ્રથમ કોને સહાય આપવી તેના માપદંડો નક્કી કરવામાં આવે છે. Ikhedut Portal Yojana Gujarat માં પણ વિવિધ યોજનાઓ માં અલગ અલગ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, પણ દરેક યોજનામાં સરખા હોય તેવા માપદંડો મીચે મુજબ છે. આઈ ખેડૂત પોર્ટલ ની કોઈ પણ યોજનામાં સહાય મેળવવા માટે આવેદક પાસે નીચે મુજબ ના દસ્તાવેજો અને માપદંડો ને અનુરૂપ હોવો જોઈએ.
- આવેદક ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- આવેદક ને જો ખેતી લક્ષી યોજનાઓ માં આવેદન કરવું છે તો તે ખેડૂત હોવો જોઈએ અને જો પશુપાલન યોજનાઓ માં આવેદન કરવું હશે તો તે આવેદક પશુપાલક હોવો જરૂરી છે.
- આવેદક પાસે આધાર કાર્ડ હોવું ફરજીયાત છે.
- આવેદક પાસે મોબાઈલ હોવો ફરજીયાત છે.
- આવેદક નું કોઈ પણ એક બેંક માં ખાતું હોવું જરૂરી છે.
- આવેદક પાસે ૭/૧૨ અને ૮-અ ના ઉતારા હોવા જરૂરી છે.
- આવેદક પાસે પાસપોર્ટસાઈઝ ફોટો હોવો જરૂરી છે.
Ikhedut Yojana 2022-23 આવેદન કરવાની રીત
કોઈ પણ આવેદક ઉપરોક્ત માપદંડો ને અનુરૂપ છે અને તે Ikhedut Portal ૨૦૨૨-૨૩ ની Yojana માં સહાય મેળવવા માટે આવેદન કરવા ઈચ્છુક છે તો નીચે મુજબ ના સ્ટેપ ને અનુસરી ને આવેદન કરી શકશે.
- Ikhedut Yojana 2022-23 ની આધિકારિક વેબસાઈટ ikhedut.gujarat.gov.in જાઓ.
- મેનુ બારમાં દેખાતા “યોજનાઓ’ વિકલ્પ પર ક્લિક કરો.
- જે યોજના માં સહાય મેળવવા માટે આવેદન કરવા ઈચ્છુક હોય તેના વિભાગ ની આગળ “વિગતો માટે અહીં ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- પસંદ કરેલ વિભાગ ની યોજનાઓ નું લીસ્ટ ખુલશે, જેમાં જે યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન કરવાનું છે તે યોજના માં “અરજી કરો” ના વિકલ્પ પર ક્લિક કરો.
- જો તમે Ikhedut Portal ના રજિસ્ટર્ડ અરજદાર હોય તો “હા” અને જો ના હોય તો “ના” પસંદ કરી ને “આગળ વધવા ક્લિક કરો” બટન પર ક્લિક કરો.
- “નવી અરજી કરવા ક્લિક કરો” વિકલ્પ પર કલીક કરો.
- માંગવામાં આવેલ “અરજદાર ની વિગત”, “બેંક ની વિગત”, “જમીન ની વિગત”, અને “રેશન કાર્ડ ની વિગત” નાખી ને કેપ્ચા કોડ નાખી ને “અરજી સેવ કરો” બટન પર કલીક કરો.
- અરજી નંબર મળશે તેને યોગ્ય જગ્યા એ નોધી દો.
- અરજી સેવ કર્યા બાદ કોઈ સુધારો કરવા માંગો છો તો “અરજી અપડેટ કરવા ક્લિક કરો” વિકલ્પ પર કલી કરી ને અરજી ની વિગતો અપડેટ કરી શકો છે.
- તમામ માહિતી યોગ્ય રીતે ભરાઈ ગયા બાદ “અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો” વિકલ્પ પર કલી કરો.
- અરજી નંબર, અથવા જમીન નો ખાતા નંબર નાખી ને “Search/શોધો” બટન પર કલીક કરો.
- “Confirm” પર કલીક કરી ને અરજી ને કન્ફર્મ કરી દો.
- અરજી કન્ફર્મ થયા બાદ અરજી માં કોઈ જાત નો સુધારો કરી શકાશે નહિ.
- અરજી કન્ફર્મ થયા બાદ અરજી ને પ્રિન્ટ કરી લો અથવા PDF File માં સેવ કરી દો.
- આવેદક ની અરજી ના આવેદન ની પ્રક્રિયા અહી પૂર્ણ થાય છે.
Ikhedut Yojana 2022-23 Application Status Check
કોઈ પણ આવેદક દ્વારા Ikhedut Portal ૨૦૨૨-૨૩ માં કોઈ પણ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન કરવામાં આવેલ છે, અને તેને તેની અરજી નું સ્ટેટ્સ જાણવું છે તો નીચે મુજબ ના સ્ટેપ ને અનુસરી એ તે પોતાની અરજી નું સ્ટેટસ જાણી શકશે.
- Ikhedut Yojana 2022-23 ની આધિકારિક વેબસાઈટ ikhedut.gujarat.gov.in જાઓ.
- હોમ પેજ પર દેખાતા “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” બટન પર ક્લિક કરો.
- અરજી નો પ્રકાર ની પસંદગી કરો.
- “તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છો?” તેમાં અરજી ક્રમાંક અથવા રસીદ ક્રમાંક ની પસંદગી કરો.
- જો અરજી ક્રમાંક ની પસંદગી કરી છે તો અરજી ક્રમાંક, કેપ્ચા કોડ, અને આધાર કાર્ડ ના છેલ્લા ૪ અંકો નાખી ને “અરજી નું સ્ટેટસ તપાસો” બટન પર કલીક કરો.
- જો રસીદ ક્રમાંક ની પસંદગી કરી છે તો રસીદ ક્રમાંક અને કેપ્ચા કોડ નાખી ને “અરજી નું સ્ટેટસ તપાસો” બટન પર કલીક કરો.
- આવેદક ની અરજી નું સ્ટેટસ નવા પેજ માં ખુલી ને આવી જશે.