પીએમ કિસાન યોજના 2022 | PM Kisan Yojana 2022 New Beneficiary List |

PM Kisan Yojana :- નમસ્તે દોસ્તો ! દેશ ના બધા જ લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતો માટેના હિત માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન યોજના 2022 એટલે કે પ્રધાનમંત્રી કિસાન યોજના વિષે બઉ સારી રીતે જાણે છે. ભારત સરકાર ની આ યોજના પીએમ કિસાન યોજના 2022 અંતર્ગત તાજેતર માં 31 મે ના રોજ 11 મો હપ્તો ખેડૂતોના બેન્ક ખાતામાં નાખવામાં આવ્યો છે. આમ ભારત સરકાર દ્વારા PM Kisan Yojana અંતર્ગત આજ દિન સુધી કુલ 11 હપ્તા લાભાર્થી ખેડૂતો ના બેન્ક ખાતામાં ટોટલ 22,000/- રૂપિયા પ્રતિ ખેડૂત લાભાર્થીને ચૂકવવામાં આવ્યા છે. 

શું છે પીએમ કિસાન યોજના 2022

ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને અહી ગામડાના 90% લોકો ખેતી પર નિર્ભર છે. પરંતુ દેશના ખેડૂતોની સ્થિતિ થોડી દયનીય છે, માટે ભારત સરકાર દ્વારા ખેડૂતો ના હિત માટે ઘણી બધી નવી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ પૈકી એક પીએમ કિસાન યોજના 2022 પણ છે. ભારત સરકાર ની આ યોજના અંતર્ગત ખેડૂત ને ખેતીમાં ઉપયોગી થવા માટે પ્રતિ વર્ષ 6,000/- રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તો વર્ષ ના પ્રથમ 4 માસ માં, બીજો હપ્તો માસ ના બીજા 4 માસ માં અને ત્રીજો હપ્તો વર્ષ ના અંતમાં ચૂકવવામાં આવે છે.

પી એમ કિસાન યોજના 2022

ભારત દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતો ના હિત ને ધ્યાનમાં રાખી ને 1 ડિસેમ્બર 2018 ના રોજ પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એટ્લે કે પીએમ કિસાન યોજના 2022 શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશ ના 70% ખેડૂતો ને આવરી લેવામાં આવ્યા છે અને પ્રત્યેક ખેડૂત દીઠ આજ દિન સુધી 11 હપ્તા એટલે કે પ્રતિ ખેડૂત દીઠ 22,000 રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે સરકાર દ્વારા યોજના ના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જે ખેડૂત લાભાર્થી આ માપદંડો ને અનુસરતો હસે તે જ ખેડૂત ને પીએમ કિસાન યોજના 2022 અંતર્ગત પ્રતિ વર્ષ 6,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચો :- આઈ ખેડૂત પોર્ટલ પર ની નવી યોજનાઓ

Short Details Of PM Kisan Yojana 2022 

યોજના નું નામ પી એમ કિસાન યોજના 2022
યોજના નો વ્યાપ સંપૂર્ણ ભારત દેશમાં
ક્યારે શરૂ કરવામાં આવી 1 ડિસેમ્બર 2018
કોના દ્વારા શરૂ કરવામાં આવી પ્રધાનમંત્રીશ્રી દ્વારા 
લાભાર્થીઓ દેશ ના મધ્યમ વર્ગ ના ખેડૂતો
આધિકારિક વેબસાઇટ pmkisan.gov.in

યોજના ની સિદ્ધિ

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશ ના મધ્યમવર્ગ ના ખેડૂતોની સ્થિતિ ધ્યાન માં રાખી ને 1 ડિસેમ્બર 2018 ના રોજ પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ( પી એમ કિસાન યોજના 2022) શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આજ દિન સુધી દેશના 90% મધ્યમ વર્ગ ના ખેડૂતો નો સમાવેશ કરી દેવામાં આવ્યો છે અને પ્રત્યેક ખેડૂતો દીઠ 11 હપ્તા એટ્લે કે 22,000 રૂપિયાનું ચૂકવાનું કરી દેવામાં આવ્યું છે. આ યોજના થકી સરકાર નો ખેડૂતો ને મદદ કરવાનો હેતુ સિદ્ધ થવા પામ્યો છે.

માપદંડો

જે આવેદક નીચે જણાવેલ માપદંડો ને અનુસરતો હશે તે જ આવેદક પી એમ કિસાન યોજના 2022 અંતર્ગત સહાય મેળવવા ને પાત્ર બનશે.

  • આવેદક ખેડૂત હોવો જોઈએ.
  • આવેદક ભારત દેશ નો રહેવાસી હોવો જોઈએ.
  • 18 વર્ષ થી વધુ ની ઉમર હોવી જોઈએ.
  • 2 હેક્ટર થી વધુ જમીન ધરાવતા ન હોવા જોઈએ.
  • ઇન્કમ ટેક્સ ભરતો ન હોવો જોઈએ.
  • પેન્શનર ન હોવો જોઈએ.
  • સરકારી નોકરી ધરાવતો ન હોવો જોઈએ.

 

Leave a Comment