કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂત સહાય યોજના 6000 એટલે કે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” ની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી Khedut Sahay Yojana 6000 એટલે કે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” હેઠળ ભારત દેશના દરેક ખેડૂતને દર ચાર મહિને 2000 રૂપિયાની અને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આજ ના આ આર્ટીકલ ના મધ્યમ થી અમો ભારત સરકાર ની ખેડૂત સહાય યોજના 6000 એટલે કે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” વિષે સંપૂર્ણ જાણકારી આપીશું.
શું છે ખેડૂત સહાય યોજના 6000
ભારત સરકાર દ્વારા ભારત રાજ્યના નાના અને સીમાંત ખેડૂતો ની આવક માં વધારો કરવા માટે મદદરૂપ થવા માટે કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગ અને સહકાર વિભાગ દ્વારા Khedut Sahay Yojana 6000 એટલે કે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” ને શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી ભારત સરકાર દેશના તમામ નાના અને સીમાંત ખેડૂતો ને મદદરૂપ થવા માટે પ્રતિ 3 મહિને 2000 રૂપિયાની સહાય એટ્લે કે પ્રતિ વર્ષ 6000 રૂપિયાની સહાય ખેડૂતના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવશે. ભારત સરકાર દ્વારા દેશના નાના અને સીમાંત ખેડૂતો ને આ સહાય થી ખૂબ મદદરૂપ થશે. તો ચાલો જાણીએ આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું અને કોને મળશે અને કેવી રીતે મળશે.
Khedut Sahay Yojana 6000 નો લાભ કોને મળશે
ભારત સરકાર દ્વારા આ યોજના દેશના નાના અને સીમાંત વર્ગના ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી છે માટે આ યોજનાનો લાભ પણ દેશ ના નાના અને સીમાંત ખેડૂતો ને જ મળવાપાત્ર થશે. દરેક વ્યક્તિ આ યોજના અંતર્ગત ખોટી સહાય ના મેળવી જાય એ માટે સરકાર દ્વારા આ યોજના માં લાભ લેવા માટે એટ્લે કે દર ત્રણ મહિને 2000 રૂપિયાની સહાય મેળવવા માટે અમુક માપદંડો રાખવાંમાં આવ્યા છે, જો ખેડૂત એ માપદંડો ને આધીન હસે તો ભારત સરકાર ની ખેડૂત સહાય યોજના 2000 એટલે કે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” હેઠળ લાભ લેવા પાત્ર બનશે.
વર્ષ 2022 ની નવી સબસિડી યોજનાઓ વિષે સંપૂર્ણ જાણકારી
લાભાર્થી ની પાત્રતા
- આ યોજના અંતર્ગત લાભ લેવા ઇચ્છિત વ્યક્તિ ખેડૂત હોવો જોઈએ.
- ખેડૂત આવેદક ની ઉમર 18 વર્ષ થી વધુ ની હોવી જોઈએ.
- એક કુટુંબ માં એક જ એટ્લે કે મુખ્ય વ્યક્તિ ને સહાય મળવાપાત્ર રહેશે.
- કુટુંબમાં અપરણિત બાળકો નો સમાવેશ થસે અને પરણિત બાળકોનો સમાવેશ નહીં થાય.
- ખેડૂત આવેદક પાસે 2 હેકટર થી વધુ જમીન ન હોવી જોઈએ.
- ખેડૂત આવેદક સરકારી કર્મચારી ન હોવો જોઈએ.
- ખેડૂત આવેદક IT Return ન ભરતો હોવો જોઈએ.
- આવેદક પેંશનર ન હોવો જોઈએ.
- જમીન માં એક કરતા વધુ જમીન ધારક ખેડૂત કુટુંબના નામ હોય અને કુલ જમીન બે હેક્ટર કરતા ઓછી હોય તે કિસ્સામાં રેકોર્ડમાં નામ ધરાવતા તમામ સ્વતંત્ર ખેડૂત કુટુંબને લાભ મળવા પાત્ર રહેશે,
સહાય કેવી રીતે મળશે
જો કોઈ ખેડૂત મિત્ર અમારા દ્વારા ઉપર લખેલ લાભાર્થીની પાત્રતા ને આધીન હસે અને લાભ લેવા ઇચ્છતો હસે તો તેને સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત વર્ષ ના દર ચોથા મહિને રૂપિયા 2000 ની સહાય એટ્લે કે પ્રતિ વર્ષ 6000 રૂપિયાની સહાય ખેડૂત લાભાર્થીના બેન્ક ખાતામાં DBT ચૂકવનાં પદ્ધતિ દ્વારા જમા કરવામાં આવશે. જો લાભાર્થી ના બેન્ક ખાતામાં થોડી પણ ભૂલ જણાશે તો સહાય રોકી દેવામાં આવશે અને ખેડૂત આવેદક દ્વારા તે ભૂલ સુધાર્યા બાદ સહાય શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો :-
ઇચ્છુક આવેદક ને Khedut Sahay Yojana 2000 એટલે કે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” હેઠળ પ્રતિ ચાર મહિને 2000 રૂપિયાની સહાય મેળવવા માટે ભારત સરકાર દ્વારા આ યોજના માટે લાગુ કરેલ આધિકારિક વેબસાઇટ www.pmkisan.gov.in પર જઈ ને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે, આવેદન કરવા માટે જરૂરી દસ્તાવેજો ની સૂચિ નીચે મુજબ છે.
આવેદન માટે જરૂરી દસ્તાવેજો
- આવેદક નું આધાર કાર્ડ
- 7/12 8અ ના ઉતારા
- બેન્ક ખાતા ની ચોપડી
- મોબાઈલ નંબર
આવેદન કરવાની રીત
- આધિકારિક વેબસાઇટ www.pmkisan.gov.in પર જાઓ.
- હોમ પેજ પર ના New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો.
- આધાર નંબર, મોબાઈલ નંબર, નાખો.
- રાજ્ય અને કેપચા ભરી SEnd OTP બટન પર ક્લિક કરો.
- નાખેલ મોબાઈલ નંબર પર OTP આવશે તે નાખી ને આગળ ની માહિતી ભરી દો.
- બધી જ માહિતી ભરાઈ ગયા બાદ Submite કરી દો.
સારી રીતે સમજવા માટે નીચે આપેલ વિડીયો જોઈ લેવો.