ગુજરાત વિધવા સહાય યોજના 2022 | Vidhva Sahay Yojana ફોર્મ PDF, ઠરાવ, પરિપત્ર, મજૂરી હુકમ વિષેની તમામ માહિતી

નમસ્તે દોસ્તો ગુજરાત સરકાર રાજ્યનાં લોકો ને મદદરૂપ થવા માટે અને એમના જીવનના વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ અમલી કરતી હોય છે અને ઘણી વાર જૂની યોજનાઓ માં જરૂર લગતા સુધારા કરતી રહે છે. આજના આ આર્ટીકલ માં અમે ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે લાગુ કરેલ વિધવા સહાય યોજના વિષે ની જાણકારી આપીશું. ગુજરાત સરકાર દ્વારા Vidhva Sahay Yojana માં ઘણા સુધારા કરવાંમાં આવેલ છે જેની તમામ માહિતી આ આર્ટીકલ ના મધ્યમ થી જણાવીશું.

અમારા દ્વારા આ આર્ટીકલ ના મધ્યમ થી Vidhva Sahay Yojana વિષે જાણકારી આપવામાં આવી છે, જેમાં 2022 ની શરૂઆત માં ગુજરાત સરકાર દ્વારા કરેલ સુધારા, ઠરાવ, પરિપત્ર, મંજૂરી હુકમ, New Vidhva Sahay Yojana ફોર્મ PDF વગેરે ની જાણકારી નો સમાવેશ કરવામાં આવેલ છે.

Gujarat Vidhva Sahay Yojana માં થયેલ સુધારા

ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ ને પોતાના અને પોતાના કુટુંબ ના ભારણ-પોષણ અને સારું જીવન જીવી શકે તે માટે વિધવા સહાય યોજના અંતર્ગત પ્રતિ માહ વિતીય સહાય આપવામાં આવે છે, જે યોજના માં ગુજરાત સરકાર દ્વારા થોડાક નવા સુધારા કરેલ છે જે નીચે મુજબ છે.

 • ગુજરાત વિધવા સહાય યોજના નું નામ બદલી ને ગંગા સ્વરૂપા યોજના કરી દેવામાં આવ્યું છે.
 • આ યોજના અંતર્ગત વિધવા બહેનો ને પ્રતિમાહ 1000 રૂપિયાની વિતીય સહાય આપવામાં આવતી હતી જે વધારી ને 1250 રૂપિયા કરી દેવામાં આવી છે.
 • વિધવા મહિલા ને 21 વર્ષ થી વધુ ઉમર નો પુત્ર હોય તો પણ આવક મર્યાદા ને ધ્યાન માં લઈ ને આ સહાય ચાલુ રાખવામા આવશે.
 • જૂના ઠરાવ નું જે શરત હતી કે વિધવા મહિલા ને 21 વર્ષ કે તેથી વધુ ઉમર નો પુત્ર ન હોવો જોઈએ તે શરત ને રદ કરી દેવામાં આવી છે.
 • જે મહિલા આવેદક ને જૂની શરત મુજબ 21 વર્ષ થી વધુ ઉમર ના પુત્ર ને કારણે વિધવા સહાય યોજના નો લાભ મળતો બંદ થઈ ગયેલ હોય તો તે ફરી આવેદન કરી ને ફરી થી સહાય મેળવી શકે છે.
 • દર 3 વર્ષે આવક નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
 • વિધવા સહાય યોજના અંતર્ગત સહાય મેળવા માટે કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા ને ગ્રામ્ય વિસ્તાર માટે 120000 અને શહેરી વિસ્તાર માટે 150000 કરી દેવામાં આવેલી છે.Ganga Swarupa Yojana In Gujarati

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યનાં લોકો ને મદદરૂપ થવા માટે ઘણી યોજનાઓ અમલી કરવામાં આવે છે, જે પૈકી રાજ્ય ની વિધવા મહિલાઓ કે જેમના પતિ નું મૃત્યુ થયું છે તેમના માટે તમના પરિવાર નું અને પોતાનું ગુજરાન ચલાવવું બહુ જ મુશ્કેલ બની જવા પામે છે. માટે ગુજરાત સરકાર દ્વારા આવી વિધવા મહિલાઓ ને પોતાના પતિના મૃત્યુ બાદ પોતાનું તથા પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા માં મુશ્કેલી ના પડે અને પોતે પણ બીજી મહિલાઓ ની જેમ સારી રીતે જીવન જીવી શકે અને સોસાયટી માં પોતાની ઇજ્જત સચવાઇ રહે તે હેતુ થી Gujarat Vidhva Sahay Yojana એટ્લે કે (Ganga Swarupa Yojana) શરૂ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધવા સહાય યોજના ( ગંગા સ્વરૂપા યોજના ) અંતર્ગત ગુજરાત રાજ્યની વિધવા મહિલાઓ ને પોતાના તથા પોતાના પરિવારના જીવન ગુજરાન માટે પ્રતિમાહ 1250 ( અંકે એક હજાર બસો પચાસ ) રૂપિયા ની વિતીય સહાયતા આપવામાં આવશે. આ સહાય સરકાર દ્વારા લાભાર્થી મહિલા ના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. આ સહાય દ્વારા વિધવા મહિલા પોતાનું તથા પોતાના પરિવાર નું ગુજરાન શારિ રીતે ચલાવી શકશે. 

યોજના અંતર્ગત મળતી સહાય

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની વિધવા મહિલાઓ ને મદદરૂપ થવા માટે આ ગંગા સ્વરૂપા યોજના એટ્લે કે Vidhva Sahay Yojana ની શરૂઆત કરવાંમાં આવેલી છે, આ યોજના અંતર્ગત પહેલા વિધવા મહિલા લાભાર્થીને પ્રતિ માહ 1000 રૂપિયા ની સહાય આપવામાં આવતી હતી. જે સહાય ની રકમ ને વધારી ને હવે 1250 રૂપિયા પ્રતિમાહ કરી દેવા માં આવી છે. • ગુજરાત વિધવા સહાય યોજના અંતર્ગત વિધવા મહિલા આવેદક ને પ્રતિમાહ 1250 રૂપિયાની વિતીય સહાય આપવામાં આવશે.
 • યોજના અંતર્ગત આપવામાં આવતી સહાય પ્રતિ માહ ચૂકવવામાં આવશે.
 • સહાય ની રકમ મહિલા લાભાર્થી દ્વારા રજૂ કરેલ બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચો :- 

સહાય મેળવવા માટેની પાત્રતા

 • આવેદક મહિલા હોવી જોઈએ.
 • આવેદક મહિલા ના પતિ નું મૃત્યુ થયેલું હોવી જોઈએ.
 • આવેદક વિધવા મહિલા ની ઉમર 18 વર્ષ થી વધુ હોવી જોઈએ.
 • આવેદક મહિલા દ્વારા બીજા લગ્ન ર કરેલ હોવા જોઈએ.
 • આવેદક મહિલા ની ઉમર 64 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
 • આવેદક મહિલા ના કુટુંબ ની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર ના આવેદક માટે 120000 અને શહેરી વિસ્તાર માટે 150000 થી વધુ ન હોવી જોઈએ.

આવેદન પ્રક્રિયા

ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન પ્રક્રિયા ને ઓફલાઇન રાખવામા આવેલ છે. જે અનુસાર સહાય મેળવવા માટે આવેદક દ્વારા વિધવા સહાય યોજના નું ફોર્મ ભરી ને જરૂરી દસ્તાવેજો સાથે બિડાણ કરી ને મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. આ યોજના અંતર્ગત ફોર્મ સાથે જોડાણ કરવાના જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે. આવેદન ફોર્મ મામલતદાર કચેરી માં જમા કરાવ્યા બાદ મામલતદાર દ્વારા તમારી અરજી ને મંજૂર કે ના મંજૂર કરવામાં આવશે. જે અરજી મંજૂર કે નામંજૂર નો હુકમ આવેદક ના ઘર ના એડ્રેસ પર પોસ્ટ ના મધ્યમ થી મોકલવામાં આવશે. 

આવેદન માટે જરૂરી દસ્તાવેજ

 • વિધવા સહાય યોજના આવેદન ફોર્મ
 • પાસપોર્ટ સાઈજ ફોટો
 • વિધવા મહિલાનું આધાર કાર્ડ
 • ચૂંટણી કાર્ડ
 • રાશન કાર્ડ
 • પતિના મરણ નો દાખલો
 • ઉમર નો દાખલો
 • મૈયત વારસદારો નું પેઢીનામું
 • બીજા લગ્ન નથી કર્યા તેવું પ્રમાણપત્ર
 • આવક નો દાખલો
 • સોગંદનામું
 • 21 વર્ષ થી વધુ ઉમર નો પુત્ર હોય તો આવક ની મર્યાદા ના ધ્યાને લઈ ને સહાય ચૂકવવામાં આવશે.વિધવા સહાય યોજના 2022 ફોર્મ pdf

વિધવા સહાય યોજના નું તાજેતરનું લેટેસ્ટ નવું આવેદન ફોર્મ ડાઉનલોડ કરવામાં માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી ને ડાઉનલોડ કરી શકો છો.

વિધવા સહાય યોજના 2022 ફોર્મ pdf

વિધવા સહાય યોજના ઠરાવ અને પરિપત્ર

વિધવા સહાય યોજના અંતર્ગત આજ દિન સુધી ના ઠરાવો અને પરીપત્રો નીચે આપેલા છે, જે તમે ડાઉનલોડ કરી શકો છો.

 1. આવેદન ફોર્મ :- Download
 2. મજૂરી નો હુકમ :- Download
 3. યોજના માં કરવામાં આવેલ સુધારો :- Download 

1 thought on “ગુજરાત વિધવા સહાય યોજના 2022 | Vidhva Sahay Yojana ફોર્મ PDF, ઠરાવ, પરિપત્ર, મજૂરી હુકમ વિષેની તમામ માહિતી”

 1. ગંગા સ્વરૂપ યોજના નો લાભ દરેક વિધવા બહેનનોને સહાય મળે તે હેતુ સાથે અમારી સંસ્થા વનિતા વિશ્રામ સુરત ખાતે કાર્ય કરી રહી છે પણ દરેક વિધવા બહેનને સાચી માહિતી આપવામાં આવતી નથી એના માટે અમે કામ કરી રહ્યા છીએ જેથી આપના દ્વ્રારા વિધવા સહાય માટે કોઈ પણ સુધારા વધારા કરવામાં આવે તો અમારી સંસ્થા વનિતા વિશ્રામ સુરત,અઠવાગેટ-૩૯૫૦૦૧ ને મોકવા વિનંતિ.

  Reply

Leave a Comment