Viklang Sahay Yojana Gujarat | વિકલાંગ કલ્યાણ યોજનાઑ 2022 ની માહિતી

Viklang Sahay Yojana Gujarat :- ગુજરાત રાજ્યના ના ઘણા લોકો અલગ અલગ પ્રકાર ની બીમારી યા અકસ્માતો ને કારણે વિકલાંગ થઈ જવા પામે છે. વિકલાંગ લોકો માં એક આંખે/બંને આંખે આંધળા, લૂલા,લંગડા, શરીર ના કોઈ અંગ નું કામ ન કરવું તેને ગુજરાત સરકાર ની ભાષામાં વિકલાંગ એટલે કે દિવ્યાંગ કહે છે. પોતાના શરીર ના અંગો ગુમાવા ને કારણે આ વિકલાંગ એટલે કે દિવ્યાંગ લોકો ને ઘણી મુશ્કેલી ઑ નો સામનો કરવો પડે છે. માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના વિકલાંગ લોકો ના હિત માટે અલગ અલગ પ્રકાર ની Viklang Sahay Yojana વિકલાંગ કલ્યાણ યોજનાઑ શરૂ કરવામાં આવી છે. 

ગુજરાત સરકાર દ્વારા આ વિકલાંગ/દિવ્યાંગ લોકો ના હિત માટે અમલમાં મૂકેલી વિવિધ Viklang Sahay Yojana Gujarat દ્વારા વિવિધ સ્વરૂપે વિકલાંગ/દિવ્યાંગ લોકો ને મદદરૂપ થવાના આશય થી શરૂ કરવામાં આવી છે. આજે અમો ગુજરાત સરકાર ની વિવિધ Viklang Kalyan Yojana ઑ ની જાણકારી આપીશું.

શું છે Viklang Sahay Yojana Gujarat ?

ગુજરાત રાજ્યમાં ઘણા લોકો એવા છે કે જેમને જન્મ-જાત,બીમારી ને કારણે કે અકસ્માતો ના કારણે પોતાના શરીર ના અમુક ઉપયોગી અંગો ગુમાવી દીધેલ છે, તે લોકો ને વિકલાંગ અથવા તો દિવ્યાંગ કહે છે, આવા લોકો ને પોતાનું બચેલું જીવન પસાર કરવું ખૂબ જ મુશ્કેલીભર્યું થઈ જાય છે. અને ઘણા લોકો આ મુશ્કેલીઓ નો સામનો કરી શકતા ન હોવાથી આત્મહત્યા કરવા ના આરે આવી જાય છે. માટે આવા લોકો ને મદદરૂપ થવા માટે અને આવા લોકો પોતાના અમુક અંગો ગુમાવ્યા છતાં પણ પોતાનું જીવન ખુશી ખુશી વિતાવી શકે તે હેતુ થી ઘણી બધી viklang kalyan યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી Viklang Yojana Gujarat અંતર્ગત ગુજરાત રાજ્યના વિકલાંગ/દિવ્યાંગ લોકો ને વિવિધ સ્વરૂપે સહાય કરવામાં આવે છે. જેમાં સાધન સહાય, મુસાફરી પાસ માં સહાય, આવા લોકો ને લગ્ન કરવા માં સહાય, મફત વીમા સહાય વગેરે વિવિધ પ્રકારે સહાય ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચો :- 

Viklang Kalyan Yojana માં સમાવિષ્ટ યોજનાઓ

  1. ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન યોજના :- ગુજરાત સરકાર દ્વારા આ યોજના થકી ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિ ને માસિક રૂ. ૬૦૦/- સહાય મળવાપાત્ર છે. જેમાં રૂ.૩૦૦/- રાજ્ય સરકાર દ્રારા અને રૂ.૩૦૦ કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવે છે.
  2. સંત સુરદાસ યોજના :- આ યોજના હેઠળ ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર લાભાર્થીને માસિક રૂ. ૬૦૦/- સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર) મારફતે રાજય કક્ષાએથી જમા કરવામાં આવે છે.
  3. દિવ્યાંગ લગ્ન સહાય યોજના :- આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા લગ્ન કરવા માટે યોગ્ય ઉમર ના વિકલાંગ વ્યક્તિઓને 50,000 રૂપિયા સહાય ચૂકવવામાં આવે છે. જો બંને પાત્રો વિકલાંગ હોય તો 50,000+50,000=1,00,000 એક લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે.
  4. દિવ્યાંગ સાધન સહાય યોજના :- આ યોજના અંતર્ગત દિવ્યાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃ સ્થાપન થાય તે હેતુથી સાધનો ખરીદવા માટે 20,000 રૂપિયા સુધી ની સહાય ચૂકવવામાં આવે છે.
  5. દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના :- આ યોજના અંતર્ગત ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને રાજ્ય માર્ગ વાહન વ્યવ્હાર નિગમની તમામ પ્રકારની બસોમાં મફત મુસાફરીનો લાભ આપવામાં આવે છે.
  6. દિવ્યાંગ વીમા સહાય યોજના :- આ યોજના અંતર્ગત ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ ને અને વાર્ષિક રૂ.૬૦૦૦૦૦/- સુધીની આવક ધરાવનારને રૂ. ૧૦૦૦૦૦/- સુધીનું વીમાકવચ મળવાપાત્ર છે.
  7. દિવ્યાંગ મિત્ર યોજના :- આ યોજના અંતર્ગત દિવ્યાંગ મિત્રને લાભાર્થીની ખરાઇ કરી લાભાર્થી દીઠ રૂ. ૧૦૦ બેંક મારફતે ચુકવવામાં આવે છે.
  8. દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના :- આ યોજના અંતર્ગત ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા(ફક્ત અસ્થિવિષયક દિવ્યાંગતા) ધરાવતા અને ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ના વિકલાંગ વ્યક્તિઓ ને ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના હેઠળ સ્કુટરની બેઝીક કિંમત + ડીસેબલ કીટના ૫૦ ટકા અથવા રૂ. ૨૫૦૦૦/- ની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે.
  9. દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના :- આ યોજના અંતર્ગત અભ્યાસ કરતાં દિવ્યાંગ વિદ્યાર્થી ૪૦ ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતા વિધ્યાર્થીઓને વાર્ષિક 1000 થી 10000 સુધી ની શિષ્યવૃતિ ચૂકવવામાં આવે છે.

Viklang Sahay Yojana Gujarat અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન કરવાની રીત

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે શરૂ કરવામાં આવેલ ઉપરોક્ત તમામ Viklang Kalyan Yojana ઑ માં સહાય મેળવવા માટે આવેદન કરવાની પ્રક્રિયા ને ઓનલાઈન કરવામાં આવેલ છે. આ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા માટે દિવ્યાંગ વ્યક્તિ ને કોઈ સરકારી કચેરી ના ધક્કા ખાવાની જરુર નહીં પડે, નીચે આપેલ પ્રક્રિયા ને ફોલ્લો કરી ને કોઈપણ વિકલાંગ વ્યક્તિ ગુજરાત સરકાર ની Viklang Sahay Yojana અંતર્ગત Online Apply કરી શકે છે.

  • esamajkalyan ની આધિકારીક વેબસાઇટ પર જાઓ.
  • Register New User વિકલ્પ પર ક્લિક કરીને પોતાની જાત ને રજીસ્ટર કરી લો.
  • User Id અને Password  નાખી ને Login કરી લો.
  • લૉગિન થયા બાદ ઉપરોકત યોજનાઓ પૈકી જે યોજના માં આવેદન કરવાનું છે તે યોજના પર ક્લિક કરો.
  • માંગવામાં આવેલી તમામ જાણકારી ભરી ને Submite કરી દો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો અને Submite Application પર ક્લિક કરી ને આવેદન સબમિટ કરી દો.

Important Link

  1. Online Application Process Manual ;- Download

Leave a Comment

Your email address will not be published.