Tractor Sahay Yojana | Tractor Subsidy In Gujarat 2022

Tractor Sahay Yojana :- ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂત ભાઈઓ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, અને સરકાર દ્વારા ખેડૂતો માટે આ બધી યોજનાઓ ખેડૂત ને માત્ર એક જ પ્લેટફોર્મ પરથી મળી રહે તે માટે Ikhedut Portal ને શરૂ કરવામાં આવ્યું છે. Ikhedut Portal 2022 ના માધ્યમથી ખેડૂત મિત્રો ઘરે બેઠા તમામ નવી યોજનાઓ ની જાણકારી મેળવી શકે છે. ગુજરાત સરકાર અને કૃષિ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂતો ના હિત લક્ષી ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. જે તમામ ને I khedut Portal 2022 પર મૂકવામાં આવેલ છે. અને તેની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવેલી છે. આજે અમો આ આર્ટીકલ ના માધ્યમ થી Ikhedut Portal ની Tractor Sahay Yojana ની તમામ જાણકારી આપીશું. અમારા દ્વારા આ વેબસાઇટ દ્વારા ikhedut portal gujarat 2022 ની તમામ યોજનાઓ ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે :- Ikhedut Portal Yojana List 2022

Short Details About Tractor Sahay Yojana

યોજના નું નામTractor Sahay Yojana | Tractor Subsidy In Gujarat 2022 | ટ્રેક્ટર સબસિડી યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર અને કૃષિ વિભાગ દ્વારા
યોજનાનો વ્યાપસંપૂર્ણ ગુજરાતમાં
લાભાર્થીઓ ખેડૂત ભાઈઓ
આપવામાં આવતી સહાયટ્રેક્ટર ની ખરીદી પર સબસિડી કે સહાય
આધિકારિક વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in

ટ્રેક્ટર સબસિડી યોજના શું છે?

પહેલા ના સમય માં લોકો ખેતી કરવા માટે અમુક સીમાંત જ સાધનો નો ઉપયોગ કરતાં હતા પરંતુ હાલના આધુનિક સમય માં ખેતર ખેડવા માટે અને જડપી પાક ની ફસલ લેવા માટે બળદ કે ગાડા નો ઉપયોગ કરવાનું બંદ કરી ને આધુનિક સાધનો તરફ પ્રયાણ કરેલું જોવા મળે છે. જેમાં ખેતર ખેડવા માટે ટ્રેક્ટર નો ઉપયોગ કરે છે તથા પાક ની કાપણી તથા તેને લેવા માટે પણ વિવિધ આધુનિક સાધનો નો ઉપયોગ કરે છે, 

tractor subsidy in gujarat

પરંતુ હજુ સુધી ઘણા ખેડૂતો જોડે આ આધુનિક સાધનો ખરીદવાની સ્થિતિ ન હોવા ને કારણે તે સારો પાક મેળવી શકતા નથી, માટે આવા ખેડૂતો ને આધુનિક સાધનો તથા ટ્રેક્ટર વસાવવા માટે તથા ખેડૂતો ને આધુનિક ખેતી તરફ લઈ જવા માટે Tractor Sahay Yojana શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો ને નવા ટ્રેક્ટર ની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે.

આપવામાં આવતી સહાય

ગુજરાત સરકાર ની ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી Tractor Subsidy In Gujarat 2022 અંતર્ગત અનુસુચિત જનજાતિના ખેડૂતો ને ટ્રેક્ટર ની ખરીદી પર ખર્ચ ના 50% સુધી કે 0.60 લાખ રૂપિયા ની સબસિડી આપવામાં આવશે તથા આની ખેડૂતો ને ખેડૂતો ને ટ્રેક્ટર ની ખરીદી પર ખર્ચ ના 40% સુધી કે 0.45 લાખ રૂપિયા ની સબસિડી આપવામાં આવશે.

ખેડૂત ગોડાઉન સહાય યોજનાખેડૂત ફ્રી મોબાઈલ યોજના

સહાય મેળવવા માટેની પાત્રતા

  • અરજદાર ખેડૂત હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પાસે ખેતી ની જમીન હોવી જોઈએ.
  • અરજદાર ની ઉમર 18 વર્ષ કે તેથી વધુ ની હોવી જોઈએ.
  • સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ડીલર પાસે થી જ ટ્રેક્ટર ખરીદવું પડસે.

આવેદન માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • 7/12 ના ઉતારા
  • 8 અ ના ઉતારા
  • બેન્ક ખાતાની પાસબૂક
  • 2 પાસપોર્ટ સાઈજ ફોટો
  • જો દિવ્યાંગ હો તો તેનું પ્રમાણપત્ર
  • જાતિ નો દાખલો
  • સંયુક્ત ખાતેદાર હોય તો બીજા ખાતેદાર ની સંમતિ
  • રેશન કાર્ડ ની નકલ

યોજના ના મહત્વ ના મુદ્દાઓ

  • આવેદક ખેડૂત હોવો જોઈએ તો જ તેને Tractor Sahay Yojana અંતર્ગત સબસિડી મળવાપાત્ર રહેશે.
  • Tractor Subsidy In Gujarat 2022 અંતર્ગત સબસિડી મેળવવા ઇચ્છતા આવેદકે સરકાર દ્વારા નક્કી કરેલ ડીલર પાસે થી જ ટ્રેક્ટર ની ખરીદી કરવા ની રહેશે.
  • જૂના ટ્રેક્ટર ની ખરીદી પર સબસિડી આપવામાં આવશે નહીં.
  • એક ખેડૂત ને માત્ર એક જ વાર સબસિડી ચૂકવામાં આવશે.
  • સબસિડી ની રકમ ટ્રેક્ટર ની ખરીદી કર્યા બાદ ચૂકવવામાં આવશે.

Tractor Subsidy Sahay Yojana Online Apply

  • https://ikhedut.gujarat.gov.in પર જાઓ.
  • “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
  • “બાગાયતી યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
  • યોજનાઓ ના ક્રમ નં.17 ની “ટ્રેક્ટર (20 PTO HP) પર ક્લિક કરો.
  • માંગવામાં આવેલી જાણકારી ભરી દો.
  • દસ્તાવેજો અપલોડ કરી દો.
  • આવેદન ને સબમિટ કરી દો.
  • આવેદન ની પ્રિન્ટ કાઢી લો.
  • ટ્રેક્ટર ની ખરીદી કરો અને આવેદન ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે ડીલર ને આપી દો.

Leave a Comment

Your email address will not be published.