SSA Gujarat 2022 :- નમસ્તે મિત્રો | ગુજરાત સરકાર શૈક્ષણિક ક્ષેત્રે સુધારા લાવવા માટે અવાર નવાર યોજનાઓ અને વિવિધ ઇંપ્લીમેંટ કરતી રહે છે. ગુજરાત સરકાર દ્વારા હવે શૈક્ષણિક તમામ કામગીરી ને હવે ઓનલાઈન કરી દીધી છે, જેમકે શિક્ષકો ની હાજરી, બાળકો ની હાજરી, ગુણોત્સવ ની માહિતી, વિધ્યાર્થીઓ ના આધાર કાર્ડ ને લગતી માહિતી અપડેટ કરવી વગેરે તમામ માહિતી ને હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે. આજના આ આર્ટીકલ ના મધ્યમ થી અમો તમોને ગુજરાત સરકાર ના શૈક્ષણિક વિભાગ ને લગતા SSA Gujarat ની વેબસાઇટ એટ્લે કે પોર્ટલ ssagujarat.org વિષે સંપૂર્ણ માહિતી આપીશું.
શું છે SSA Gujarat 2022 ?
ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણીક વિભાગ ને ડિજિટલ કરવાનો ખૂબ સુંદર નિર્ણય લીધો છે. માટે શાળાઓ અને કોલેજો ના કામો જેવા કે શિક્ષકોની હાજરી, વિધ્યાર્થીની હાજરી, વિધ્યાર્થીઓ ના ગુણ, સ્કૉલરશીપ ના ફોર્મ, આધાર ની વિગતો, ગુણોત્સવ કાર્યક્રમો ની માહિતી, શિક્ષકો ની ભરતી, ઓનલાઈન શિક્ષણ વગેરે ને ઓનલાઈન કરવા માટે ગુજરાત સરકાર ના સર્વ શિક્ષા અભિયાન ના શિક્ષણ વિભાગ દ્વારા SSA Gujarat Portal ને અમલી કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર ના શૈક્ષણિક વિભાગ ના SSA Gujarat Portal ના માધ્યમ થી હવે શાળાઓ ના તમામ કામો હવે ઓનલાઈન કરવામાં આવશે. SSA Gujarat Portal 2022 અંતર્ગત થતાં કામો ની વિગત અને તે કામ કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે.
SSA Gujarat Portal પર અમલી શિક્ષણવિભાગ ના કાર્યો
- Samagra Siksha
- GIS School Mapping
- Gunotshav Gujarat
- Gyankunj
- G Shala
- Teacher Portal
- School Monitring App
- Adhaar Dise Child Tracking System
- Online Attendance System
- Periodical Assessment Test
- Transportation
- Migration Monitring System
- Chidren With Special Needs (CWSN)
- WSDP
- Shala Swachhta Gunank
- Recuirment
- Gujarat Career Portal
- Home Learning
- Dise
SSA gujarat login
SSA Gujarat Org પોર્ટલ ગુજરાત શૈક્ષણિક વિભાગ એટ્લે કે શાળા અને કોલેજો ને લગતી જરૂરી વેબસાઇટો ને ની તમામ લિન્ક એક જ પોર્ટલ ના માધ્યમ થી આપવામાં આવતું પોર્ટલ છે, માટે ssagujarat.org વેબસાઇટ માં કોઈ Login વિકલ્પ આપવામાં આવેલ નથી. આ પોર્ટલ પર શાળા અને કોલેજો ને લગતી જરૂરી વેબસાઇટો પર જવા માટે સીધી લિન્ક આપવામાં આવી છે, જેના માધ્યમ થી શાળાને લગતી તમામ જાણકારી સહેલાઈ થી મળી શકે.
SSA gujarat online hajri
- સૌ પ્રથમ SSAGujarat.Org વેબસાઇટ પર જાઓ.
- નવમા નંબર ના વિકલ્પ Online Attendance System પર ક્લિક કરો.
- શાળાના ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના USERNAME અને PASSWORD થી લોગીન કરો.
- હવે ઓનલાઈન હાજરી ભરી શકો છો.
ssa gujarat online hajri link થી ડાઇરેક્ટ online hajari ના portal પર જઈ ને પણ બાળકો ની હાજરી ભરી શકો છો. DIrect ssa gujarat online hajri link
ssa gujarat teacher profile
ssa gujarat teacher profile ની વેબસાઇટ પર જવા માટે ડાઇરેક્ટ લિન્ક પર ક્લિક કરો :- https://teacherportal.gujarat.gov.in/