સબસીડી યોજના 2021 | Gujarat Government Subsidy Yojana 2021

સબસીડી યોજના 2021 :- નમસ્તે દોસ્તો ! ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકો અને ખેડૂતો ના હિત અને મદદરૂપ થવા માટે ઘણી અલગ અલગ પ્રકારની સબસીડી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમાં ખેડૂતો અને સામાન્ય લોકો ને આ યોજનાઓ અંતર્ગત નક્કી કરેલ વસ્તુઓ કે ઓજારો ખરીદવા પર સરકાર દ્વારા સબસીડી રૂપે સહાય આપવામાં આવે છે જેથી ખેડૂત કે સામાન્ય વ્યક્તિ ને તે જરૂરી સાધન કે ઓજારો ખરીદવામાં તકલીફ ન પડે અને તેને સહેલાઇ થી ખરીદી શકે. ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૧ ના વર્ષ માં ઘણી બધી સબસીડી યોજનાઓ અમલમાં મુકવામાં આવી હતી જેની વિગતવાર જાણકારી આપને આ પોસ્ટના માધ્યમ થી મેળવીશું.

સબસીડી યોજના 2021

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂત ભાઈઓ અને સામાન્ય અને માધ્યમ વર્ગ ના લોકો જી જીવન શૈલી સુધારવા માટે દર વર્ષે અલગ અલગ પ્રકારની યોજનાઓ ને અમલી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧ માં પણ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી ને ગુજરાત રાજ્યના ખેડૂતો અને માધ્યમ વર્ગ ના લોકો ને ઘણી બધી જુદી જુદી સહાયો ચુકવવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ની સબસીડી યોજના 2021 ની યાદી માં નીચે મુજબ ની યોજનાઓનો સમાવેશ થાય છે.

સબસીડી યોજના 2021 ની પાત્રતા

 • અરજદાર મૂળ ગુજરાત રાજય નો રહેવાસી હોવો જોઈએ.
 • અરજદાર 18 વર્ષ થી નાની વય નો ન હોવો જોઈએ.
 • અરજદાર ની ઉમર 50 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
 • અરજદાર સફાઈ કામદાર કે તેનો આશ્રિત હોવો જોઈએ.
 • નક્કી કરેલ સંખ્યા કરતાં વધારે આવેદનો આવશે તો ડ્રો ની પધ્ધતિ થી આવેદનો સ્વીકારવામાં આવશે.
 • બીપીએલ/વિધવા/તકતા/વિકલાંગ અને આવક મર્યાદા ધરાવતા આવેદકો ની પ્રથમ પસંદગી કરવામાં આવશે.

સબસીડી યોજના 2021 ની યાદી

 1. મફત સેડ ને છત્રી સહાય યોજના
  • ગુજરાત સરકાર ની મફત સેડ ને છત્રી સહાય યોજના અંતર્ગત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ અને છૂટક ધંધો કરતા વેપારીઓ કે ફેરિયાઓ ને પોતાના ફળ-અને શાકભાજી ને વરસાદ અને તડકા થી રક્ષણ મેળવવા માટે મફત છત્રી અને શેડ આપવામાં આવે છે.
 2. પાક સંગ્રહ યોજના (અનાજ ગોડાઉન સહાય યોજના)
  • પાક સંગ્રહ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ખેડૂતો ને પોતાના પાક નો સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા માટે સહાય કે સબસીડી ચુકવવામાં આવે છે.
 3. ખેડૂત સહાય યોજના 6000
  • ખેડૂત સહાય યોજના 6000 અંતર્ગત દેશના માધ્યમ વર્ગ ના ખેડૂતો ને પ્રતિ વર્ષ 6000 રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે. પ્રતિ ૪ મહીને ૨૦૦૦ રૂપિયા ખેડૂત ખાતેદાર ના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
 4. કિસાન પરિવહન યોજના
  • ગુજરાત સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂત ભાઈ ઓને પોતાના પાક  ને ખેતર થી ગોડાઉન કે વેચવા માટે બજાર અમ લઇ જવા માટે જરૂરી સાધન કે ટ્રેક્ટર ખરીદવા માટે સબસીડી ચુકવવામાં આવે છે.
 5. તાર ફેન્સીંગ યોજના
  • ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતો ને પોતાના પાક ના રક્ષણ માટે ખેતર ની ફરતે કંટાળા તારની વાડ કરવા માટે સબસીડી આપવામાં આવે છે.
 6. પશુપાલન યોજના 
  • પશુપાલન યોજના અંતર્ગત સરકાર દ્વારા ખેડૂત ને પશુ જેમ કે ગાય-ભેસ ખરીદવા માટે સહાય કે લોન ચુકવવામાં આવે છે.
 7. દેશી ગાય સહાય યોજના
  • આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ગાય ધારક ખેડૂતો ને ગાય ના નિભાવ માટે પ્રતિમાહ ૯૦૦ રૂપિયાની સહાય ચુકવવા માં આવે છે.
 8. ખેડૂત અકસ્માત બીમાં યોજના
  • આ યોજના અંતર્ગત ખેડૂત ના અકસ્માત વખતે મૃત્યુ થવા પર કે ખોડખાંપણ આવવા પર સહાય ચુકવવામાં આવે છે.

 

Leave a Comment