iora Gujarat Gov In
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજી ના ઉપયોગ થકી પ્રજા ને સરકારી કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે અંગેના ઓનલાઈન સેવાઓના ઉપયોગ થકી વિવિધ મહેસુલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે. જેના થી તમારે કોઈ સરકારી ઓફીસ માં જવાની જરૂર નથી અને ઘરે બેઠા ઓનલાઈન ના માધ્યમ થી આવેદન કરીને જમીન જમીન માપણી, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, બિનખેતી પરવાનગી, જમીન ખરીદવા અંગેની પરવાનગી,વારસાઈ નોધ, અને કોઈના દ્વારા આપની જમીન પચાવી પાડવામાં આવી છે તો આ બધા મહેસુલી સેવાઓ નો લાભ હવે સરકાર દ્વારા નક્કી કરેલી વેબસાઈટ iora Gujarat Gov In ના માધ્યમ થી ઘરે બેઠા અરજી કરી ને તમારી દરેક સમસ્યાના નિવારણ અને ઝડપી કામ કરાવી શકાશે.
આજે અમો તમોને અમારી વેબસાઈટ yojanainhindi.in ની એક પોસ્ટ ના માધ્યમ થી iora Gujarat Gov In Portal વિષે સપૂર્ણ જાણકારી આપીશું, અને Imojni Online, Jamin Mapani Online, iora Application Download વગેરે વિષે પણ માહિતી આપીશું.
iora Gujarat Gov In Portal
જમીન દફતર ખાતાની કચેરીઓમાં Jamin Mapni માટેની અરજી કરવાની પ્રક્રિયા ઝડપી અને અરજદાર દ્વારા કચેરીના સીધા સંપર્ક વગર હાથ ધરાય તે માટે ગુજરાત સરકાર દ્વારા Jamin Mapani, Jamin Had Mapni, હિસ્સા માપણી અને પૈકી માપણી કરાવવા માટેની અરજી iora Gujarat Gov In Portal પર Online કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ અંગે iORA Poratl પર અરજદાર ને અરજી કરવા તેમજ જમીન દફતર કચેરીઓની માપણી કામગીરી Imojni Application મારફત કરવા નિર્ણય લેવામાં આવેલ છે.
ગુજરાત સરકાર દ્વારા iora Gujarat Gov In Portal શરુ કરી ને એક ખુબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. iora Gujarat Gov In Portal નો ઉપયોગ ખુબ જ સરળ છે. આજે આપને આ પોર્ટલ ની તમામ વિગતો ની જાણકારી મેળવીશું.
Important Key Of iORA Gujarat
- iORA Poratl પર ઉપલબ્ધ વિવિધ માપણી અંગેની અરજી ફક્ત ઓનલાઈન કરવાની રહેશે, અરજદારો ને અરજી કરવા માટે નિયત નમૂનાનું ફોર્મ સીસ્ટમ પરથી જ જનરેટ થશે.
- Jamin Mapani Online Application ગ્રામ પંચાયત કચેરી માંથી પણ પંચાયત વિભાગ દ્વારા નક્કી કરાયેલ દરે કરવાની રહેશે.
- પ્રથમ તબક્કામાં ખેડૂત ખાતેદારો દ્વારા કરવામાં આવતી હદ માપણી, હિસ્સા માપણી અને પૈકી Jamin Mapani ની અરજી Online કરી શકાશે.
- દરેક સર્વે નંબર દીઠ અરજદારે અલગ અરજી કરવાની રહેશે.
- હિસ્સા માપણી અને હદ માપણી ના કિસ્સામાં એક જ સર્વે નંબર ના પૈકી પાણીયા હશે તો જરૂરી હોય તેટલા પૈકી ના નંબરો ની માપણી માટે એક જ અરજી માં અરજી કરી શકાશે.
- માપણી ની અગ્રતા ૨ પ્રકારની રહેશે
- સાદી માપણી
- અરજન્ટ માપણી
- સાદી માપણી ની અરજીનો નીકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી દિન ૬૦ માં થશે.
- અરજન્ટ માપણી ની અરજી નો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી દિન ૩૦ માં થશે.
- હિસ્સા માપણી ના કિસ્સા માં ગામ નમુના નં.૭ માં ચાલતા તમામ કબજેદારો ના હિસ્સા, ક્ષેત્રફળ, ચતુર્દીશા, વગેરે બાબતોની સંમંતિ અંગે સીસ્ટમ જનરેટ સોગંદનામાની પ્રિન્ટ જરૂરી સ્ટેપ પેપર પર નીકાળી નોટરીરાઈઝડ કરાવી અપલોડ કરવાની રહેશે.
- જો ગામ નમુના નં.૭ માં ચાલતા તમામ કબજેદારો કરતા ઓછા કબજેદારોની સંમતિ વાળું સોગંદનામું અપલોડ કરેલ હશે તો જમીન માપણી કરવામાં આવશે નહિ.
- દરેક અરજીની ની થતી ફી ઓનલાઈન ના માધ્યમ થી ભરવાની રહેશે.
- માપણી ની પ્રકિયા બાદ માપણી સિટ ની સ્કેન કોપી અરજદાર ને Mail ના માધ્યમ થી મોકલવામાં આવશે.
- અને સોફ્ટ કોપી દિન ૩૦ માં પોસ્ટ ના માધ્યમ થી મોકલી આપવામાં આવશે.
આ પણ વાંચો :-
- કિસાન પરિવહન યોજના અંતર્ગત મળશે દરેક ખેડૂત ને ૫૦,૦૦૦ થી ૭૦,૦૦૦ સુધી ની સહાય
- દરેક ગાય ધારક ને મળશે પ્રતિ મહિના ૯૦૦ રૂપિયા ની સહાય
Application Process Of Jamin Mapani Online
આવો જાણીએ કે iora Gujarat Gov In Portal પર જમીન માપણી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય.
- સૌથી પહેલા iora Gujarat Gov In પર જાઓ.
- મુખ્ય પેજ પર આવેલ મેનુ માં “Online Application” ક્લિક કરો.
- અરજી નો હેતુ માં ” જમીન માપણી સબંધિત અરજી” પસંદ કરો.
- અરજીમાં જણાવેલ તમામ વિગતો ભરી દો.
- અરજી ભરતી વખતે જાણકારી ફક્ત શ્રુતિ ફોન્ટ માં જ નાખવાની રહેશે.
- જણાવેલ તમામ વિગતો ભર્યા બાદ અરજી તથા સોગંદનામાની પ્રિન્ટ કરી તેમાં સબંધિત વ્યક્તિઓની સહી કરી, વાંચી શકાય તેવી ક્વોલીટી માં સ્કેન કરી ને અપલોડ કરી દો.
- ગામ નમુના નં. ૭ અને ૮ અપલોડ કરવાના રહેતા નથી.
- દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફી ની રકમ Online/NEFT ના માધ્યમ થી ચુકવવાની રહેશે.
- પેમેન્ટ કર્યા બાદ ફી ભર્યા ની રસીદ ની જનરેટ કરી લો. જે ફરજીયાત છે.
- જો ફી ની રશીદ જનરેટ કરવામાં આવેલ નહિ હોય તો અરજી પૂર્ણ થયેલ ગણાશે નહિ.
- માપણીની તારીખ અને સમય નક્કી કરી દો.
- માપણી ની જે તારીખ અરજદાર દ્વારા નક્કી કરવામાં આવેલ હશે તે સમયે અરજદારે ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહેવાનું રહેશે.
In This Case Your Application Was Postponded
નીચે જણાવેલ કિસ્સા માં તમારી જમીન માપણી ની તારીખ અને સમય માં ફેરફાર કરવામાં આવશે જે અરજદાર ને સહમત થવું પડશે. જે Jamin Mapani માટે નવી તારીખ અને સમય નક્કી કરવામાં આવશે.
- સ્થળે માપણી કરતી વખતે કબજા ઉલટ-સુલત હોય.
- ફી ની રશીદ જનરેટ કરવામાં આવેલ ન હોય.
- જાણકારી ખોટી ભરવામાં આવેલી હોય.
- માપણી ની પ્રક્રિયા માં કોઈ અડચણ ઉભી થતી હોય
- સુલેહ શાંતિ/ અને વ્યવસ્થા નો ભંગ થતો હોય.
- ખેતરમાં પાણી ભરાયેલ હોય.
- ખેતર સુધી પહોચી શકાતું ન હોય.
- ખેતરમાં પાક ઉભો હોય (ડાંગર, એરંડા વગેરે જે માપણી માં અડચણરૂપ થાય)
Imojni Application Download
If You want To Download Imojni Application Then Click here :- Imojni Application
iora Gujarat Gov In Helpline Number
ક્રમ | જિલ્લાનું નામ |
હેલ્પ-ડેસ્ક પરના અધિકારીશ્રી / કર્મચારીશ્રીનું નામ |
હોદ્દો | ફોન નંબર |
1 | અમદાવાદ | શ્રી હરીશ મિત્રા | નાયબ મામલતદાર |
079- 27561970-213 |
૨ | અમરેલી | શ્રી વી. કે. મહેતા | ચીટનીશ ટુ કલેક્ટર |
02792-222579 |
૩ | અરવલ્લી | શ્રી કે. એ. પટેલ | ચીટનીશ ટુ કલેક્ટર |
02774-250204 |
૪ | આણંદ | શ્રી પ્રદિપભાઈ એસ. પટેલ | નાયબ મામલતદાર |
02692-260091 |
૫ | કચ્છ | શ્રી એમ. એમ. કવાડીયા | ચીટનીશ ટુ કલેક્ટર | 02832-252704 -252921 |
૬ | ખેડા | શ્રી દીલીપભાઈ એસ. ધોબી | ક્લાર્ક | 0268-2553940 |
૭ | ગાંધીનગર | શ્રી હર્ષદ બી. પટેલ | નાયબ મામલતદાર | 079-232- 36663 |
૮ | ગીર સોમનાથ | શ્રી એસ. વી. કલસરીયા | મામલતદાર | 02876-285345 |
૯ | છોટાઉદેપુર | શ્રી પી. કે. તરબદા | નાયબ મામલતદાર | 02669-233030 |
૧૦ | જુનાગઢ | શ્રી સી. કે. ટાંકટાં | ચીટનીશ ટુ કલેક્ટર | 0285-2632238 |
૧૧ | જામનગર | શ્રી જે. એચ. પિપરિયા | ક્લાર્ક | 0288-2557601-5 |
૧૨ | ડાંગ | શ્રી પ્રવિણસિંહ વી. પરમાર | ક્લાર્ક | 02631-220221 |
૧૩ | તાપી | કુ. વી. બી. ખેતાન | ચીટનીશ ટુ કલેક્ટર | 02626-221137 |
૧૪ | દેવભુમિભુ દ્વારકા |
શ્રી કે. સી. વાઘેલા | મામલતદાર | 02833-232804 |
૧૫ | દાહોદ | શ્રી આર. પી. પાંડોર | નાયબ મામલતદાર | 02673-239122 |
૧૬ | નર્મદા | શ્રી એસ. એન. સોની | ચીટનીશ ટુ કલેક્ટર |
02640-220648 |