Videsh Abhyas Loan Sahay Yojana | Foreign Study Loan Scheme Gujarat Application 2021

આપણે સૌ જાણીએ છીએ કે ઘણા વિદ્યાર્થીઓ નું સ્વપ્ન હોય છે કે વિદેશમાં ભણવા જવું છે અને સારી ડીગ્રી મેળવી ને માતા-પિતા નું નામ રોશન કરવું છે, પરંતુ ત્યાની ફીસ અને બીજા ખર્ચાઓને બાળકોના માતા-પિતા પહોચી વળતા ના હોઈ વિદ્યાર્થીઓનું વિદેશ માં જઈને ભણવાનું સ્વપ્ન સ્વપ્ન જ રહી જાય છે. પરંતુ હવે ગુજરાત સરકાર આવા વિદ્યાર્થીઓનું સ્વપ્ન તુટવા નહિ દે, માટે ગુજરાત સરકાર દ્વારા હવે વિદેશ જઈ ને ભણવા ઈચ્છુક વિદ્યાર્થીઓને Videsh Abhyas Loan Sahay | Foreign Study Loan Scheme Gujarat  હેઠળ સરળ અને પોષાય તેવા વ્યાજદરે લોન આપશે. તો ચાલો સમજીએ સુ છે ગુજરાત સરકારની Videsh Abhyas Loan Sahay Yojana.

શુ છે Videsh Abhyas Loan Sahay Yojana ?

ગુજરાત માંથી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા અને માધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ વિદેશ જઈ ને અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા Foreign Study Loan Scheme ને અમલી કરી છે. ગુજરાત સરકાર ની આ યોજના અંતર્ગત ૧૫ લાખ રૂપિયા સુધી ની લોન ૪ ટકા વાર્ષિક વ્યાજદર થી મળે છે.

પરંતુ આ લોન પણ દરેક વિદ્યાર્થી ને આપવામાં આવતી નથી. ગુજરાત સરકાર ની Videsh Abhyas Loan Sahay Yojana હેઠળ ૧૫ લાખ સુધી ની લોન લેવા માટે પણ ગુજરાત સરકાર દ્વારા અમુક નિયમો એટલે કે માપદંડો ને નક્કી કરવામાં આવેલ છે. જે કોઈ વિદ્યાર્થી સરકાર ના નક્કી કરેલા માપદંડો માં આવતો હશે તેને જ ગુજરાત સરકાર દ્વારા Videsh Abhyas Loan Sahay Yojana હેઠળ ૧૫ લાખ સુધીની લોન વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે આપવામાં આવશે.

અમારા દ્વારા આ આર્ટીકલ ના માધ્યમ થી ગુજરાત સરકારની Videsh Abhyas Loan Sahay Yojana વિષેની સંપૂર્ણ માહિતી આપેલી છે, જેમાં આ લોન સુ છે, વ્યાજદર, કોને આ લોન ની રકમ મળવા પાત્ર છે, લોન કેવી રીતે મળશે, લોન મેળવવા અરજી ક્યાં કરવાની રહેશે, લોન ની રકમ પરત કરવાની રીત, સુ આ લોન માટેનું ફોર્મ ઓનલાઈન ભરી શકાય કે કેમ તેની સંપૂર્ણ માહિતી આપેલી છે. અમારા દ્વારા અમારી આ વેબસાઈટ પર ગુજરાત સરકાર ની વિવિધ લોન યોજનાઓ જેવી કે loan Full Details, ઠાકોર સમાજ ના નિગમ દ્વારા આપવામાં આવતી ઠાકોર સમાજ ના વ્યક્તિઓને Gujarat Thakor Koli Vikas Nigam Loan ની માહિતી, Vajpayee Bankable Loan Yojana ની સંપૂર્ણ જાણકારી વિષે પણ સંપૂર્ણ માહિતી મેળવી શકો છે.

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો

  • વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન આપવામા આવશે.
  • ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે.
  • સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે

લાયકાતના ધોરણો

  • ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૫% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૫ %)
  • સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
  • વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા સબમીટ કરવાની રહેશે.

વ્યાજનો દર

  • વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા

  • સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦લાખથી ઓછી.

મહત્વના જરૂરી આધારો

  • જાતિનો દાખલો
  • કુટુંબની આવકનો દાખલો, આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
  • અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
  • વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I – 20 / Letter of Acceptence
  • વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
  • વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
  • એર ટીકીટની નકલ

ફોર્મ કેવી રીતે ભરવુ

  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલા નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.

Videsh Abhyas Loan Sahay Yojana

  • ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં જમા કરાવવાનુ રહેશે.
  • વેબસાઇટ : https://esamajkalyan.gujarat.gov.in/
  • ઉપર મુજબની વેબસાઇટ પર જઇ Director Developing Cast Walfare પર જવુ.
  • તેના પર વિદ્યાર્થી માર્ગદર્શન માટે નિયત ફોર્મ જરૂરી આધારોની યાદી મેળવી શકશે.
  • નિયત સમય મર્યાદામાં પુર્તતા પુર્ણ કરવાની રહેશે.
  • વિદ્યાર્થીને પુર્તતા માટે પરત આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.

લોન કેવી રીતે પરત કરવી

  • વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે.લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.

જામીનદાર

  • બે સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે. લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ ના થઇ શકે તેમ હોય તો રજુ કરેલ બે જામીનદાર પૈકી કોઇ એક જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે.

નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં)

જાતિ૨૦૧૮-૧૯ ની જોગવાઇફાળવેલ ગ્રાન્ટથયેલ ખર્ચ
સા.શૈ.પ.વ.૧૮૦૦.૦૦૨૨૨૪.૦૦૨૨૨૪.૦૦
અ.પ.વ.૬૦૦.૦૦૯૮.૫૦૯૮.૫૦

સિધ્ધિ

જાતિસિધ્ધિ
સા.શૈ.પ.વ.૩૬૫
અ.પ.વ.૧૨

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *