વ્હાલી દીકરી યોજના 2022 સંપૂર્ણ માહિતી | Vahali Dikri Yojana Form PDF Download

Vahali Dikri Yojana : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકો ના વિકાસ માટે અલગ અલગ પ્રકાર ની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, આજના આર્ટીકલ માં અમો ગુજરાત સરકાર ની ગુજરાત રાજ્યની દીકરીઓ એટ્લે કે બેટીઓ માટે શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના 2022 વિષેની સંપૂર્ણ જાણકારી આપીશું. અમારા દ્વારા આ આર્ટીકલ ના માધ્યમ થી વ્હાલી દીકરી યોજના શું છે, તેને શરૂ કરવા પાછળ નો હેતુ, યોજના અંતર્ગત મળતી સહાય, વાલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવવા ની પાત્રતા, નિયમો, Vahali Dikri Yojana Form PDF, આવેદન ક્યાં કરવું, ફોર્મ સાથે ક્યાં દસ્તાવેજો જોડવા, ફોર્મ ક્યાં જમા કરાવવું, ફોર્મ જમા કરાવ્યા બાદ સહાય ક્યારે મળશે ની સંપૂર્ણ જાણકારી આપીશું.

યોજના નું નામ વ્હાલી દીકરી યોજના| vhali dikari 2022
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા
હેતુ રાજ્યની બેટીઓ ના વિકાસ અને શિક્ષણ માં સુધારો
મળવા પાત્ર સહાય  1 લાખ 10 હજાર
આવેદન પ્રક્રિયા ઓફલાઇન
આધિકારિક વેબસાઇટ https://wcd.gujarat.gov.in/

Vahali Dikri Yojana શું છે ?

વ્હાલી દીકરી યોજના ના નામ પર થી જ ખબર પડી જાય છે કે આ યોજના રાજ્યની દીકરીઓ માટે શરૂ કરવામાં આવી હસે અને તે સાચું જ છે, ગુજરાત સરકાર દ્વારા દીકરી ના શિક્ષણ માં સુધારો લાવવા માટે Vahali Dikri Yojana 2022 ને અમલમાં કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત ની 25 લાખ દીકરી એટ્લે કે બેટી ઑ ને 700 કરોડ રૂપિયા ની સહાય આપશે . જેમાં દરેક દીકરી ને 1 લાખ 10 હજાર રૂપિયા ની સહાય વિવિધ તબક્કા માં આપવામાં આવશે.

વ્હાલી દીકરી યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની દીકરીઑ માટે શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના એ દીકરીના શિક્ષણ અને વિકાસ માટે શરૂ કરવામાં આવી છે, આ યોજના શરૂ કરવા પાછળ નો હેતુ ગુજરાત રાજ્યની બેટીઓ ના વિકાસ અને શિક્ષણ માં સુધારો આવે અને તે શિક્ષિત બને તેવો છે.

Gujarat-Vahali-Dikri-Yojana

Vahali Dikri Yojana અંતર્ગત મળવા સહાય

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની દીકરીઑ ને વિવિધ તબક્કા માં એક લાખ 10 હજાર રૂપિયા ની સહાય ચુક્વવામાં આવશે. સરકાર તરફ થી આટલી સહાય મળવાથી ગરીબ પરિવાર ની દીકરી પણ પોતાનું શિક્ષણ સહેલાઈ થી પૂરું કરી શકસે. સહાય ના તબક્કા નીચે મુજબ છે.

પાલક માતા પિતા યોજના ની જાણકારી મૃત્યુ સહાય યોજના ની જાણકારી
 1. દીકરી જ્યારે પ્રથમ ધોરણ માં ભણવા બેસસે એટ્લે કે પહેલા ધોરણ માં એડમિશન લેસે ત્યારે રૂ, 4000/- (ચાર હજાર રૂપિયા) ની સહાય આપવામાં આવશે.
 2. દીકરી જ્યારે નવમા ધોરણ માં પ્રવેશ મેળવશે ત્યારે રૂ,6000/- (છ હજાર રૂપિયા) ની સહાય આપવામાં આવશે.
 3. દીકરીના જ્યારે 18 વર્ષ પૂરા થશે ત્યારે રૂ. 1,00,000/- (એક લાખ રૂપિયા) ની સહાય આપવામાં આવશે.
 4. આમ Vahali Dikri Yojana અંતર્ગત કુલ 1 લાખ 10 હજાર રૂપિયા ની સહાય ચૂકવવામાં આવશે.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવવા ની પાત્રતા

ગુજરાત સરકાર ની વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય કોણ મેળવી શકે અને કોણ આવેદન કરી શકે તેના નિયમો નીચે મુજબ છે.

 • આવેદક ગુજરાત રાજ્ય નો રહેવાશી હોવો જોઈએ.
 • આવેદક ની વાર્ષિક 2 લાખ થી વધુ ન હોવી જોઈએ.
 • પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ પુત્રીઓને યોજનાનો લાભ મળે છે.
 • અમુક કિસ્સામાં બીજી/ત્રીજી ડીલીવરી વખતે પરિવારમાં 1 કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને યોજનાનો લાભ મળે છે.

વ્હાલી-દીકરી-યોજના-Vahali-Dikri-Yojana

વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવવા જરૂરી દસ્તાવેજ

 • આવેદન ફોર્મ
 • દીકરી નું જન્મપ્રમાણ પત્ર
 • દીકરી નું આધાર કાર્ડ
 • આવક નો દાખલો (દીકરી ના માતા પિતાનો)
 • લગ્ન પ્રમાણપત્ર (દીકરી ના માતા પિતાનું)
 • દીકરી ના માતા પિતાની આધાર કાર્ડ ની નકલ
 • રેશન કાર્ડ ની નકલ
 • બેન્ક ખાતાની વિગત
 • મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઈજ ફોટો

વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવવા આવેદન ની પ્રક્રિયા

વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવવા આવેદન ની પ્રક્રિયા ને ઓફલાઇન રાખવા માં આવેલ છે. જે માટે ઉપર મુજબ ના તમામ દસ્તાવેજો સાથે ફોર્મ સાથે બીડી ને મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે કે ICDS કચેરી ખાતે જમા કરાવવાનું રહે છે.વાલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવવા આવેદન કરવા માટે Vahali Dikari Yojana Application Form બહુ જ જરૂરી છે જે આપ નીચે આપેલી લિન્ક પર થી Download કરી શકો છો.

Vahali Dikri Yojana

Vahali Dikri Yojana Form PDF

Vahali Dikari Yojana Application Form બહુ જ જરૂરી છે જે આપ નીચે આપેલી લિન્ક પર થી Download કરી શકો છો.

ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો : Download

Leave a Comment