iora.gujarat.gov.in Portal 2022 ની સંપૂર્ણ જાણકારી | ઓનલાઈન જમીન માપણી ગુજરાત |

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના લોકોને સરકારી ઓફિસો દ્વારા લેવાતા કામો માં સરળતા થાય એ માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. ખેડૂતો ના કામ માં સરળતા અને ખેતીલક્ષી જાણકારી તથા સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓ ની માહિતી ખેડતો ને સરળતા થી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા Ikhedut.gujarat.gov.in Portal, જમીન ની સંપૂર્ણ જાણકારી માટે anyror.gujarat.gov.in Portal અને ખેતી ની જમીન ના ૭/૧૨ અને ૮અ ના ઉતારા, જમીન ની માપણી કરાવવી, તથા જમીન લક્ષી કોઈ પણ કામગીરી માટે ગુજરાત સરકાર દ્વારા iora.gujarat.gov.in Portal ને અમલી કરવામાં આવ્યા છે, આ પોર્ટલો દ્વારા ગુજરાત ના લોકો વિવિધ કામો ઘરે બેઠા ઓનલાઈન માધ્યમ થી કરી સકશે.

આજના આ આર્ટીકલ ના માધ્યમ થી અમો આપણે ગુજરાત સરકાર ના iora.gujarat.gov.in Portal ની સંપૂર્ણ જાણકારી આપીશું.

iora.gujarat.gov.in Portal 2022 શું છે ?

કોઈપણ વ્યક્તિ ને જમીન ને લગતી કોઈ પણ જાત ની ફરિયાદ કે મદદ કે માપણી, ખેતીની જમીન બિનખેતી કરાવવી હોય તો વારંવાર સરકારી કચેરીઓ ના ધક્કા ખાવા પડતાં હતા જે સમસ્યાઓ ને ધ્યાને લઈ ને ગુજરાત સરકાર દ્વારા લોકો ના કામ શરલતા થી અને જડપ થી થાય તે માટે iora.gujarat.gov.in Portal ની શરૂઆત કરી છે. iora.gujarat.gov.in Portal ના માધ્યમ થી રાજ્યના લોકો ઘરે બેઠા જમીન માપણી, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, જમીન સબંધી અરજીઓ વગેરે ઘરે બેઠા ઓનલાઈન કરી શકશે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલ iora.gujarat.gov.in Portal ના માધ્યમ થકી ગુજરાત રાજ્યના લોકો નીચે મુજબ ની સુવિધાઑ ની જાણકારી સહેલાઈ થી મેળવી શકશે.

iora.gujarat.gov.in Portal પર ની યોજનાઑ

  • ડિજિટલ સિલ્ડ પ્રોપર્ટી કાર્ડ ની નકલ.
  • ડિજિટલ સિલ્ડ દસ્તાવેજ ની નકલ
  • કલામ-૭૩ (એએ) હેઠળ પરવાનગી
  • કોરોના માં મૃત્યુ થયેલ ના પરિવાર ને સહાય
  • ડિજિટલ સિલ્ડ ગામ નમૂના નંબર
  • સુધ્ધ બુધ્ધિ પૂર્વક ના વેચાણ માં પ્રીમિયમ ભરવા પરવાનગી.
  • ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર
  • સબ રજીસ્ટરાર કચેરી સબંધિત અરજી
  • જમીન માપણી સબંધિત અરજી
  • વારસાઈ નોધ
  • વરસાઈ નોધ (સિટી સર્વે કચેરી)
  • ગામ નમૂના નં.૭ માં સુધારા
  • બિનખેતી પ્રીમિયમ સાથે બિનખેતી
  • પ્રીમિયમ ભરવા પરવાનગી
  • બિનખેતી પરવાનગી
  • પ્રમાણિક ઔધોગિક હેતુ પ્રમાણપત્ર
  • જમીન ખરીદવા પરવાનગી
  • પરિવર્તનીય વિસ્તાર ના દાવા પ્રમાણપત્ર

iora.gujarat.gov.in Online Application Process

  • સૌપ્રથમ iora.gujarat.gov.in ની આધિકારિક વેબસાઇટ પર જાઓ.
  • જે હેતુ અરજી કરવાની હોય તે પસંદ કરો.
  • માંગવામાં આવેલી તમામ જાણકારી ભરી દો.
  • ફીસ ભરી દો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરી ને સબમિટ કરી દો.

Leave a Comment

Your email address will not be published.